વઢવાણી મરચા આથવાની પરફેક્ટ અને સાચી રીત, વિડિઓ સાથે શીખો…

કેમ છો મિત્રો શિયાળાની સીઝનમાં અનેક પ્રકારના નવીન મરચા બહુ ફ્રેશ મળતા હોય છે અને એમાં પણ આપણા ગુજરાતીઓના મનપસંદ એવા વઢવાણી મરચા પણ આ સીઝનમાં જ આવે છે. તો આજે હું તમને એકદમ પરફેક્ટ રીતે મરચા આથવાની રીત જણાવીશ. આ મરચા અથાઈ જાય પછી તેને તમે થેપલા સાથે કે પછી દરરોજના ભોજનમાં લઈ શકો છો. તો ચાલો ફટાફટ તમને શીખવાડી દઉં મરચા અથવાની રેસિપી, મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિ.

સામગ્રી

  • વઢવાણી મરચા
  • હળદર
  • મીઠું
  • રાયના કુરિયા
  • લીંબુનો રસ

રીત-

1- જ્યારે આપણે મરચા પસંદ કરીએ ત્યારે એકદમ ગ્રીન હોવા જોઈએ.અને એકદમ લિસા હોય તેવા પસંદ કરવાના. સૌથી પહેલા મરચાને ધોઈ લેવાના છે બે કલાક પહેલા અને સરસ કોરા કરી લેવાના છે. જો પાણીનો ભાગ હશે તો મરચા બગડી જશે.

2- હવે મરચા ને એક કાપો પાડવાનો છે.તે રીતે બધા મરચાં ને કટ કરી લઈશું.હવે એક મસાલો તૈયાર કરી લઈશું. હવે એક ચમચી રાઈના કુરિયા લઈશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી શું. હવે એક ચમચી હળદર લઈશું. હવે એક ચમચી તેલ ઉમેરીશું. જો શક્ય હોય તો સીંગતેલ જ લો. તેનો ટેસ્ટ ખુબ સરસ આવે છે.

3- હવે બધું મિક્સ કરી લઈશું. હવે એક મરચું લઈ આંગળી વડે પ્રેસ કરી થોડો મસાલો લઇ ભરી દઈશું.હવે બધા મરચાં ભરી લઈશું. હવે બધા મરચાં ભરાઈ ગયા છે. તો થોડો મિક્સર વધ્યું હશે. તે મિક્સર થી મરચાંને બહારથી કોટ કરી લઈશું.

4- હવે એક ચમચી લીંબુનો રસ ઉમેરી શું. હવે તેને હાથથી મિક્સ કરી લઈશું. હવે એક લીંબુ ને બીયા કાઢી નાના પીસ કરી લઈશું. હવે તેને આખા જ મરચાં માં એડ કરી લઈશું.હવે કાચ ની બરણી લઈશું એર ટાઇટ.તેને પેહલા ગરમ પાણી થી ધોઈ લેવાની.

5- હવે આપણે કાચ ની બરણી માં મરચા ભરી દઈશું.તમે ઠેપલા સાથે ખાઈ શકો છો.ટ્રાવેલિંગ માં લઇ જઇ શકો છો.હવે એર ટાઇટ ઢાંકણું બંધ કરી દઈશું. હવે તેને બે થી ત્રણ દિવસ બહાર રેહવા દેજો. પછી તેને ફ્રીઝમાં મૂકી દેજો. જેથી કરીને તે લાંબા સમય સુધી બગડશે નહીં. આથેલા મરચા તૈયાર થઈ ગયા છે તો તમે બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *