મેથીની ભાજીના પેનકેક – સાદા પુડા નહિ હવે બનાવો આ ટેસ્ટમાં બેસ્ટ અને હેલ્થ માટે પણ બેસ્ટ એવા આ મેથીના પેનકેક..

મેથીની ભાજીના પેનકેક :..

સૌથી વધારે પ્રામાણ માં લીલી મેથી ના પાન – લીલી મેથી ની ભાજી ઉપયોગ માં લેવાતી લીલા પાંદડાવાળી શાકભાજી છે. મેથી ના પાન જે કોઇ વાનગી માં ઉમેરવામાં આવે છે, તેના પાન માં રહેલી મેથીની કડવી સુગંધ તેના સ્વાદ ને વધારી ને ડબલ કરે છે. ઘણા દેશો માં મેથીની ભાજી થાય છે, બધા દેશોમાં તેની ભાષા પ્રમાણે જુદા જુદા નામ થી ઓળખાય છે.

ખાસ કારીને ડાયાબિટિઝ, કબજીયાત અને કિડની ના રોગ માટેની સારવાર માટે મેથીના પાન નો ખૂબજ સારા એવા પ્રામાણ માં ઉપયોગ થાય છે. જોકે તાજા લીલા અને સૂકા એમ બન્ને જાત ના મેથી ના પાન નો ઉપયોગ ઔષધ તરીકે થાય છે.

આંતરડા ની કોઇ પણ તાકલીફ હોય, ગેસ્ટ્રિક પ્રોબ્લેમ હોય, યકૃત નુ કાર્ય નબળું પડ્યું હોય કે પછી અસ્થિભંગ થયો હોય, આહારમાં મેથીના લીલા કે સૂકા પાન કે તેના પાવડરના સેવન થી સારવાર કરવા થી જે તે સમાસ્યાઓ દૂર થાય છે. મરડો અને ઝાડા થયા હોય તો પણ મેથીના પાન ખૂબજ ફાયદાકારક છે.

મેથીનાપાન ની ચા પણ બનાવવા માં આવે છે.

  • 1 સ્પુન સૂકા મેથી ના પાન
  • પાણી જરુર મુજબ
  • તૈયારી માટે નો સમય માત્ર 5 મિનિટ

રીત :

જરુર મુજબ નું પાણી ગરમ મૂકી તેમાં સુકી મેથી ના પાન નાખી ઉકાળો.

ગરણીથી આ બનેલી ચા ગાળી લ્યો.

ઔષધ તરીકે જરુરીયાત પ્રમાણે બનાવી ઉપયોગમાં લ્યો.

સમસ્યા દૂર થાય ત્યાં સુધી ઉપયોગ માં લ્યો.

સૂકા પાન ની જગ્યાએ તમે મેથી ના સૂકા પાન નો પાવડર પણ વાપરી શકો છો. રોગ પ્રમાણે મેથી ના પાન કે પાવડર નો ઉપયોગ કરવો.

માઉથ ફ્રેશનર પેસ્ટ :

આ એક પ્રકાર નું કુદરતી માઉથ ફ્રેશનર છે. તેના માટે મેથી ના પાન સારી રીતે સૂકવી પાવડર બાનાવો. ત્યાર બાદ તેમાં પેસ્ટ જેવી કંસિસ્ટંસિ થઇ શકે તેટલો લીંબુ નો રસ ઉમેરી 4-5 સેકંડ ગરમ કરો.

આ પેસ્ટનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે કરો. માત્ર અસરકરક જ નહી પણ શ્રેષ્ઠ ફાયદા કારક પણ છે. તેમજ કુદરતી છે અને તમામ પ્રકારના રાસાયયણિક તત્વોથી મુક્ત છે.

મેથી નું શરબત – કોગળા કરવા માટે :

ખાસ કરીને ઠંડા વાતાવરણ માં શ્વાસોચ્છવાસ ના માર્ગ માં એલર્જી થતી હોય છે તો તેના માટે મેથીના પાન નો ભાવે તેવો અને સરળ ઉપયોગ છે. સૂર્ય ના તાપ માં સુકવેલાં પાંદડા નો પાવડર બનાવી ચા પીવો. સમસ્યા દૂર થાય ત્યાં સુધી પી શકાય.

અથવા તો શરબત પણ બનાવી પી શકાય છે. જે શ્વસન સમાસ્યા નો સરસ ઇલાજ છે.

  • 1 સ્પુન સુકા મેથીના પાંદડાં નો પાવડર
  • પાણી જરુર મુજબ
  • થોડું લીમ્બુ શરબત
  • થોડો લીમ્બુનો રસ

રીત :

મેથીના પાન નો પાવડર પાણીમાં ઉકાળી ગાળી લ્યો.

ત્યારબાદ તેમાં થોડું લીમ્બુ શરબત અને થોડો લીમ્બુનો રસ ઉમેરી મિક્સ કરી, કોગળા કરો.

લીમ્બુ શરબત ઉમેરવાથી કડવાટ ઓછી થશે અને ગળુ ચચરશે નહિ.

આ ઉપરાંત મેથી ના ઉપયોગ થી એનિમિયા તેમજ હાર્ટ પ્રોબ્લેમ અને કોલેસ્ટરોલ, એસિડિટિ ના પ્રોબ્લેમ દૂર થાય છે, વાળ લામ્બા અને હેલ્ધિ બને છે. વજન ઘટાડવા માટે અને સ્ત્રીઓ ને મિલ્ક પ્રોડક્શન વધારવા માટે ફાયદાકારક છે. બોડી નું ટેમ્પરેચર કંટ્રોલ કરે છે અને બેરીબેરી ના રોગ માં પણ લાભદાયક છે. આ ઉપરાંત મેથી ના પાન માં વ્યાપક પ્રમાણમાં ફાઇબર રહેલું છે તથા વિટામિન અને મિનરલ્સ થી ભરપુર છે.

તો એ બધું મેળવવા માટે આપણે મેથીના પાનની પેનકેક બનાવીએ…ખૂબજ જલ્દી થી બની જતી સરળ રેસિપિ છે.

ચોમાસા કે શિયાળાની ઠંડીમાં આ પેનકેક ને ડીનર માં લેવાની ખૂબજ મજા પડે છે.

મને તો મેથી ના ગરમાગરમ ચટપટા પેનકેક બહુ જ ભાવે છે તમને બધાને પણ ભાવશે.

ટ્રાય એંડ ટેસ્ટ… બિલિવ મી …

મેથીની ભાજીના પેનકેક :..

મેથી ની ભાજીના પેનકેક માટે ની સામગ્રી :

  • 3 કપ બેસન – ચણા નો લોટ
  • 1 કપ લીલી મેથી ના પાન – ફેનુગ્રીક લિવ્સ
  • 2 કપ મિડિયમ ખાટી છાશ
  • 1 કપ ઓનિયન – બારીક કાપેલી.
  • 3 ટેબલસ્પુન કોથમરી –બારીક કાપેલી
  • 2-3 લીલા મરચા પેસ્ટ
  • 1 ટેબલસ્પુન લીમ્બુ નો રસ
  • 1 ટી સ્પુન સુગર
  • સ્વાદમુજબ મીઠુ
  • 1 ટી સ્પુન કાળા મરી નો પાવડર
  • 1 ટેબલ સ્પુન આદુ – લસણ ની પેસ્ટ
  • 1 ટેબલ સ્પુન લાલ મારચું પાવડર
  • 1 ટી સ્પુન હળદર
  • 1 ટી સ્પુન ગરમ મસાલો
  • 1 ટી સ્પુન સોડા બાય કાર્બ
  • 1 ટી સ્પુન ઇનો ફ્રુટ સોલ્ટ
  • કુક કરવા માટે ઓઇલ કે બટર – જરુર મુજબ
  • ગાર્નિશિંગ માટે ચાટ મસાલો

પેનકેક સાથે સર્વ કરવા માટે ગ્રીન કે રેડ મરચા ની ચટણી, ટોમેટો સોસ, કે મસાલા કર્ડ.

મેથીના પેનકેક બનાવવા માટે નું ખીરું બનાવવા માટે ની રીત :

સૌ પ્રથમ મેથી ના પાન ધોઇ ને બારીક કાપી લ્યો.

એક મિક્સિંગ બાઉલ લ્યો. તેમાં 1 કપ લીલી મેથી ના પાન – ફેનુગ્રીક લિવ્સ, 3 કપ બેસન – ચણા નો લોટ, 1 કપ ઓનિયન – બારીક કાપેલી, 3 ટેબલસ્પુન કોથમરી –બારીક કાપેલી અને 2-3 લીલા મરચા ની પેસ્ટ લઇ મિક્સ કરો.

હવે તેમાં 1 ટી સ્પુન સુગર, સ્વાદમુજબ મીઠુ, 1 ટી સ્પુન કાળા મરી નો પાવડર, 1 ટેબલ સ્પુન લાલ મરચું પાવડર, 1 ટી સ્પુન હળદર અને 1 ટી સ્પુન ગરમ મસાલો નાખી મિક્સ કરો.

હવે તેમાં 1 ટેબલ સ્પુન આદુ – લસણ ની પેસ્ટ મિક્સ કરો.

ત્યારબાદ તેમાં 2 કપ મિડિયમ ખાટી છાશ ઉમેરી પેનકેક નું ખીરું બરાબર હલાવીને એકરસ કરો, લમ્સ ના રહે તેનું ધ્યાન રાખો.

જરુર પડે તો થોડું પાણી ઉમેરી વ્હિસ્ક કરી સ્મુધ બેટર – ખીરું તૈયાર કરો.

હવે તેમાં 1 ટેબલસ્પુન લીમ્બુ નો રસ, 1 ટી સ્પુન સોડા બાય કાર્બ અને 1 ટી સ્પુન ઇનો ફ્રુટ સોલ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો. ખીરું સરસ ફુલી હલકું થઇ જાશે.

નોન સ્ટીક પેન બરાબર ગરમ કરો. તેમાં થોડું ઓઇલ મૂકી ગ્રીસ કરો.

હવે ગ્રીસ કરેલા પેન માં 2 ટેબલ સ્પુન બનાવેલું બેટર મૂકી થીક પેનકેક માટે રાઉંડ શેઇપ માં સ્પ્રેડ કરો.

ઉપર થી થોડું ઓઇલ કે બટર પેનકેક પર અને ફરતી બાજુએ સ્પ્રેડ કરો. અને કૂક થવા દ્યો.

પેન કેક ને ઉલટાવી નાખો, જરુર પડે તેટલું ઓઇલ કે બટર મુકી કૂક થવા દ્યો.

પેનકેક બન્ને બાજુએ થી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કુક કરો.

બાકી ના ખીરા માંથી પેનકેક બનાવવા માટે ઉપર ની પ્રોસિઝર રિપિટ કરો.

પેનકેક ને ચટપટા બનાવવા માટે ઉપર થી ચાટ મસાલો સ્પ્રિંકલ કરો.

મેથી ના ગરમાગરમ પેનકેક, સર્વિંગ પ્લેટ માં પીસ કરી, ગ્રીન કે રેડ મરચા ની ચટણી, ટોમેટો સોસ, કે મસાલા કર્ડ સાથે સર્વ કરો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *