સુખડી એટલે કે ગોળપાપડી – અડધી રાત્રે પણ કોઈ ખાવાની ના નહિ કહે, તો શીખી લો ફટાફટ બનાવતા…

અરે…. આજે કોઈ મહેમાન આવવાના છે એમને કહ્યું કે અમે ખાંડ ખાવાની બંધ કરી છે . એટલે મેં વિચાર કર્યો કે ગોળ માંથી કૈક બનાવીએ એટલે તરત જ ગોળ પાપડીનું નામ યાદ આવ્યું ….કોઈ એને સુખડી કહે ….કોઈ એને ગોળપાપડી કહે ….પણ બંને એક જ વસ્તુ છે .

કોઈને બહારગામ મીઠાઈ આપવાની હોય તો પણ આ સુખડી બહુ જ મનભાવન મીઠાઈ છે .

સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય. તેમાં ભરભર ભૂકો થઈ જાય અથવા તો તે કડક બની જાય તો ખાવાની મદદ નથી આવતી. આથી જો પરફેક્ટ સુખડી બનાવવી હોય તો આ સ્ટેપ્સ ફોલો કરો.

ચાલો બનાવીએ સુખડી એટલે કે ગોળપાપડી

સામગ્રી:

  • ૧ 500 ગ્રામ ઘઉં નો લોટ ( જરા કરકરો )
  • ૨ 350 ગ્રામ ઘી
  • ૩ 3૦૦ ગ્રામ ગોળ
  • ૪ ૬ થી ૭ નંગ બદામ
  • 5 1 ચમચી સૂઢ પાવડર
  • 6 2 ચમચી ક્રશ ગુંદ

બનાવવાની રીત ;

સ્ટેપ :1

1 ..એક મોટો લોયામાં ઘી ગરમ કરવા મુકો . ઘી ગરમ થાય એટલે તેમાં લોટ નાંખો . ધીમે તાપે રાખી લોટને હલાવતા રહો . લોટનો રંગ એકદમ કેસરી જેવો થઇ જાય એટલે ગેસ બંધ કરી દો.

સ્ટેપ :2

2 .હવે ,લોટ શેકાય જાય પછી તેમાં સૂઢ પાવડર ,કાટલું અને ગુંદ ઉમેરવું .ગુંદ ફૂટવા મંડે એટલે ગેસ બંધ કરી દેવું .

સ્ટેપ :3

3 સૌ પ્રથમ ગોળ ને સુધારી રાખવું અથવા ગોળ ને ભાંગી નાખવું ..જેથી કરી ગોળ પાપડી માં ગોળ ની કટકી ના આવે .એટલે હવે ગુંદ ફૂટી જાય એટલે ગેસ ચાલું કરી ક્રશ ગોળ ઉમેરી બધી સામગ્રી મિક્સ કરી .ઘી થી ગ્રીસ કરેલી થાળી માં ઢાળી ચોસલાં પાડી લેવા .

સ્ટેપ :4

4 .આ ગોળ પાપડી ને તવે થી કાઢી .એક ડબા માં ભરી લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો .

નોંધ :

– ઘઉં નો લોટ સેકાવો જરૂરી છે નહિ તો દાંત માં ચોંટશે .

– તમે ગુંદ avoid કરી શકો છો .મેં અહીં શિયાળો છે એટલે ઉમેર્યો છે .


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *