બંગાળી સ્ટાઇલ મિષ્ટી દહી – બધા મિષ્ટાન્ન ભુલાવી દે એવો લાજવાબ સ્વાદ…

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “એકની એક રસોઈ બનાવીને થાકી ગયા હોઈ તો આ બંગાળી સ્ટાઇલ મિષ્ટી દહી ટ્રાય કરો” આ મિષ્ટી દહી મીઠાઈથી કમ નથી નાં તો આમાં ઘી કે પછી ખાંડનો ઉપયોગ કર્યા વિના જ ખૂબ જ સહેલાઈથી બની જઈ છે.જયારે જયારે તમે ખાશો ત્યારે મીઠાઈ ખાતા હોય એવો જ આનંદ આવશે.

નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જઈ અને ખાધા પછી પણ જેનો સ્વાદ ક્યારેય ના ભૂલાય એવું હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને મીઠું મધુર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધું હોય આવું દહીં એકવાર બનાવીને ટેસ્ટ કરશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થયા કરશે.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈને બોઉં જ ભાવશે.એક વાટકો ખાશો તો બીજો વાટકો સામેથી જ માગશો.સ્વાદ પણ દાઢે જ વળગી જશે.એટલું મસ્ત મજેદાર લાગશે.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???


સામગ્રી :

  • ૩ ટેબલ સ્પૂન દહીં
  • ૧ લીટર ફુલ ફેટ દૂધ
  • ૧/૨ કપ ખાંડ

રીત :


૧. એક ગળણી માં દહીં કાઢી લેવું અને નીચે વાડકી મૂકી ને દહીં નું પાણી નિતારવા મૂકી દેવું.

૨. એક જાડા તળિયા વાળા વાસણ માં ખાંડ ઉમેરી ને ગરમ કરવી.

૩. ખાંડ ઓગળી ને એનો રંગ બદલાય ત્યાં સુધી હલાવતા રેહવું.

૪. હવે આમાં ધીમે ધીમે દૂધ ઉમેરી દેવું.

૫. દૂધ ને ગરમ કરી ને ૭૫૦ મિલી બચે ત્યાં સુધી ઉકાળવું.

૬. હવે આ દૂધ હુંફાળું ઠંડુ થાય એટલે એમાં દહીં ને ફીણી ને મિક્સ કરી લેવું.

૭. આને ઢાકી ને એક રાત મૂકી દેવું.

૮. સવારે આ દહીં ને ૧ કલાક માટે ફ્રિજ માં મૂકી દેવું.

૯. ઠંડુ મિષ્ટી દહીં ખાવા માટે તૈયાર છે.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *