સુરતી પોંકવડા અંદર થી એકદમ સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી

આજે આપણે બનાવીશું સુરતી પોંકવડા અંદર થી એકદમ સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી બને તેની રેસિપી જોઈશું. આ ગુજરાત માં સુરત ના પ્રખ્યાત છે.

સામગ્રી

  • જુવાર નો લીલો પોક
  • કોથમીર
  • લીલું લસણ
  • લીલું મરચું
  • ચોખા નો લોટ
  • તેલ
  • ગરમ મસાલો
  • અડધા લીંબુનો રસ
  • મીઠું

રીત

1- સૌથી પહેલા જુવાનો પોક લઈશું.તેને ક્રશ કરી લઈશું.હવે તેને એક બાઉલ માં લઇ લઈશું.હવે તેમાં લીલું લસણ અને લીલા મરચા ની પેસ્ટ બનાવી દઈશું.હવે તેમાં એડ કરીશું.

2- હવે અડધો કપ ઝીણી સમારેલી કોથમીર નાખીશું.હવે એક ચમચી ગરમ મસાલો ઉમેરી શું.ત્યારબાદ એક ચમચી મીઠુ નાખીશું.હવે અડધો કપ ચોખા નો લોટ નાખીશું.હવે બે ચમચી બેસન નાખીશું.

3- હવે બધી વસ્તુ ને મિક્સ કરી લઈશું.ત્યારબાદ અડધા લીંબુનો રસ નાખી શું.હવે બધું મિક્સ કરી લઈશું.અને ત્રણ થી ચાર ચમચી પાણી એડ કરીશું.આ બેટર ને બહુ વધારે ઢીલું નથી કરવાનું.હવે તેલ ગરમ કરવા મૂકો દઈશું.

4- હવે તેલ સરસ ગરમ થઈ ગયું છે.હવે નાની સાઈઝ માં પકોડા ને પાળી લેવાના છે.ધીમા ગેસ પર ફ્રાય કરી લઈશું.ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું.હવે તેને હલવતા રહીશું.જેથી બધી બાજુ સરસ કલર આવી જાય.હવે સરસ કલર આવી ગયો છે.તો તેને કાઢી લઈશું.આવી જ રીતે બધા પકોડા બનાવી લઈશું.

5- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે અંદર થી પણ ફ્રાય થઈ ગયા છે.અંદર થી સોફ્ટ અને બહાર થી એકદમ ક્રિસ્પી બન્યા છે.જુવાર ની સિઝન માં આ વડા તમે ચોક્કસ થી બનાવજો.ટામેટા ના સોસ સાથે અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *