ફ્રેશ ગ્રીન છોલે કરી – જીંજરાને શેકીને ખાતા હશો હવે આ રીતે સબ્જી બનાવો ઘરમાં બધાને પસંદ આવશે…

ફ્રેશ ગ્રીન છોલે કરી :

અત્યારે આ સિઝનમાં દેશી ચણાના જિંજરાની જેવા જ છોલે ચણાના પણ જિંજરા માર્કેટમાં મળવા લાગ્યા છે. તે જિંજરાને ફોલવાથી તેમાંથી ફ્રેશ ગ્રીન છોલે નીકળે છે. એના સ્વાદમાં સારા એવા પ્રમાણામાં મિઠાશ હોય છે. અને ખાવા ખૂબજ હેલ્ધી પણ છે. શક્તિદાયક છે. તેમાંથી લાડુ, બરફી જેવી સ્વીટ અને કરી જેવી અનેક સોલ્ટી રેસિપિ બનાવી શકાય છે.

અહીં હું આપ સૌ માટે તેમાંથી બનતી ફ્રેશ ગ્રીન છોલે કરીની રેસિપિ આપી રહી છુ. સ્વાદિષ્ટ એવી આ કરી નાન, કુલચા, પુરી કે પરાઠા સાથે સર્વ કરવાથી બધાને લંચ કે ડીનરમાં ખૂબજ ભાવશે. તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બધાને સર્વ કરજો.

ફ્રેશ ગ્રીન છોલે કરી બનાવવા માટેની સામગ્રી :

  • 3 કપ ફ્રેશ ગ્રીન ફોલેલા છોલે ચણા ( પીક્ચરમાં બતાવેલ છે ).
  • 3 બટેટા
  • 3 ટમેટા – ગ્રાઇંડ કરેલા
  • 3 મોટી ઓનિયન – ગ્રાઇંડ કરેલી
  • 2 મોટા તીખા મરચા – બારીક સમારેલા
  • 2 ઇંચ આદુ – છાલ કાઢેલું
  • 10 -12 કળી ફોલેલું લસણ
  • 3 ટેબલ સ્પુન ઓઇલ
  • 3 – 4 લવિંગ
  • 3-4 તજના નાના ટુકડા
  • 2 બાદિયાનના ફુલ
  • 2 તજ પત્તાના ટુકડા
  • 10 -15 કાળા મરી
  • ½ ટી સ્પુન રાઇ
  • 1 ટે સ્પુન આખુ જીરુ
  • ½ ટી સ્પુન હિંગ
  • 1 ટેબલ સ્પુન વ્હાઇટ તલ
  • 1 ટી સ્પુન સુગર
  • સ્વાદ મુજબ સોલ્ટ
  • 1 ટેબલ સ્પુન કાશ્મીરી મરચુ
  • 2 ટેબલ સ્પુન ધાણા જીરુ
  • ½ ટી સ્પુન હળદર પાવડર
  • 1 ટી સ્પુન ગરમ મસાલો
  • 3 ટેબલ સ્પુન કોથમરી

સૌ પ્રથમ 2 મોટા તીખા મરચા – બારીક સમારેલા, 2 ઇંચ આદુ – છાલ કાઢેલું અને 10 -12 કળી ફોલેલું લસણ લઇ ગ્રાઇંડ કરી પેસ્ટ બનાવી લ્યો. ફ્રેશ છોલે ચણા અને બટેટાને મિઠું ઉમેરી 4 વ્હીસલ કરી પ્રેશર કૂક કરી લ્યો.

ત્યારબાદ તેમાંથી છોલે કાઢી પાણી નિતારી લ્યો અને બટેટાને છાલ કાઢી નાના સમારી લ્યો.

ફ્રેશ ગ્રીન છોલે કરી બનાવવાની રીત :

એક થીક બોટમવાળા લોયામાં કે પેનમાં 3 ટેબલ સ્પુન ઓઇલ ઉમેરી મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકો. ઓઇલ ગરમ થાય એટલે તેમાં 3 – 4 લવિંગ, 3-4 તજના નાના ટુકડા, 2 બાદિયાનના ફુલ, 2 તજ પત્તાના ટુકડા અને 10 -15 કાળા મરી ઉમેરી સાંતળો. ત્યારબાદ તેમાં ½ ટી સ્પુન રાઇ અને 1 ટે સ્પુન આખુ જીરુ ઉમેરી સાથે સાંતળો. હવે તેમાં ½ ટી સ્પુન હિંગ ઉમેરો. બધું સરસ સંતળાઈ જાય એટલે તેમાં ગ્રાઇંડ કરેલા આદુ, મરચા અને લસણની પેસ્ટ ઉમેરી સાંતળી લ્યો.

સંતળાઇ જશે એટલે સરસ અરોમા આવશે. હવે તેમાં 1 ટેબલ સ્પુન વ્હાઇટ તલ ઉમેરી તતડે અટલે તેમાં ગ્રાઇંડ કરેલી ઓનિયન ઉમેરી, મિક્ષ કરી તેમાંથી ઓઇલ નીકળતું દેખાવા લાગે ત્યાં સુધી કૂક કરો.

હવે તેમાં ગ્રાઇંડ કરેલા ટમેટા ઉમેરી મિક્સ કરી અધકચરા કૂક થાય એટલે તેમાં 1 ટેબલ સ્પુન કાશ્મીરી મરચુ, 2 ટેબલ સ્પુન ધાણા જીરુ, ½ ટી સ્પુન હળદર પાવડર અને 1 ટી સ્પુન ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરો.1-2 મિનિટ સાંતળીને તેમાં સ્વાદ મુજબ સોલ્ટ અને 1 ટી સ્પુન સુગર ઉમેરો.

હવે તેમાંથી ઓઇલ છુટું પડે ત્યાં સુધી હલાવતા રહી ગ્રેવી કૂક કરો. તેમાં 3 કપ પાણી ઉમેરી 2-3 મિનિટ ઉકાળો.

ત્યારબાદ તેમાં બાફેલા ફ્રેશ ગ્રીન છોલે અને બારીક સમારેલા બટેટા ઉમેરી સ્પુન વડે હલાવતા રહી કૂક કરો. 3-4 મિનિટ કૂક થતાં તેમાંથી ઓઇલ ઉપર આવવા લાગશે એટલે તેના પર કોથમરી સ્પ્રીંકલ કરી ફ્લૈમ બંધ કરો. મિક્ષ કરો. ફ્રેશ ગ્રીન છોલે કરી સર્વ કરવા માટે રેડી છે.

હવે હેલ્ધી અને ખૂબજ ટેસ્ટી એવી ફ્રેશ ગ્રીન છોલે કરી સર્વિંગ બાઉલમાં ભરી તેના પર થોડી કોથમરીથી ગાર્નીશ કરો. કુલચા, નાન, પુરી કે પરાઠા સાથે સર્વ કરવાથી બધાને લંચ કે ડીનરમાં ખૂબજ ભાવશે. તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *