ટાલનો ઈલાજ આવી ગયો, આ દવાથી માથામા ઉગવા લાગશે ફરીથી વાળ…

વાળ ખરવા અને ટાલ પડવાની સમસ્યા વૈશ્વિક સ્તરે લોકોને અસર કરી રહી છે, પરંતુ થાઇલેન્ડના સંશોધનકારો દાવો કરે છે કે ટાલ પડવાની અસરકારક સારવાર હવે ઉપલબ્ધ છે. આ સંશોધકોએ દાવો કર્યો છે કે મેંગ્રોવના ઝાડના અર્કની મદદથી ટાલ પડવાની સમસ્યાથી રાહત મેળવી શકાય છે. આ અર્કને Avicequinon C કહેવામાં આવે છે અને તે વાળને નુકસાન કરતા હોર્મોન્સને અટકાવે છે.

image source

Chulalongkorn યુનિવર્સિટીના કેટલાક સંશોધકોએ 50 પુરુષો અને સ્ત્રીઓ પર આ પરીક્ષણો કર્યા છે. આ બધા લોકો એન્ડ્રોજેનિક એલોપેસીયાથી પીડાય છે જે વાળ ખરવાની સૌથી સામાન્ય સમસ્યા છે. આ સારવાર પછી, આ લોકોએ વાળ ખરવામાં ઘટાડો તો જોયો જ હતો, પરંતુ સાથે સાથે તેમના વાળ પણ ખૂબ જ મજબૂત બન્યા છે. સંશોધન મુજબ જે લોકોના વાળ ખરી રહ્યા છે એ માટે પણ આ દવા ખુબ જ અસરકારક છે.

image source

આ સંશોધન સાથે સંકળાયેલા એક પ્રોફેસરે કહ્યું કે અમે લોકોના માથાના દરેક ભાગની તસવીરો લીધી હતી. આ સિવાય વાળ ખરવાના ક્ષેત્ર માટે અમે માઇક્રોસ્કોપની પણ મદદ લીધી. અમે આ પ્રક્રિયાને 4 મહિના માટે પુનરાવર્તિત કરી. આ પછી, અમે આ લોકોના ટાલ પડવાના ક્ષેત્રની તપાસ કરી હતી અને માત્ર એક મહિના પછી, વાળની શક્તિમાં ઘણા સકારાત્મક ફેરફારો થયા હતા. આ સિવાય કોઈ પણ વ્યક્તિને તેનાથી એલર્જી થઈ નહોતી એ અમારા માટે સૌથી વધારે સારુ છે.

image source

આ વિશે વાત કરતાં પ્રોફેસર વાંચાઇ દિકનામકુલે જણાવ્યું હતું કે મેંગ્રોવનો આ અર્ક એવિસેન્નીઆ મારિન તરીકે ઓળખાય છે. તેમાં મુખ્ય રાસાયણિક એવિસક્વિનોન-સી છે. અમને જાણવા મળ્યું છે કે તેના ઘણા ફાયદા છે. સૌ પ્રથમ, તે એન્ઝાઇમ્સને રોકે છે કે જે વાળ ખરવાના હોર્મોન્સનું નિર્માણ કરે છે. આ સિવાય, આવા પ્રોટીન પણ ઉત્પન્ન થાય છે, જેના પરિણામે વાળની વૃદ્ધિ અને શક્તિ વધુ સારી રીતે મળે છે.

image source

આ સંશોધનનું આગળનું પગલું વધુને વધુ લોકો પર આ પરીક્ષણ કરવાનું છે જેથી થાઇલેન્ડનું ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન તેને મંજૂરી આપી શકે. આ સંશોધન માટે ખાનગી કંપની પહેલેથી જ પેટન્ટ ખરીદી ચૂકી છે અને આ કંપની તેની મદદથી વાળ ખરવાનું ઉત્પાદન કરી શકે છે. એવું માનવામાં આવે છે કે આ ઉત્પાદન આગામી 6 મહિનામાં બજારમાં આવી શકે છે. આ સિવાય જો ઘરગથ્થુ ઉપાયની વાત કરવામાં આવે તો આટલી વસ્તુ વિશે ચર્ચા કરવામાં આવે છે.

ડુંગળી

1 ડુંગળી લઇને તેને મિક્સરમાં ક્રશ કરી તેનો રસ નીકાળો અને તેમાં એક ટેબલ સ્પૂન મધ મિક્સ કરો. આમ, તમે આ રસને જ્યાં ટાલ પડી છે તે જગ્યા પર લગાવો અને માલિશ કરો. અઠવાડિયામાં ત્રણ વાર આ પ્રયોગ કરો અને પરિણામ જુઓ.

image source

સરસોનું તેલ અને મહેંદીના પત્તા

1 કપ સરસોનું તેલ, 4 ટેબલ સ્પૂન મહેંદીના પત્તાને ગરમ કરીને ગાળી દો. નવસેકું તેલ થાય ત્યારે માથામાં લગાવવાથી વાળ સફેદ નથી થતા અને ખોડો દૂર થાય છે. આ સાથે વાળનો ગ્રોથ પણ સારો થાય છે.

આંબળા

4થી 5 આંબળાને નાળિયેરના તેલમાં ગરમ કરી લો. પછી મિશ્રણને ઠંડુ થતા ગાળીને આ રસનો ઉપયોગ માથુ ધોતા પહેલા કરો. વાળમાં આ મિશ્રણ લગાવી 1 કલાક પછી માથું ધોવો

image source

મેથીની પેસ્ટ

મેથીને પીસે તેને નાળિયેરના તેળમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો, તેને માથામાં મસાજ કરીને 30 મિનિટ સુધી રાખો અને પછી માથું ધોઇ દો. નોંધનીય છે કે, મેથીમાં પુરતી માત્રામાં પોટેશિયમ, વિટામિન સી અને આયરન હોય છે જે વાળની વુદ્ધિમાં સહાય કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Leave a comment

Your email address will not be published. Required fields are marked *