મીઠી બુંદી – આનાથી તમે લાડુ પણ બનાવી શકશો અને એમજ બુંદી પણ રાખીને પ્રસાદ કરી શકશો..

બૂંદી એક એવી મીઠાઈ છે જે તમે એકલી પણ ખાઈ શકો છો અને ઈચ્છો તો તેના લાડુ પણ બનાવી શકો છો. પરંતુ શું તમે જાણો છો કે તમે આસાન રીતથી ઘરે પણ મીઠી બુંદી બનાવી શકો છો? અને હમણાં નવરાત્રી ચાલી રહી છે એટલે માતાજી ને પ્રસાદ માં પણ ધરાવી શકીયે છે.

સામગ્રી :

– 1 કપ બેસન

– 1 કપ ખાંડ

– ચપટી ઈલાયચીનો પાવડર

– તળવા માટે ઘી અથવા તેલ

– અડધો કપ પાણી

– અડધો કપ દૂધ

– 1 ચમચી ગરમ તેલ

– પીળો કલર અથવા કેસર

રીત :

સ્ટેપ :1


ચણાના લોટને ચાળી લો. તેમાં અડધો કપ દૂધ ઉમેરી મિશ્રણ બનાવો. થોડુ થોડુ પાણી નાંખીને આ બેટર બનાવો. મિશ્રણ એટલું જાડુ હોવું જોઈએ જેથી તમે ચાળણી પર રાખો તો તે ટીપા ટીપા કરીને પડે.

સ્ટેપ :2


મિશ્રણ તૈયાર કરતી વખતે એટલુ ખાસ ધ્યાન રાખો કે ચણાના લોટના મિશ્રણમાં ગઠ્ઠા ન રહેવા જોઈએ. બેટર ને 5-6 મિનિટ સુધી કે પછી તે એકદમ ચીકણું થાય ત્યાં સુધી બરાબર હલાવી લો. તેમાં બે નાની ચમચી તેલ નાંખો અને ફરી હલાવો. આ તૈયાર મિશ્રણ ને 10-15 મિનિટ માટે ઢાંકીને રાખી દો.

સ્ટેપ :3


એક વાસણમાં ખાંડ અને દોઢ કપ પાણી લઈને ચાસણી બનાવવા માટે ધીમા તાપે રાખી દો. ઊભરો આવે પછી ચાસણી બંધ કરી દો. ચાસણીના એક ટીપાને આંગળી અને અંગૂઠા વચ્ચે ચોંટાડીને જુઓ. જો આંગળી અને અંગૂઠો થોડો ચોંટવા માંડે તો સમજો તમારી ચાસણી તૈયાર થઈ ચૂકી છે. ચાસણી તૈયાર થાય એટલે તેમાં એલચી પાવડર અને પીળો કલર અથવા કેસર ના તાંતણા મિક્સ કરી લો.

સ્ટેપ :4

જાડા તળિયાવાળી પહોળી કડાઈમાં તળવા માટે ઘી અથવા તેલ ગરમ થવા મૂકો. ઘી વ્યવસ્થિત ગરમ થાય ત્યારે સહેજ ખીરુ ઘીમાં મૂકી તપાસી લો કે ઘી બરાબર ગરમ થયું છે કે નહિ.

સ્ટેપ :5

બૂંદી પાડવા માટે ચાળણીને ઘીથી થોડી ઉપર રાખો. હવે પલાળેલા ચણાના લોટના બે મોટા ચમચા ભરીને ભાત ઓસાવના વાસણ માં નાંખો અને ચાળણીને ધીરે ધીરે હલાવા જાવ. આમ કરવાથી લોટ ચાળણીમાંથી ટીપા ટીપા સ્વરૂપે ઘીમાં પડશે. તેનો થોડો રંગ બદલાય અને તે કરકરી થાય પછી બુંદીને જારાથી કાઢી લો.

સ્ટેપ :6


કડાઈમાંથી બુંદીને કાઢીને ચાસણીમાં નાંખતા જાવ અને હલકા હાથે દબાવતા રહો. 1-2 મિનિટ પછી બુંદીને ચાસણીમાંથી કાઢી લો. તમારી બુંદી તૈયાર છે. તમે ઈચ્છો તો આ બુંદીના લાડુ પણ વાળી શકો છો.

નોંધ :

– તમે જયારે બુંદી તેલ અથવા ઘી માં પડતા હોવ ત્યારે ઘી માં નખાય જાય પછી તરતજ જારો ફેરવી દેવો જેથી કરી બુંદી છૂટી રેય.

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *