મિકસ ભજિયાં – બટાકાના ભજીયા, કાંદાના ભજીયા, અજમાના પાનના ભજીયા શીખો એકસાથે…

હેલો ફ્રેન્ડઝ આજ હું તમને શીખવાડીશ મિકસ ભજીયા.. નામ સાંભળીને જ તમારા મોં મા પાણી આવી ગયું ને…

ભજીયા છે જ એવી ચીજ કે નાના મોટા દરેકને ભાવતી આઈટમ…  દરેક પ્રાંત મા વિવિધ પ્રકારના ભજીયા અને વડા, પકોડા કે પકોડી બને છે આજ હું તમને કાંદા ના, બટાકા ના, અને અજમા ના પાન ના ભજીયા કેવી રીતે બને તે શીખવાડીશ. મુંબઈ મા કાંદા ના ભજીયા ને કાંદા ભજી અને બટાકા ના ભજીયા ને બટાટા ભજી કહે છે, આ ભજિયાં ને પાવ ની અંદર ચટણી લગાવી ને તેમા આ ભજી મુકી ને વડાપાવ ની માફક ભજીપાવ પણ લોકો ખૂબ પસંદ કરે છે. અજમા નો છોડ ઘણા લોકો ઘર ઉગાડે છે તો જયારે મન થાય ત્યારે આ અજમા ના પાન તોડી ને તેના ભજિયાં બનાવી શકે છે, આ અજમા ના પાન ને ચાવવા થી ગેસ થયો હોય મટી જાય છે, તો ચાલો આજ બનાવીએ મિકસ ભજીયા ..


તેના માટે ની સામગ્રી નોંધી લો..

* સામગ્રી —

*250ગ્રામ ચણા નો લોટ અથવા વેસણ

*2-3 બટાકા ની ગોળ પાતળી સ્લાઈસ

*2-3 કાંદા લાંબા સમારેલા

*1 ટીસ્પૂન અજમો

*1ટીસ્પુન આદુ મરચા ની પેસ્ટ

*સ્વાદ અનુસાર મીઠું

*તળવા માટે તેલ

@કાંદા ના ભજીયા બનાવવાની રીત–


1– સૌ પ્રથમ કાંદા ને લાંબા સમારી લો. તેમા લાલ મરચુ, સ્વાદ અનુસાર મીઠું, ચપટી હળદર નાખો અને તેને હાથ થી મસળી ને 10મિનીટ માટે સાઈડ પર મૂકી દો. જેથી તેમા મીઠા નુ પાણી થઇ જશે.


2–10 મિનિટ બાદ તેમાં થોડી કોથમીર અને આદુ મરચાં ની પેસ્ટ અને 1 કપ જેટલો ચણા નો લોટ નાખી ને મિકસ કરી લો, આ મિશ્રણ થોડુ છુટુ જ રાખવુ જો ઢીલુ લાગે તો થોડો ચણા નો લોટ ઉમેરવો.


3–હવે એક કડાઈ મા તળવા માટે તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમા કાંદા ના છુટા છુટા ભજીયા મુકવા, અને તે બ્રાઉન અને ક્રિસ્પી થાય એટલે તેને ટિશ્યૂ પેપર પર કાઢી લો જેથી તેમા રહેલૂ તેલ નીકળી જાય.આવી રીતે બધા જ ભજીયા બનાવી લો.

*ટીપ —

*તમને જો વધારે ક્રિસ્પી જોઇએ તો તેને ડબલ ફ્રાય કરવા.

@-બટાકા ના ભજીયા બનાવવાની રીત —

1–એક બાઉલમાં બાકી નો ચણા નો લોટ લઇ તેમા અજમો, મીઠું નાખીને જરૂરિયાત મુજબ પાણી ઉમેરીને ખીરું તૈયાર કરી લો, ખીરૂ એકદમ પાતળુ કે એકદમ ઘટ્ટ ના હોવુ જોઇએ.


2–બટાકા ની છાલ કાઢી લો અને તેની પાતળી સ્લાઈસ કરી લો, અને તેને પાણી મા રાખો કે જેથી તે કાળી ના પડે.

3– ત્યાર બાદ તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે એક ચમચો ગરમ તેલ ખીરા મા નાખી તેને બરાબર મિક્સ કરી લો જેથી ભજીયા સરસ ફુલશે.


4–બટાકા ની 4-5 સ્લાઈસ ચણા ના લોટ ના ખીરા મા બોળી ને એક એક કરીને તેલ મા મુકતા જાવ, ફુલે એટલે બીજી બાજુ ફેરવી ને ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો, તેને પણ ટિશ્યૂ પેપર પર કાઢી લો જેથી તેમા રહેલૂ તેલ નીકળી જાય ,આવી રીતે બધા ભજીયા બનાવી લો.

@અજમા ના ભજીયા બનાવવાની રીત — અજમા ના પાન ને ધોઈ લેવા ત્યારબાદ તેને એક કપડાં થી કોરા કરી લો.


1–ત્યાર બાદ બટાકા ના ભજીયા બનાવવા જે ખીરૂ છે એ જ ખીરા મા 4-5 અજમા ના પાન ને ડીપ કરી લો.


2-તેને પણ ગરમ તેલ મા તળી લો, બંને બાજુ થી સરખા તળી લો અને તેને ટિશ્યૂ પેપર પર કાઢી લો.


* ટીપ – આવી જ રીતે તમે પાલક ના નાના નાના પાન ના ભજીયા પણ બનાવી શકો છો, એ પણ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.

હવે આ તૈયાર થયેલા મીકસ ભજીયા ને ગળી ચટણી સાથે લીલી ચટણી સાથે ગરમાગરમ પીરસી દો

તો ચાલો વરસાદ ના એંધાણ થાય કે બનાવો આ સ્વાદિષ્ટ મિકસ ભજીયા અને ખુશ કરીદો ઘર ના સભ્યો ને..

અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહી..

રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *