મિક્સ દાળ ના ઢોસા – પ્રોટીન અને સ્વાદ થી ભરપુર ઢોસા તૈયાર કરી શકશો થોડા કલાકમાં…

મિક્ષ દાળ ના ઢોસા

પ્રોટીન અને સ્વાદ થી ભરપુર એવા આ ઢોસા બાળકો ને અને પરિવાર ને જરૂર ખવડાવજો .. મિક્ષ દાળ અને ચોખા થી બનેલા આ ઢોસા ખુબ જ સ્વાદિષ્ટ છે . આ ઢોસા માં કોઈ આથો જરૂરી નથી પણ મારો અનુભવ કહે છે , ૨-૩ બેટર રેહવા દયે તો ઢોસા વધારે સારા બની શકે . આ ઢોસા ટોપરા ની ચટણી, અવિયલ (દક્ષીણ ભારતીય મિક્ષ શાક ), ગોળ કે માખણ સાથે પીરસી શકાય.

આ ઢોસા ના બેટર માં સરગવા ના પાન પણ બારીક સમારી ઉમેરી શકાય .. આ ઢોસા , સાદા ઢોસા ની જેમ પાતળા નથી હોતા, સહેજ જાડા આ ઢોસા ખાવા માં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે .. પાતળા અને કડક જ ઢોસા ભાવતા હોય તો બેટર થોડું પાતળું કરવું અને વધારે જીણું પીસવું.

સામગ્રી :

• ૧ વાડકો ચોખા

• ૧ વાડકો ઈડલી ના ચોખા

• ૧/૨ વાડકો ચણા ની દાળ

• ૧/૪ વાડકો તુવેર દાળ

• ૩ ચમચી અડદ ની દાળ

• ૩ ચમચી પીળી મગ ની દાળ

• ૧/૨ વાડકો ડુંગળી , સમારેલી

• ૧/૪ વાડકો બારીક સમારેલી કોથમીર

• ૮-૧૦ સુકા લાલ મરચા

• મુઠી ભર લીમડા ના પાન

• ૧/૨ ચમચી હિંગ

• મીઠું

રીત :


બધી દાળ અને ચોખા ને ધોઈ , પૂરતા પાણી માં ૩-૪ કલાક માટે પલાળી દો . ત્યાર બાદ પાણી નીતરી લો .. હવે મિક્ષેર માં દાળ , ચોખા , લાલ મરચા , મીઠું અને હિંગ ઉમેરી કરકરું જાડુ વાટી લો . જોકે આ રીત માં આથો જરૂરી નથી , પણ ૨-૩ કલાક ખીરું ઢાંકી ને રાખી મુકો તો ઢોસા ચોક્કસ અતીઉત્તમ બનશે.


ઢોસા બનાવતા પેહલા તેમાં કોથમીર , ફુદીનો અને ડુંગળી ઉમેરો ..


non stick તવો ગરમ કરો …થોડું તેલ લગાવી એક ચમચો ખીરું પાથરો.. જાડો ઢોસો થઇ એમ પાથરવું. ફરી થોડું તેલ બધી બાજુ લગાવું . ઢાંકી ને ઢોસા ને કડક થવા દો .. કડક થાય એટલે બીજી બાજુ ફેરવી લો અને કડક થવા દો .. ગરમ ગરમ પીરસો ..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *