મિક્સ વેજીટેબલ ક્લીઅર સૂપ – બાળકો પણ હોંશે હોંશે આ સૂપનો આનંદ માણશે…

ફ્રેંડસ આપણું રોજ નું રૂટિન એટલું બિઝી હોય છેને કે. આપણ ને પોતા માટે ટાઇમ જ મળતો નથી હોતો.

એમાં પણ રોજના જમવામાં આપણ ને વિટામિન, પ્રોટીન આ બધું મળતું જ હોય છે યેઉ નથી હોતું….પણ એક્વાર રોજ મિક્સ વેજ સૂપ લેશો ને તો નક્કી તમને હિમોગ્લોબિન કે બીજી સેની તકલીફ નહીં થાય…. તમારી સ્કિન ગ્લો કરશે..તમે આખો દિવસ ફ્રેશ ફિલ કરશો…અને સાથે વજન પણ કન્ટ્રોલ માં રેછે..ઘણીવાર આપણે ભાજીઓની દાખડીઓ કાઢી નાખતા હોઈએ છે પણ એમાં પણ જીવનસત્વ શુપાયેલું હોય છે…. જો એનો આપણે યુઝ કરીને સૂપ બનાવીએ તો ? કેટલું બધું પ્રોટીન ,વિટામિન આપણ ને મળશે…

તો ચાલો એકદમ ઇઝી પ્રોસેસ થી બનાવી દઈએ મિક્સ વેજિટેબલ ક્લિયર સૂપ ….

“મિક્સ વેજીટેબલ ક્લીઅર સૂપ”

સામગ્રી :-

  • ગાજર -૩ ચમચી ઝીણું સમારેલું
  • ફુલગોબી – ૪ ચમચી ઝીણું સમારેલું
  • ફણસી – ૪ ચમચી સમારેલી
  • વટાણા – ૪ ચમચી
  • દૂધી – ૪ ચમચી નાના પીસ
  • પત્તાકોબી – ૧/૪ કપ ઝીણી સમારેલી
  • આદુ – નાનો ટુકડો
  • સપ્રાઉટ કઠોડ – ૧/૪ કપ
  • ફુદીનાં ના પાન – ૫-૬
  • મરી પાવડર – ૧ ટેબલ સ્પૂન
  • હળદર – ૧/૨ ટેબલ સ્પૂન
  • લીંબુ નો રસ – ૧ ટેબલ સ્પૂન
  • ઘી – ૧/૨ ટેબલ સ્પૂન
  • મીઠું – સ્વાદ પ્રમાણે
  • લસણ ની કણી – ૨
  • ડુંગળી – ૧ ઝીણી સમારેલી
  • મેથી ની ભાજી – ૧૦૦ ગ્રામ
  • પાલક ભાજી – ૧૦૦ ગ્રામ

રીત :-

સવથી પેલા બધા શાકભાજી ધોઈ લેવા. હવે ૧૦ મિનિટ માટે બધી શાકભાજી બોઇલ કરી લેવી. હવે પાણી ગાળી લેવું. તેમાંથી કોબીજ,ગાજર,લસણ,અને આદુ અલગ કરી મિક્સર માં પીસી લેવું. આપણે સૂપ જાળું થવા માટે કોર્નફ્લોર વાપરતા હોઈએ છે

પણ આ સૂપ માં આપણે ઉપર ના શાક પીસી એનાથી જાળું કરીશું. હવે પ્યાન માં ઘી મૂકી તેમાં ગાજર, ફૂલગોબી, વટાણા, ફણસી, ફણગાવેલા કઠોડ, ફુદીનો બધું નાખી ૨ મિનિટ સાથડવું. બઉ કૂક કરવાનું નથી.બેજ મિનિટ સાંતળવું. તેમાં હળદર અને મીઠું નાખી એક વાફ આવા દેવી. હવે પ્યાન માં જે શાકભાજી નું પાણી ગાળી રાખ્યુ હતું તે નાખવું.

તેમાં મિક્સર માં જે શાક પીસી ને રાખ્યું હતું તે નાખવું.હવે તેને પણ એક ઉકાળો આવા દેવો.

હવે સાતળેલા જે શાકભાજી છે તે તેમાં મિક્સ કરવા. અને એકવાર ઉકાળવા દેવું.

ગરમાગરમ સર્વ કરતી વખતે તેમાં લીંબુ નો રસ અને મરી પાવડર નાખી સરસ મિક્સ કરવું.

અને એકદમ પૌષ્ટિક સૂપ નો આનંદ લો….

પૌષ્ટીક વસ્તુ ટેસ્ટ સાથે સાથે જોવામાં પણ એક્દમ આકર્ષક હોય છે.જેથી નાના બચ્ચાં પણ આકર્ષિત થઈ જય છે. સૂપ માં શાકભાજી નો ઓરીજનલ કલર જ સૂપ ને હેલ્થી ,ટેસ્ટી અને જોવામાં પણ સુપર બનાવે છે.

અને લીંબુ ,ફુદીના થી તો ટેસ્ટ જોવો જ ના પડે.

વધુ માં વધુ પ્રોટીન તમને આ સૂપ માંથી મળશે.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *