જાવેદ જાફરીના દીકરા, મીઝાન જાફરીએ અમિતાભની દોહિત્રી નવ્યા સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી

મીઝાન જાફરી બોલિવૂડમાં આવી રહ્યું છે નવું નામ… આ હિરો એ ફિલ્મ પદ્માવતમાં કર્યું હતું રણવીરનું બોડી ડબલ.

બોલિવૂડમાં અગાઉ પણ જ્યારે પણ કોઈ નવો સ્ટાર કિડ્સ મોટો કે મોટી થઈને ફિલ્મના પડદા ઉપર આવે ત્યારે તેને લઈને અપેક્ષાઓ ખૂબ જ વધી જતી હોય છે. તેની સરખામણી તેમના માતા પિતા કે પરિવારના અન્ય કલાકારો સાથે થવા લાગે છે. કુમાર ગૌરવ હોય કે અભિષેક બચ્ચન કે પછી ઋત્વિક રોશન હોય તેમણે તેમના પિતાના સાપેક્ષ ખરા ઉતરવાની જવાબદારી પોતાની રીતે જ આવી જતી હોય છે.

Advertisement


વધુમાં એક નવું નામ ઉમેરાઈ રહ્યું છે જે છે બોલિવૂડ રોક એંડ રોલ ફેમ જાવેદ જાફરીના પુત્ર મીઝાન ઝાફરી. જો કે બોલિવૂડમાં આ તેમની ત્રીજી પેઢી આવી રહી છે. મીઝાનના દાદા કોઈ બીજું નહીં પરંતુ એક જમાનાના મશહૂર કોમેડિયન જગદિપ છે. જેને આપણે શોલે અને અંદાઝ અપના અપના જેવી અનેક હિટ ફિલ્મોમાં જોયા છે. આજે તેઓ ૮૦ વર્ષની વયે હયાત છે અને ત્રીજી પેઢીને ફિલ્મોમાં જોઈ રહ્યા છે.

Advertisement


એક સમયે ટી.વી ઉપર ડાન્સિગની કળાને નવા સ્તરે લઈ ગયેલા બૂગી-વૂગી રીયાલીટી શોની અપ્રતિમ સફળતા બાદ જાવેદ જાફરી હાલમાં કોઈ કાર્યક્રમમાં નજરે નથી આવતા પરંતુ દીકરાની નવી ફિલ્મના લોંચિંગને કારણે ફરી આ પરિવારનું નામ ચર્ચામાં આવી રહ્યું છે.

Advertisement

મીઝાન જાફરીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કંઈક એવું કે અમિતાભની નીંદર ઊડી ગઈ

મીઝાન જાફરીની નવી ફિલ્મ રીલિઝ થઈ છે. તે બોલિવૂડમાં નવી અભિનેત્રી શર્મિન સહગલ સાથે ‘મલાલ’ ફિલ્મમાં દેખાઈ રહ્યો છે. આ ફિલ્મના પ્રોમોશનના સમયમાં તેણે અનેક ટી.વી અને મીડિયામાં ઇન્ટરવ્યૂ આપ્યા છે. જેમાં એક ઇન્ટરવ્યૂ એ ચર્ચા જોર પકડી છે.

Advertisement


ટોક શોના એન્કર સાથે તેણે એક ગેમ રમી હતી જેમાં એક પ્રશ્ન હતો કે કોની સાથે લગ્ન કરવાનું પસંદ કરશે, કોની સાથે હુક અપ કરશે અને કોને કિલ કરશે… તેના જવાબમાં તેણે કહ્યું, તે નવ્યા નવેલી નંદા સાથે લગ્ન કરવા ઇચ્છશે, સારા અલી ખાન સાથે હુક અપ અને અનન્યા પાડેને કિલ કરવાનું વિચારશે… ભલે ને મજાક મસ્તીમાં બોલાયેલ આ વાક્યો બોલિવૂડ ફેન લોકોએ પકડી લીધા અને નવ્યા તેમજ મીઝાન વચ્ચેના સંબંધોની ચર્ચાએ અફવાઓનું જોર પકડ્યું છે.

Advertisement


તેઓ ખૂલાશો પણ મીઝાને કર્યો હતો કે અમે ડેટિંગ કરીએ છીએ કે અમારા વચ્ચે કોઈ સંબંધ છે, એવું નથી. તે મારી બહેનની ફ્રેન્ડ છે અને અમે પણ સારા મિત્રો છીએ. નવ્યા નવેલી નંદા રાજ કપૂરની પોત્રી અને અમિતાભ બચ્ચનની દોહિત્રી છે. બોલિવૂડમાં આ બંને પરિવારોનું નામ આજે પણ અદબથી લેવાય છે ત્યારે આ સમાચારે સૌનું ધ્યાન ખેંચ્યું છે.

Advertisement


મીઝાનના એક્ટિંગ કરિયરની વાત કરીએ તો તેણે સંજય લીલા ભણસાલીની બહુ ચર્ચિત ફિલ્મ પદ્માવતમાં અસિસ્ટંટ ડિરેક્ટરનું કામ કરીને શરૂઆત કરી હતી. એક સમયે રણવીર કોઈ શૂટિંગની તારીખમાં વ્યસ્ત હતો અને તેના બોડી શોટ લેવા માટે કોઈ બ્રાંડ સાથે સંજલ લીલા ભણસાલી વાત કરતા હતા ત્યારે મીઝાને જ સામેથી તેના બોડી પાર્ટ્સનું શૂટ કરવા સૂઝાવ આપ્યો હતો.

Advertisement


તમને જાણીને નવાઈ લાગશે જે મીઝાને પોતે જ તેના અનેક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ફિલ્મ પદ્માવતના બે એવા સીન છે જેમાં તેના અવાજ અને ડાયલોગની સ્ટાઈલની પ્રેક્ટિસ કરીને મીઝાને જ રણવીરનું પાત્ર ભજવ્યું હતું. જેમાં રણવીરનો ચહેરો બતાવવામાં નહોતો આવ્યો.

Advertisement

આ ચેટ શો ઝૂમ ટીવીનો બાય ઇન્વાઈટ ઓન્લીમાં તેણે ઇન્ટરવ્યૂ આપ્યો હતો. તેણે કહ્યું કે અમે એક સાથે થિયેટરની બહાર નીકળતા દેખાયા અને કોઈ જગ્યાએ ફરતાં જોવા મળ્યા એનો મતલબ એ નથી કે અમે રિલેશન શિપમાં છીએ. અમે દોસ્ત છીએ અને દોસ્તો વચ્ચે પણ એવા સંબંધ હોય, તેને ગર્લ ફ્રેન્ડ બોય ફ્રેન્ડની નજરે ન જોવાના હોય.

Advertisement


આ નવી ફિલ્મ મલાલના ડાયરેક્ટર મંગેશ હેડવાલ છે જે મરાઠી પરંપરાઓ સાથેની છે. જે બીન મરાઠીઓ સાથે થતી સમસ્યાઓને લવ સ્ટોરી સાથે જોડીને બનાવાયેલ છે. જેમાં તેની સાથી કલાકાર શર્મિન મરાઠી છોકરીનું પાત્ર ભજવી રહી છે. બોલિવૂડના ચાહકોને આ નવા ચહેરા ચોક્કસ પસંદ આવશે એવી આશા રાખી શકાય.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *