તીખી તમતમતી મોમોસ ની ચટણી – ઘર મા રહેલી સામગ્રી થી બનસે એકદમ ચટાકેદાર

આજે આપણે તીખી તમતમતી મોમોસ ની ચટણી બનાવીશું એ પણ ઘરમાં રહેલી સામગ્રી થી બનશે એકદમ ચટાકેદાર,આ ચટણી સાથે જ મોમોસ નો સ્વાદ આવે છે આ ચટણી મોમોસ સ્વાદ વધારી દે છે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • સૂકા લાલ મરચા
  • ટામેટા
  • તેલ
  • લસણ
  • આદુ
  • સોયાસોસ
  • મીઠું
  • ખાંડ
  • મરી પાવડર
  • કેચપ

રીત

1- આપણે દસ સૂકા લાલ મરચા લઈશું હવે એક તપેલી માં એક કપ પાણી લઈશું પાણી ને આપણે ગરમ કરવા મુકીશું હવે તેની અંદર દસ મરચા લીધા હતા તે એડ કરીશું આ મરચા ને આપણે ધોઈ ને લીધા છે.

2- અહીંયા આપણે મોટી સાઇઝ ના ત્રણ ટામેટા લીધા છે તેને પણ વચ્ચે થી કાપી ને એડ કરી લઈશું હવે આ મરચા અને ટામેટા ને પાણી માં આપણે ઉકળવા દઈશું જ્યાં સુધી ટામેટા ની છાલ અલગ થતી ના દેખાય ત્યાં સુધી તેને સરસ પાચ મિનિટ જેવું તેને ઉકળવા દઈશું.

3- હવે પાચ મિનિટ પછી ગેસ બંધ કરી દઈશું અને તેને થોડું ઠંડું થવા દઈશું હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આ ઠંડુ થઇ ગયું છે અને ટામેટા ની છાલ તરત જ નીકળી જાય છે આ રીતે બધા જ ટામેટા ની છાલ કાઢી લઈશું,બહુ સહેલાઇ થી નીકળી જશે છાલ.

4- હવે આને પાણી ની સાથે જ ટામેટા ને મિક્સર જાર માં લઇ લઈશું તેને ક્રશ કરી લઈશું આ મોમોસ ચટણી હોય તે થોડી પાતળી હોય છે હવે એક પેન માં બે થી ત્રણ ચમચી તેલ લઈશું હવે તેલ ને ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે ત્રણ ટેબલ સ્પૂન ઝીણું સમારેલું લસણ એડ કરીશું.

5- હવે આપણે એક ચમચી આદુ ને પણ ઝીણું સમારી લઈશું હવે આને બે થી ત્રણ મિનિટ સાંતળી લઈશું હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે સરસ કલર બદલાવા માંડ્યો છે હવે આપણે જે પેસ્ટ બનાવી હતી તે એડ કરીશું પાતળી છે જ્યારે બનશે ત્યારે આ પાતળો નઈ હોય મોમોસ જોડે થોડી ઘટ્ટ રાખવી પડશે.

6- હવે આને ઉકળવા દઈશું તેને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું હવે આ ઉકળી ગયું છે તો આમાં આપણે એક ટેબલ સ્પૂન સોયાસોસ્ એડ કરીશું આ ચાયનીઝ માં યુઝ થાય છે એટલે આની બોટલ તમે લાવી ને ફ્રીઝ માં રાખી શકો છો.

7- હવે તેમાં મીઠું એડ કરીશું સોયાસોશ માં મીઠું આવે છે એટલે મીઠું ઉમેરતા થોડું ધ્યાન રાખવાનું હવે ટેસ્ટ ને બેલેન્સ કરવા માટે અડધી ચમચી ખાંડ એડ કરીશું, ત્યારબાદ અડધી ટી સ્પૂન મરી પાવડર એડ કરીશું.હવે આને મિક્સ કરી લઈશું તમે વિડિયો માં જોઈ શકો છો કે તેનો કલર પણ બદલાઈ ગયો છે.

8- હવે ચટણી ઘટ્ટ પણ થઈ ગઈ છે હવે આમાં આપણે એક ચમચી કેચપ પણ ઉમેરી દઈશું જેથી કરી ને તેની અંદર એક સરસ ટેસ્ટ આવી જાય છે અને તેનું થીકનેસ પણ આવી જાય છે અને એ સરસ જાડું પણ થઈ જાય છે હવે તેને મિક્સ કરી લઈશું કેચપ એડ કર્યા પછી તેને વધુ નથી ઉકાળવાનું તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો સોસ જાડો થઈ ગયો છે અહીંયા આપણી મોમોસ ની ચટણી રેડી છે.

9- હવે તેને ગેસ બંધ કરી ને ઠંડી થવા દઈશું ઠંડી થયા પછી તેને ગરમા ગરમ મોમોસ સાથે સર્વે કરીશું તો આવી ચટણી બનાવી ને તમે જરૂર થી ટ્રાય કરજો આ ખૂબ જ ટેસ્ટી બને છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *