મગ કેક – રજાઓમાં બાળકોને આપો તમારા હાથે બનાવેલ મગ કેકની સરપ્રાઈઝ..

કેક બાળકો ને બહુ પ્રિય હોય અને સાથે સાથે મોટા લોકો ને પણ બહુ જ ભાવતી હોય. જયારે પણ ખાવાની ઈચ્છા થાય અને ઘરે ફટાફટ કેક બની જાય તો કેવું સારું! હું અહીંયા એક એવી જ ફટાફટ બની જાય એવી કેક ની રેસીપી બતાવી રહી છું.

કેક માં પણ ચોકોલેટ કેક બાળકો ને બહુ જ ભાવતી હોય એટલે અહીંયા ચોકલેટ કેક ની રેસીપી બતાવી રહી છુંઅને અને આ કેક ના બેસ માં મેંદા ને બદલે બદલે ઘઉં નો લોટ વાપર્યો છે .

આ ચોકોલેટ કેક ઘરે ફટાફટ બની જાય છે. એટલે હવે જયારે પણ ઈચ્છા થાય ત્યારે ઘરે કેક બનાવી ને ખાઓ. તો ફટાફટ જાણી લો આ યમ્મી અને સ્વાદિષ્ટ ચોકોલેટ મગ કેકે બનાવવાની રેસીપી અને બનાવી ને કરી દો બાળકો અને ઘર ના બધા ને ખુશ.

સામગ્રી :

  • – 2 મોટી ચમચી ઘઉં નો લોટ
  • – 1 ચમચી કોકો પાઉડર
  • – 2 મોટી ચમચી ખાંડ
  • – ૧/૨ ચમચી બેકિંગ પાઉડર
  • – ૪ ચમચી દૂધ
  • – ૨ ચમચી તેલ
  • – 1 ચમચી ડાર્ક ચોકલેટ
  • – ચોકલેટ ચિપ્સ
  • – 3-4 ડ્રોપ્સ વેનીલા એસેન્સ

રીત :

સ્ટેપ :1

– એક વાસણ માં ઘઉં નો લોટ , કોકો પાઉડર, ખાંડ અને બેકિંગ પાઉડર લઇ તેને બરાબર મીક્ષ કરી લેવું .

સ્ટેપ : 2

હવે તેમાં દૂધ અને તેલ મીક્ષ કરો અને બરાબર હલાવો એક પણ ગાંઠા ના રહે ત્યાં સુધી હલાવવું .અને ઉપર થી વેનીલા એસેન્સ ના ટીપાં ઉમેરો .

સ્ટેપ :3

હવે એક કોફી નો મોટો મગ (કપ) લો અને તેને તેલ વડે ગ્રીસ કરો.તેમાં બનાવેલું મિશ્રણ રેડી દો અને ડાર્ક ચોકલેટ નો કટકો અથવા 1 ચમચી સુધરેલી પણ ઉમેરી શકો છો જેથી કેક ખાવ તયારે લાવા જેવું લાગે અને ઉપર ચોકલેટ ચિપ્સ ભભરાવો.હવે મગ ને માઇક્રોવેવ માં 180 ડિગ્રી પર કન્વેનશન મોડ ઉપર 10 થી 12 મિનિટ માટે માઇક્રોવેવ માં મૂકવું ત્યારબાદ થઈ જાય ત્યાં સુધી મુકો.

સ્ટેપ :4

તેને માઇક્રોવેવ માંથી કાઢી લો અને ૫ મિનિટ માટે રહેવા દો.તૈયાર છે મગ કેક તેની પર તમે વિપ્ડ ક્રીમ અથવા તો ચોકલેટ સોસ વડે ગાર્નિશ કરી શકો છો.

નોંધ :

– તમે ઘઉં ના લોટ ને બદલે મેંદો પણ લઇ શકો છો .

– તમે તમારી રીતે કોઈ પણ રીતે ગાર્નિશ કરી શકો છો .જેમકે ટોટીફુટી ,બદામ ……


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *