રાજસ્થાની મીઠાઈ – ઘેવર દિવાળી માટે સ્પેશ્યલ.

બધા ના ઘરે અવનવા નાસ્તા અને મીઠાઈ બનવાનું ચાલુ થઇ ગયું હશે. આજે આપણે જોઇશુ રાજસ્થાની સ્પેશ્યલ મીઠાઈ – ઘેવર બનાવની રેસીપી જે દિવાળી અને તીજ જેવા તહેવારો માં બનાવવામાં આવે છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ.

સામગ્રી :

  • ૧/૪ કપ ઘી
  • ૪-૫ ક્યુબ્સ ઘી
  • ૧/૨ કપ – મેંદો
  • ૧/૨ કપ – ઠંડુ દૂધ
  • ૩ કપ – ઠંડુ પાણી
  • ૧ ચમચી – લીંબુ નો રસ

ચાસણી માટે

  • ૧/૨ કપ – ખાંડ
  • ૧/૪ કપ – પાણી
  • ૧ ચમચી – ઈલાયચી પાઉડર
  • થોડા કેસર ના તાંતણા

ગાર્નિશિંગ માટે બદામ ની કતરણ

તળવા માટે તેલ

ઘેવર બનાવવા માટે થોડી નાની નાની વસ્તુ નું ધ્યાન રાખવાનું છે જેથી તમારો ઘેવર એકદમ સરસ બને.

સૌ થી પેહલા પોહળા મિક્સિંગ બાઉલ માં ઘી લઇ લો , તેમાં બરફ ના ટુકડા નાખી દઈ , બરફ અને ઘી ને બરાબર ફેટવાનું છે. એકદમ ક્રીમ જેવું થઇ જાય ત્યાં સુધી ફેટવાનું છે ૩-૪ મિનિટ જેટલું એકસરખું ફેટવા થી ક્રીમ જેવું બની જશે ઘી. આ એક ખૂબ જ જરૂરી સ્ટેપ છે.

હવે તેમાં મેંદો નાખી હળવા હાથે મિક્સ કરી લો, પછી ઠંડુ દૂધ નાખી દો , દૂધ અને પાણી બને એકદમ ઠંડુ લેવાનું છે , હવે ઠંડુ પાણી નાખતા જય હલાવતા રેવાનું છે , એકદમ ગાંઠ વગર નું અને પાતળું બેટર તૈયાર કરવાનું છે.

લીંબુ નો રસ નાખી દો , લીંબુ નો રસ ખૂબ જ જરૂરી છે , તેના થી જ જાળીદાર ઘેવર બનશે.   બરાબર રીતે હલાવી પાતળું અને ગાંઠ વગર નું બેટર તૈયાર કરી લો. હવે બેટર ને એક્સાઇડ મૂકી ચાસણી બનાવી લઈએ.

તેના માટે ખાંડ અને પાણી એક કડાઈ માં લઇ ધીમા ગેસ પર હલાવતા જઈ ૧ ટાર ની ચાસણી લેવાની છે , અંગુઠા અને પેલી આંગળી વચ્ચે ચાસણી લઇ ચેક કરી લો, એક તાર થતો હોય એટલે ગેસ બંધ કરી તેમાં ઈલાયચી પાઉડર અને કેસર નાખી હલાવી લો. ચાસણી માં એક વાત નું ધ્યાન રાખવાનું છે કે જાડી ના થઇ જાય નાઈ તો જામી જશે અને જો પાતળી હશે તો ઘેવર પર નાખશો ત્યારે ઘેવર સોફ્ટ થઇ જશે , તો ચાસણી એક તાર ની બનાવવાની.

હવે ઘેવર તળવા માટે તેલ ગરમ કરવા મુકવાનું છે તમે ઘી પણ લઇ શકો છો. મેં અહીંયા રિફાઇન્ડ ઓઇલ લીધું છે. બને તો શીંગતેલ નોઉપયોગ ન કરવો તેના થી ઘેવર માં સ્મેલ આવશે, જો રિફાઇન્ડ ઓઇલ ના હોય તો ઘી લેવું.

તેલ ને ગરમ થવા દેવાનું છે ઘેવર તળવા માં એકદમ ગરમ તેલ જ હોવું જોઈએ જો તેલ ગરમ નાઈ હોય તો તમે જે બેટર નાખશો તે કડાઈ માં તળિયા માં બેસી જશે. તેલ માં આપડે કાંઠો મૂકી દેવાનો છે. બહાર જે ઘેવર બને તેમાં ઘેવર ના સ્પેશ્યલ મોલ્ડ વાપરતા હોય છે અપડે કાંઠા ની મદદ થી ઘેવર બનાવીશુ.

તેલ ગરમ થઇ જાય એટલે કાંઠા ની એકદમ વચ્ચે ચમચી ની મદદ થી બેટર રેડતું જવાનું છે , તમે જેવું બેટર નાખશો એવા ફીણ ઉપર આવશે , તે ફીણ બેસી જાય પછી ફરી વાર ચમચી બેટર નાખવું , અને એક સાથે ચમચી ભરી ને નથી નાખી દેવાનું ધીમી ધારે રેડવાનું છે. વચ્ચે ચમચી કે બીજા કઈ પણ સાધન થી જગ્યા બનાવતી જવાની , આ રીતે થોડું થોડું બેટર નાખતા જઈ મીડીયમ જાડું લેયર કરી લો , અને બ્રાઉન કલર થાય ત્યાં સુધી , તળી લો. પછી ધીમે થી કાંઠા ને હટાવી લઇ ઘેવર ને એક પ્લેટ માં લઇ લો , આ રીતે બધા ઘેવર તળી લેવાના છે.

ઉપર ચાસણી અને બદામ ની કતરણ નાખી ખાવા માટે તૈયાર છે ઘેવર, ચાસણી નાખ્યા વગર તમે ૧ મહિના સુધી ઘેવર ને એર ટાઈટ ડબ્બા માં રાખી શકો છો અને ચાસણી વાળા ૧૫ divas સુધી રાખી શકો છો. તો આજ ની આ રેસીપી અને ટિપ્સ ફોલો કરી આ દિવાળી પર ચોક્કસ થી ઘેવર બનાવજો અને તમારો અભિપ્રાય કોમેન્ટ માં જણાવો.

સંપૂર્ણ વિડિઓ જોવા માટે અહીંયા ક્લિક કરો.


રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *