સ્પ્રાઉટ મુંગ હલવા – રથયાત્રા નિમિત્તે ભગવાન જગ્નાથજીને ધરાવો મગનો આ પ્રસાદ…

આજે રથયાત્રા સ્પેશિયલ ભગવાન જગ્નાથજીને ભોગ ધરાવા પ્રાસાદ રેસિપી લઈ આવી છું… ગુજરાતની શાન સમજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા દરવર્ષે અમદાવાદમાં અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે. હિન્દુ ધર્મનું પ્રતિક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા નીકળે છે. અમદાવાદમાં દરવર્ષે પરંપરાગત રીતે નીકળતી આ રથયાત્રાના ત્રણેય રથ દર વર્ષે પૂરા નવેસરથી તૈયાર કરવામાં આવે છે. આ રથયાત્રાને એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે જે નવ દિવસ સુધી ચાલે છે. રથયાત્રા અષાઢ સુધ બીજથી શરૂ થઈને દશમ સુધી ચાલે છે. મુખ્ય મંદિરથી શરૂ થઈ આ યાત્રા ગુડિયા મંદિરમાં પુરી થાય છે. અહી જગન્નાથ સાત દિવસ વિશ્રામ કરીને દસમના દિવસે પરત ફરે છે.

“ડાયાબિટીસના દર્દીઓ માટે શ્રેષ્ઠ ખોરાક મગમાં રહેલા પોષક તત્વોને કારણે બ્લડ શુગરનું લેવલ ઘટે છે સાથે સાથે ભૂખને ઓછી કરી હોર્મોનમાં વધારો અને વજનમાં ઘટાડો કરે છે. આ ઉપરાંત મગમાં રહેલા ફોલેટને લીધે મહિલાઓને પ્રસૂતિ દરમિયાન રાહત રહે છે. ફણગાવેલા મગ ખાવાથી વાળ ખરતા અટકે છે. આમ, અનેક ગુણોથી ભરપૂર મગને રોજિંદા ખોરાકમાં સમાવી તમે અનેક બીમારીઓથી દૂર રહી શકો છો. તો ચાલો મિત્રો આપણે પણ ફટાફટ બનાવીયે

સ્પ્રાઉટ મુંગ હલવા

સામગ્રી :

  • ૨ કપ – સ્પ્રાઉટ મગ
  • ૨ કપ – દૂધ
  • ૧,૧/૨ કપ ઘી
  • ૨, ૧/૨ કપ ખાંડ
  • ૧ ટીસ્પૂન ઈલાયચી પાવડર
  • ૧/૨ ટીસ્પૂન જાયફળનો ભૂકો
  • ૧/૪ કપ કાજુ, બદામ, પીસ્તાની કતરી
  • ૨ ટેબલસ્પૂન દ્રાક્ષ

રીત :

કાજુ, બદામ અને પિસ્તાની પાતળી કતરી કરવી. સ્પ્રાઉટ મગ ને સરીરિતે પાણી થી ધોઈ નાખવું. પછી તેમાંથી પાણી નિતારી, મગ ને મિક્સરમાં ક્રશ કરી લેવી. હવે એક નોનસ્ટીક પેનમાં ઘી ગરમ કરી, તેમાં સ્પ્રાઉટ મગ નાંખી, મીડીયમ તાપે ૮-૧૦ મિનિટ શેકવું.

મગ બરાબર શેકાય અને થોડી ડ્રાય થાય એટલે તેમાં દૂધ નાંખી, ઢાંકણ ઢાંકી, ધીમા તાપે ચડવા મુકવું.. થોડી-થોડી વારે હલવાને હલાવતા રહેવું, જેથી હલવો પેનમાં નીચે ચોંટે નહી. મગ બરાબર ચડી જાય અને તેમાંથી ઘી છુટું પડે એટલે તેમાં દ્રાક્ષ અને ખાંડ નાંખી, મિક્સ કરવી.

ખાંડ બરાબર ઓગળી જાય અને હલવામાં ઘી ઉપર દેખાય એટલે જાયફળ-ઈલાયચી પાવડર અને થોડા ડ્રાય ફ્રુટ્સ નાંખી, મિક્સ કરી, હલવો ગેસ પરથી ઉતારી લેવો.

પછી હલવાને સર્વિંગ બાઉલમાં કાઢી, ડ્રાયફ્રુટ વડે સજાવી, ગરમાગરમ હલવો સર્વ કરવો.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *