મૂળા ની ભાજી નાચોજ – બાળકોને મૂળાની ભાજી પસંદ નથી તો આવીરીતે બનાવીને ખવડાવો…

અત્યારે ઠંડીમાં મૂળા ની ભાજી બહુ સરસ મળતી હોય છે.

છોકરાવને આ ભાજી ભાવતી નથી હોતી. તે માટે ખાસ આજે કયિક નવી રેસીપી બનાવવાનનો પ્રયત્ન કર્યો છે. અને એમાં સફળતા મળી છે… કેમ કે મારા દીકરા ને આ નાચોજ ખૂબ જ ભાવ્યા છે.તો તમે પણ ટ્રાય કરો અને તમારા બાળકોને ખુશ કરો. તો જાણી લો તેની જલ્દીથી સામગ્રી…

“મૂળા ની ભાજી ના નાચોજ”

  • ૧ વાટકી – છીણેલો મૂળો
  • ૧/૪ વાટકી – મૂળા ની ભાજી ઝીણી સમારેલી
  • ૨ ચમચા – આદુ લસણ ની પેસ્ટ
  • ૨ ચમચા – લીલા મરચાની પેસ્ટ
  • સ્વાદ પ્રમાણે – મીઠું
  • ૧/૪ ટી સ્પૂન – હળદર
  • ૧/૨ કપ – મકાઈ નો લોટ
  • ૧ ચમચી – મરી પાવડર
  • ૨ ચમચી – તેલ
  • રીત:-


    એક વાસણ માં છીણેલો મૂળો, મૂળા ના ઝીના સમારેલા પાન ભેગા કરવા.


    તેમાં બધા મસાલા ભેગા કરવા.અને ૨ ચમચી તેલ નાખી ભેગું કરવું.


    તેમાં મકાઈ નો લોટ નાખી મિક્સ કરી લોટ બાંધી લેવો.


    ૧૦ મિનિટ ઢાંકી રાખવું.લોટ માંથી લુવા કરી તેની પાતળી રોટલી વણી ત્રિકોણ આકાર આપી નાચોજ કાપી લેવી.


    તેલ ગરમ મૂકી નાચોજ તળી લેવા.

    તો તૈયાર છે ફટાફટ બની જાય તેવા મૂળા ના નાચોજ……

    રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

    મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

    દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

    Leave a comment

    Your email address will not be published. Required fields are marked *