મુંબઇ ના ભાજીપાવ – અઠવાડિયામાં એકવાર તો તમે પણ બનાવતા જ હશો, શીખો પરફેક્ટ ભાજીપાવ અને મસાલા પાવ શેકવાની રીત.

લગભગ બધાને ત્યાં અઠવાડિયામાં એકવાર ભાજીપાવ જરૂર થી બનતા હોય છે. બધા ની બનાવવાની રીત થોડી અલગ અલગ હોય છે. મુંબઇ ના ભાજીપાવ બહુ જ પ્રખ્યાત છે એના ટેસ્ટ માટે.

ભાજીપાવ માં બહુ બધા શાકભાજી હોવાથી તે બહુ પૌષ્ટિક પણ હોય છે. મારી ભાજીપાવ બનાવાની રીત આ મુજબ છે.

તમે ભાજીપાવ બનાવામાં શું અલગ કરો છો જરૂર થી કોમેન્ટ માં જણાવો.

સામગ્રી:- ભાજી બાફવા માટે ની

3 નંગ બટેટા

1 1/2 કપ ફ્લાવર

1 કપ લીલા વટાણા

1 નંગ ગાજર

1/2 કપ કોબી

1 નાનો કટકો દૂધી

તમને ગમતાં શાક પણ ઉમેરી શકો છો.હું ક્યારેક કાચું કેળુ અને રીંગણ પણ ઉમેર

આ બધા શાક ને સમારી લો. પછી બધાને કુકર માં 1 ગ્લાસ પાણી નાખી ને મધ્યમ આંચ પર 3 સીટી થઈ ત્યાં સુધી બાફી લો. કુકર ખુલે પછી બધું શાક ભાજીપાવ ક્રશર થી ક્રશ કરો.

વધાર માટે ની સામગ્રી:-

1 ચમચી લસણ ની પેસ્ટ

1 ચમચી આદુ મરચાની પેસ્ટ

2 ડુંગળી ઝીણી સમારેલી

1 નાનું કેપ્સિકમ ઝીણા સમારેલાં

3 નંગ ટામેટાં ઝીણા સમારેલાં

3 ચમચા તેલ

1 ચમચો બટર

1 ચમચી જીરું

1/4 ચમચી હિંગ

1/2 ચમચી હળદર

2 ચમચી મરચું

1 ચમચી ધાણાજીરું

3 ચમચી બાદશાહ ભાજીપાવ મસાલા

મીઠું સ્વાદાનુસાર

રીત:-

સૌ પ્રથમ કડાઈ માં તેલ અને બટર ગરમ કરવા મુકો. ગરમ થાય એટલે જીરું ઉમેરો પછી હિંગ અને હળદર ને ડુંગળી નાખી ને સાંતળો .. ત્યાર બાદ તેમાં લસણ,આદુ મરચા ની પેસ્ટ ઉમેરી ને થોડીવાર માટે સાંતળો.

ત્યારબાદ ટામેટાં નાખી ને પકાવો. હોવી તેમાં મરચું, ધાણાજીરું, ભાજીપાવ નો મસાલો ઉમેરો અને 1 મિનિટ માટે સાંતળો.. હવે કેપ્સિકમ ઉમેરો અને સાંતળો.

બધું સંતળાય જાય એટલે બાફેલા શાકભાજી ઉમેરો .અને મીઠું નાખો. જરૂર હોય તો થોડું પાણી નાખી ને બધું બરાબર ચડવા દો.

10 મિનિટ ધીમી આંચ પર થવા દો. ભાજી તૈયાર છે.

કોથમીર , ડુંગળી , બટર અને લીંબુ નાખી ને સર્વ કરો.

પાઉં શેકવા માટે:-

ગરમ લોઢી માં બટર લગાવો અને તેમાં થોડો ભાજીપાવ મસાલો નાખી ને પાઉં ના બે ભાગ કરી ને બંને બાજુ શેકી લો.

બસ.. ગરમાં ગરમ ભાજીપાવ ને કોબી,ટામેટાં,અને ડુંગળી ના સલાડ સાથે પીરસો.

(સલાડ માં મીઠું, મરચું ,ચાટ મસાલો અને લીંબુ ઉમેરો)

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *