ડાકોર ના ગોટા – હજી પણ ડાકોરના ગોટાનો લોટ તૈયાર લાવીને બનાવો છો? તો નોંધી લો આ સરળ રેસીપી…

આ ગોટા ખૂબ જ સ્વાદિષ્ટ છે. રસ પુરી ના જમણ માં અચૂક બનાવજો . બહાર થી ક્રિસ્પી, અંદર થી એકદમ પોચા, ફ્લેવરફુલ આ ગોટા બનાવા માં પણ ખૂબ જ સરળ છે.

શુ તમારા ગોટા અંદર થી એકદમ જાળીદાર નહીં બનતા ??? ટ્રાય કરો એકવાર અહીં બતાવેલ રીત .. એકદમ પરફેક્ટ જ બનશે. આ છે tried and tested method. એક વાર અચૂક ટ્રાય કરી જોજો..

સામગ્રી ::

• 1 વાડકો ચણા નો લોટ

• 1/2 વાડકો રવો

• 1/4 વાડકો બારીક સમારેલી કોથમીર

• 1 મોટી ચમચી આદુ મરચા ની પેસ્ટ

• 1 ચમચી આખું જીરું

• 1/2 ચમચી હળદર

• 1 ચમચી લાલ મરચું

• 1/2 ચમચી ગરમ મસાલો

• 1 ચમચી વરીયાળી

• 1 ચમચી આખા સૂકા ધાણા

• 1 મોટી ચમચી તલ

• 1/2 ચમચી મરી નો અધકચરો ભૂકો

• ચપટી ખાવાનો સોડા

• 2 મોટી ચમચી ખાંડ

• 1 ચમચી લીંબુ નો રસ

• 2 મોટી ચમચી તેલ

• મીઠું

• તળવા માટે તેલ

રીત :::

સૌ પ્રથમ એક બાઉલ માં ચણા નો લોટ , રવો , જીરું , વરીયાળી , આદુ મરચા ની પેસ્ટ , ખાંડ , તલ , ધાણા , મરી નો ભૂકો , લાલ મરચું , હળદર લો. 1/4 વાડકો પાણી ઉમેરી સરસ મિક્સ કરી લો. ધાણા હંમેશા હાથ થી મસળી ને જ લોટ માં નખવા.. સ્વાદ અને સુગંધ માં ખૂબ જ સરસ લાગશે.

હવે આ બાઉલ માં બારીક સમારેલી કોથમીર , મીઠું , લીંબુ નો રસ , સોડા અને તેલ ઉમેરો. ચમચી થી સરસ ફેટી લો. 5 થી 7 મિનિટ માટે સાઈડ પર રાખી લો. જરૂર પડે તો 1 થી 2 ચમચી પાણી ઉમેરો.

ગોટા ના બેટર માટે સૌ થી મહત્વ નો part છે concistency. જો ખીરું બરાબર નહી બને તો ગોટા પણ પરફેક્ટ નહીં બને. એકસાથે પાણી ન ઉમેરવું. જરૂર મુજબ પાણી ઉમેરતા જાઓ.. પાણી ઉમેર્યા બાદ રવો થોડું પાણી ચૂસી લેશે. પછી જરૂર લાગે તો 1 ચમચી પાણી ઉમેરવું..

કડાય માં તેલ ગરમ મૂકો… બેટર ને સરસ હલાવી લો. હવે હાથથી અથવા ચમચી થી નાના નાના ગોટા તેલ માં પાડો અને કડક થાય ત્યાં સુધી તળો.. ગોટા શરૂ માં મધ્યમ આંચ પર પછી ફૂલ આંચ પર તળો.

તૈયાર છે ડાકોર ના પ્રખ્યાત ગોટા. ગરમ ગરમ ગોટા સાથે મરચા , ચટણી અને સોસ પીરસો..

નોંધ ::

• આ ગોટા માં બારીક સમારેલ મેથી પણ ઉમેરી શકાય.

• લીંબુ ના રસ ને બદલે દહીં વાપરી શકાય.

• ગળપણ માટે એક પાકું કેળું છૂંદો કરી ઉમેરી શકાય.

• વધારે તીખા કરવા હોય તો અધકચરા મરી નો ભૂકો અને લીલા મરચા સમારેલા ઉમેરવા.

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *