મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવિચ – બિલકુલ બજાર માં મળે એવી મસાલા, ચટણી અને સેન્ડવિચ ની રેસીપી

કેમ છો મિત્રો? ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે મુંબઈની ફેમસ “મસાલા ટોસ્ટ સેન્ડવિચ” તેના માટે આપણે બનાવ્યો છે એક સ્પેશિયલ મસાલો જેને બનાવીને લાંબા ગાળા સુધી સ્ટોર પણ કરી શકો છો. જે ખાવામાં એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને મસાલેદાર બનશે. જોતા જ મોઢામાં પાણી આવી જઈ એવી બાળકોને એકવાર નાસ્તામાં બનાવી આપશો તો વારંવાર ટિફિનમાં લઈ જવાની ઝીદ કરશે. એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. વિડીયોને છેલ્લે સુધી જોજો કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી????

મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવિચ

સામગ્રી :

સેન્ડવિચ મસાલા માટે –

  • ૨ ટી સ્પૂન જીરું
  • ૨ ટી સ્પૂન લવિંગ
  • ૧ ટેબલ સ્પૂન આખા મરી
  • ૨ ટુકડા તજ
  • ૧ ચકરી ફૂલ
  • ૪ ટી સ્પૂન વરિયાળી
  • ૨ ટી સ્પૂન ચાટ મસાલો
  • ૨ ટી સ્પૂન આંબોળિયા નો પાવડર
  • ૨ ટી સ્પૂન સંચળ પાવડર
  • ૧ ટી સ્પૂન મીઠું
  • ૧ ટી સ્પૂન સંચળ અથવા આખું મીઠું

સેન્ડવિચ ચટણી માટે –

  • ૬ લીલા મરચા
  • ૧ ટેબલ સ્પૂન શેકેલા શીંગદાણા
  • ૧ ઇંચ નો ટુકડો આદુ નો
  • ૨ મોટી કળી લસણ ની
  • ૧ ટી સ્પૂન જીરું
  • ૧ ટુકડો તજ નો
  • ૧/૨ ટી સ્પૂન સંચળ પાવડર
  • ૧ ટેબલ સ્પૂન ખાંડ
  • ૧/૪ કપ સેવ
  • ૧ લીંબુ
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી જરૂર મુજબ

સેન્ડવિચ ના પુરણ માટે –

  • ૩ મોટા બાફેલા બટેટા
  • ૧/૪ કપ વટાણા
  • ૧.૫ ટેબલ સ્પૂન આદુ લસણ ની પેસ્ટ
  • ૨ લીલા મરચા
  • ૫ મીઠા લીમડા ના પાન
  • ૧ ટી સ્પૂન રાઈ
  • ૧ ટી સ્પૂન જીરું
  • ૧/૨ ટી સ્પૂન હિંગ
  • ૧/૨ ટી સ્પૂન હળદર
  • ૧ ટી સ્પૂન સાદું લાલ મરચું
  • ૧ ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું
  • ૨ ટી સ્પૂન ધાણાજીરું પાવડર
  • ૧ ટી સ્પૂન ગરમ મસાલો
  • ૧ ટેબલ સ્પૂન તેલ
  • મીઠું સ્વાદ અનુસાર

સેન્ડવિચ માટે –

  • બ્રેડ
  • બટર
  • ટમેટા કેચપ
  • ટામેટું
  • બીટ
  • નાઈલોન સેવ
  • ચીઝ

રીત :

૧. સૌથી પેહલા તો સેન્ડવિચ મસાલો બનાવવા માટે ઉપર આપેલી સામગ્રી માં જણાવેલા આખા મસાલા ને ૨ મિનિટ શેકી લેવા અને પછી એમાં સુખા મસાલા ઉમેરી ને મિક્સર માં ઝીણું દળી લેવું. આ સેન્ડવિચ મસાલા ને સ્ટોર કરી ને લાંબા સમય સુધી વાપરી શકાય.

૨. હવે સેન્ડવિચ ચટણી માટે આપેલી સામગ્રી ને મિક્સર માં વાટી ને ચટણી બનાવી લો.

૩. પછી સેન્ડવિચ ના પુરણ માટે એક પેન માં તેલ ગરમ મૂકી, એમાં રાઈ, જીરું, લીમડા ના પાન, આદુ લસણ ની પેસ્ટ અને લીલા મરચા ઉમેરી ને હલાવો.

૪. આમાં બધા સુખા મસાલા ઉમેરી ને પા કપ જેવું પાણી ઉમેરી દો.

૫. હવે એમાં ફ્રોઝન કે બાફેલા વટાણા ઉમેરી હલાવી દો.

૬. આ મિશ્રણ માં બાફી ને માવો કરેલા બટેટા ઉમેરો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દો.

૭. મસાલો બરોબર મિક્સ કરી ને ગેસ બંધ કરી દેવો.

૮. હવે સેન્ડવિચ બનાવવા માટે બ્રેડ ની કિનારી કાપી લેવી.

૯. એમાં એક બ્રેડ પર ચટણી, બટેટા નો માવો, સેન્ડવિચ નો મસાલો, બાફેલા બીટ ના પતીકાં અને ટામેટા ના પતીકાં મૂકી ને ઉપર પાછો સેન્ડવિચ નો મસાલો ભભરાવો.

૧૦. બીજી બ્રેડ પર બટર લગાડી ને ઉપર થોડો સેન્ડવિચ મસાલો છાંટી દો.

૧૧. હવે બીજી બ્રેડ ને પેહલી બ્રેડ પર મૂકી ને બંને બાજુ બટર લગાડી ને ટોસ્ટર માં સરસ શેકી લો.

૧૨. સેન્ડવિચ બની જાય એટલે ઉપર ચટણી અને કેચપ ચોપડો.

૧૩. ઉપર થી નાઈલોન સેવ અને ચીઝ ખમણી ને થોડો વધારે મસાલો ભભરાવો.

૧૪. તૈયાર સેન્ડવિચ ને કેચપ અને ચટણી સાથે સર્વ કરો.

વિડિઓ લિંક :

રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *