મુઠીયા બનાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી ટિપ્સ…

આજે હું તમને અમદાવાદ ની એક ગુજરાતી ફેમસ રેસ્ટોરન્ટ છે. અને ત્યાં મુઠીયા બહુ જ સરસ મળે છે અને એ જ મુઠીયા તમે તમારા ઘરે કેવી રીતે બનાવશો એ આજે આપણે બનાવીશું. સરસ સરસ નાની-નાની સિક્રેટ ટિપ્સ છે તે ખાસ ધ્યાનમાં રાખજો તમે.

Tips-

1- સૌથી પહેલા જ્યારે આપણે મુઠીયા બનાવતા હોય ત્યારે ઘઉંનો કરકરો લોટ લેતા હોય છે. ઘણા લોકો ચણા નો લોટ લેતા હોય છે. ભાખરી નો લોટ લેતા હોય છે. અલગ-અલગ લોટથી મુઠીયા બનાવતા હોય છે.

2- આજે રેસ્ટોરન્ટમાં કઈ ટાઈપ ના મુઠીયા મળે છે. એવા જ મુઠીયા આજે આપણે બનાવીશું.

3- આપણે એ મુઠીયા બનાવવા માટે તમારે કંઈ નાની ટિપ્સ નું ધ્યાન રાખવાનું છે.

4- સૌથી પહેલા તો વેજીટેબલ મુઠીયા અથવા તો પાલકના મુઠીયા બે રીતે બની શકે છે. અત્યારે આપણે વેજીટેબલ મુઠીયા લઈએ છે.

5- વેજીટેબલ મુઠીયા બનાવવા માટે દુધી લઈશું. આપણે બધા મોટા ભાગે દુધી લેતા હોઈએ છીએ. ઘણા લોકો કોબીજ પણ લેતા હોય છે.

6- આપણે દુધી લઈશું. બસો થી અઢીસો ગ્રામ દૂધીને છીણી લઈશું. હવે જ્યારે પણ મુઠીયા બનાવતા હોય ત્યારે આપણા બધાના ઘરમાં મુઠીયા બનતા જ હોય છે. ત્યારે આપણે શું કરતા હોઈએ. તો સૌથી પહેલા લોટ લઈએ એની અંદર દુધી અથવા પાલક જે પણ વેજીટેબલ હોય તે એડ કરતા હોય. એડ કરીએ. પછી તેની સાથે મસાલા એડ કરતા હોઈએ.

7- આપણે પછી બધું સરસ રીતે મિક્સ કરી લેતા હોઈએ છીએ. અને પછી મુઠીયા ના રોલ વારી લઈએ.અને તેને બાફવા મૂકી દઈએ. પરફેક્ટ આવી જ રીતે બનાવો છો ને તમે? ના હવે આવી રીતે મુઠીયા નથી બનાવાના.

8- હવે આપણે જે ટિપ્સ આપી છે તે રીતે આપણે મુઠીયા બનાવવાના છે.

9- સૌથી પહેલા આપણે દુધી લેવાની છે અને તેને છીણી ને એક બાઉલમાં લઈ લો. અને તેની અંદર કોથમીર ઉમેરી દો. લગભગ ૨ ટેબલ સ્પૂન જેટલી.

10- હવે આપણે તેની સાથે લીલા મરચાં પેસ્ટ લેવાની છે. લગભગ 2 ચમચી જેટલી. તીખા લીલા મરચાની પેસ્ટ લેસો તો ટેસ્ટ બહુ જ સરસ આવશે.

11- હવે તેની અંદર થોડી હિંગ લેવાની છે. અડધી ચમચી હળદર અને બે ચમચી ધાણાજીરૂ ઉમેરીશૂ. અને ખાંડ લગભગ 2 ચમચી ઉમેરવાની છે. કારણ કે ગળપણ મુઠીયા માં બહુ જ સરસ લાગે છે.

12- હવે આપણે તેમાં દહીં ઉમેરીશું. લગભગ બેથી ત્રણ ચમચી ખાટુ દહી લઈશું. આ બધી વસ્તુ ઉમેરી અને તેને સરસ રીતે મિક્સ કરી લો. આ બધું મિક્સ કર્યા પછી તેની અંદર મોટી બે ચમચી તેલ ઉમેરીશું. અને ચપટી સોડા પણ ઉમેરીશું.

13- સોડા ઉમેરવાથી મુઠીયા એકદમ સોફ્ટ બનશે. હજુ આપણે લોટ નથી ઉમેર્યો ખબર છે ને? આ બધી વસ્તુ બરાબર મિક્સ કરી લેવાની છે. આ રીતે તમે મિક્સ કરશો ને તો મુઠીયા એકદમ મસ્ત બનશે.

14- હવે આપણે તેમાં લોટ ઉમેરીશું. હવે લોટ કયો લેવાનો છે. લોટ હાંડવો ઢોકળા નો લેવાનો છે. હાંડવા ઢોકળા ના લોટ નું માપ આપેલું હતું. પણ ફરીથી જોઈ લો. અઢી કપ ચોખા અને એની સામે દોઢ કપ ચણાની દાળ લેવાની છે. અને ૨ ચમચી અડદની દાળ અને બે ચમચી તુવેરની દાળ આ બધી વસ્તુ મિક્સ કરીને હાંડવો ઢોકળા નો લોટ તૈયાર કરવાનો છે.

15- તમે ખાલી ચોખા અને ચણાની દાળ પણ લઈ શકો છો. આ લોટ તમારે એક કપ લેવાનો છે. અને જે મિશ્રણ તૈયાર થાય તેને બરાબર મિક્સ કરી લેવાનું છે. આ મિશ્રણ ઢીલું તૈયાર થયું છે. થયું કે નઈ?હા તો આ લોટ નું મિશ્રણ તૈયાર થયું એના આપણે મુઠીયા નથી વણવાના આપણે થાળીમાં પાથરવાનું છે.

16- આપણે લોટ તૈયાર કરી લીધો છે જે ખીરું વચ્ચે નો આ લોટ તૈયાર થાય છે. એના પહેલા જે આપણે નાયલોન ખમણ ની વાત કરી હતી તે પ્રમાણે થાળી મૂકવાની છે. થાળી પર થોડું તેલ લગાવી દેવાનું છે. પછી આપણે ઢોકળીયામાં તે ખીરું પાથરી દેવાનું છે. આપણે જે માપ આપ્યું છે તે એક થાળી નું છે. અને તેમાં એક કપ જેટલો લોટ સમાઈ છે.

17- હવે તમને એવું લાગે કે હજુ ખીરું ઢીલું છે ઘણીવાર દુધી માંથી પાણી વધારે છૂટે છે. તો તમે પા કપ લોટ પણ ઉમેરી શકો છો. એટલે તમને ખ્યાલ આવી જશે કે નોર્મલ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. બસ આ મિશ્રણને તમે બાફવા માટે તમે ઢોકળીયામાં મૂકી દો અને ઉપરથી ઢાંકણ ઢાંકીને અને લગભગ પંદરથી વીસ મિનિટ માટે બાફવા દો. અને બફાઈ જાય પછી બહાર કાઢી ને સરસ મજા ના પીસ પાડી લો.


18- હવે આપણે વગાર માં શું કરવાનું છે તે જોઈએ. સૌથી પહેલા આપણે બે મોટી ચમચી તેલ લેવાનું છે. મુઠીયા છે એટલે તેલ થોડું વધારે જ જોઈશે. અને તેમાં રાય અને તલનો વઘાર મૂકીશું. લીલા મરચા અને મીઠો લીમડો પણ લેવાનો છે. જો તમને ગમે તો તેમાં અડદની દાળ પણ સરસ લાગે છે. તો તમે ઉમેરી શકો છો. હવે તેની અંદર પા કપ પાણી ઉમેરવાનું છે. આપણે કોઈ દિવસ મુઠીયા માં પાણી નથી ઉમેરતા બરાબરને? પણ આજે આપણે ઉમેરીશું. પાણી ને ઉકળવા દેવાનું છે. પાણી ઉકળે એટલે તેમાં થોડું મીઠું અને એક ચમચી જેટલો લીંબુનો રસ અને એક ચમચી ખાંડ ઉમેરવાની છે.આ મિશ્રણને ફરીથી ઉકડવાનું છે. જેથી કરીને એક વઘાર સરસ તૈયાર થઇ જાય. હવે આ તૈયાર થયેલા વઘારમાં તમે મુઠીયા ઉમેરી ને બહુ સરસ રીતે મિક્સ કરી લો.અને ઉપર થી સરસ મજા ની કોથમીર ભભરાવી લો. એટલે તમારા ગરમાગરમ મુઠીયા તૈયાર થઈ ગયા છે.

19-આવા જ તમે મુઠીયા ખાવ છો ને? રેસ્ટોરન્ટ માં. તમને વિચાર આવે છે કે આવા મુઠીયા ઘરે કેમ નથી બનતા. તો હવે આજ પછી તમારા ઘરે પણ આવા જ બનશે.અને તમે ખાય શકશો એની ટાઈમ.

20-તેને તમે સવારના બ્રેકફાસ્ટમાં પણ લઈ શકો છો. ઘણાને બ્રેકફાસ્ટમાં પણ મુઠીયા બહુ જ ભાવતા હોય છે.અને હા આ મુઠીયા બપોરે કોઈ ગેસ્ટ જમવા આવ્યા હોય ત્યારે પણ તમે ફરસાણમાં પણ મુકો તો પણ બહુ જ સરસ લાગે છે. કારણ કે તેના એકદમ પીસ કરેલા હોય છે.બધાને હવે તળેલી વસ્તુ નથી ભાવતી તો હંમેશા એવું થાય કે ખમણ જ ખાવાના એટલે હવે તમે મુઠીયા પણ બનાવી શકો છો.

21- હવે આપણા મસ્ત મજાના મુઠીયા તૈયાર થઈ ગયા છે. તમે આ ટિપ્સથી ચોક્કસથી ઘરે બનાવજો.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *