ડાયટની નવી પરિભાષા – નાસ્તામાં ટેસ્ટી અને હેલ્થી ઓપશન શોધી રહ્યા છો? તો આ તમારી માટે જ છે..

આજે આપણે” ડાયટ ની નવી પરિભાષા”- Episode-4 Easy Tasty And Healthy Option For Snacks. બાળકો નું જે ભૂખ હોય વચ્ચે ની તેના માટે શું ઓપ્શન છે.તે જોયું હતું. અને બાળકો માટે હેલ્ધી ઓપ્શન છે.હજુ આપણે બીજા ઓપ્શન જોઈશું.

1- કોર્ન ચાર્ટ પહેલા મકાઈને બાફી લેવાની છે.મકાઈ અત્યારે ખૂબ સરસ આવી રહી છે.અને તેના પર મસાલો છાંટી દો.અને એક ચમચી ઘી લેવાનું.ઘી ખાવા થી આપણું શરીર વધે છે તેવું નથી.ઘી માં એક એવી ફેટ રહેલી છે.તે ફેટ ને ઓગળે છે.એટલે ઘી તો હમેશાં ખાવું જોઈએ.તો ઘી ખાવું જરૂરી છે.

2- હમેશા કઈ પણ વસ્તુ લો માપ સર જ લેવું જોઈએ.હવે વચ્ચે વચ્ચે ખાવાની જે ટેવ છે તેના માટે તો કોર્ન ચાર્ટ.તો આવી રીતે કોર્ન ચાર્ટ બનાવી શકો છો.તમે ચાટ મસાલો છાંટો અને તમે લીંબુ પણ છાંટી શકો.લાલ મરચું પાવડર પણ છાંટી શકો છો.આવી જ રીતે આ કોર્ન ચાર્ટ બનાવી તેના સિવાય તમે કોર્ન ચાર્ટ માં તમે નાના નાના ખાખરા ના ટુકડા ઉમેરી દેશો તો સરસ લાગશે.અને તેની અંદર એક ચમચી ટામેટા નો સોસ ઉમેરી દો.એટલે થોડું શોગી પણ થઈ જશે.અને એકદમ ડ્રાય પણ નઈ લાગે.નાના બાળકોને તો બહુ મજા પડી જશે.

3- તો મમ્મીઓ માટે શોધવાનું છે કે આવા હેલ્ધી ઑપ્શન ક્યાં થી શોધવાના. બાળકોને ભૂખ લાગવાની જ છે.અને ચટપટું જ ખાવાનું શોધતા હોય છે.અને ખાસ કરીને જંગફૂડ જ તે લોકો ને બહુ જ પ્રિય છે.તો જંકફૂડ માંથી આપણા ફૂડ તરફ કેવી રીતે વાળવાના. તે ખૂબ અગત્ય નું છે.આપણે એવું ના વિચારી લઈએ તે લોકો ને તો ખાલી બહાર નું આપીશ તો જ ખાશે.અને ખાખરા આપીશ તો એ નઈ ખાય.ના એવું નથી તમે તેનો સ્વાદ કેવો ઊભો કરો છો ને તે બાળકોને વધારે અગત્યનું છે. તેના સિવાય ભાખરી પિઝા બાળકોના ફેવરિટ છે અને એની ટાઈમ તે લોકોને એવું થાય કે ભાખરી પિઝા ખાવા છે. મારે પીઝા ખાવા છે.

તો બહારથી સરસ રોટલો લઈ આવી ઉપર સોસ લગાવી. હંમેશા એવું થાય કે દરેક વખતે ઘરે ન બનાવી એ. તો શું કરીએ બહારથી તૈયાર લાવીએ.જે તૈયાર લાવીએ તે પ્રોસેસ્ ફૂડ છે પીઝા પ્રોસેસ કરેલા આવે છે.ચીઝ પણ પ્રોસેસ કરેલું આવે છે.અને સોસ છે તે પણ પ્રોસેસ કરેલું છે.તેની અંદર બવ બધી સામગ્રી ઉમેરી લી હોય છે. જે આપણા શરીર ને ઘણું નુકશાન કારક છે.તો તમારે શું કરવાનું કે ભાખરી લેવાની છે.અને તેની સાથે આપણે સોસ બનાવતા હોય છે.ત્યારે તમે ઘરે બનાવેલો ટામેટા સોસ લઈ શકો છો.

4- સોસ લઈ તેની અંદર લાલ મરચું પાવડર,ચાટ મસાલો લઇ અને હબ્સ ઓરેગાનો છે.એ તમે ઉમેરી દો.અને તે મિક્સ કરી લો.તો તમે તેનો ટેસ્ટ કરશો તો બહાર જેવો જ આવશે.અને આ બાળકો માટે બેસ્ટ છે.જે ભાખરી છે તેના પર સોસ લગાવી લો.અને થોડા વેજીટેબલ ઉમેરી દો.અને થોડા પ્રમાણમાં ચીઝ ઉમેરવાનું.

એટલે કે બહુ વધારે પ્રમાણમાં જે બહાર ના પીઝા ખાવ અને જે ઘરે બનાવો એમાં તમે જોશો પીઝા માં ચીઝ નો કેટલો તફાવત છે.બહાર બહુ સારા એવા પ્રમાણમાં ચીઝ ઉમેરવામાં આવતું હોય છે.આ રીતે હેલ્ધી પીઝા આપી શકો છો.તો આવી નવી નવી વેરાયટી બનાવતા જાવ અને હા વધારે ભૂખ લાગે એવું કંઇક થાય ટામેટાં ની સરસ મજા ને સ્લાઈસ પાડો.ઉપર મીઠું,ચાટ મસાલો છે.અથવા તો ઉપર મરી પાવડર ભભરાવી લઈશું.થોડું લીંબુ છાંટી લો.તો તે બાળકો ને ટેસ્ટી લાગે છે.

5- તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.અને બાળકો ને હેલ્ધી વાનગી પણ મળશે.અને હેલ્ધી ખાતા થશે. હેલ્ધી વસ્તુ ટેસ્ટી બનાવી ને આપશો તો એ ચોક્કસ થી ખાશે જ.તેવી જ રીતે શેકેલો ચેવડો છે એ ચેવડા માં પણ શેકેલો ચેવડો બાળકો ને આપશો તો તે બાળકો ને નઈ ભાવે.અને નઈ મજા આવે.પણ તે ચેવડા માં નવું વેરીએસન આપશો.તેમાં થોડા વેજીટેબલ એડ કરશો તો કેપ્સિકમ ઉમેર સો તો તે નઈ ખાય એક એક બહાર કાઢી ને મૂકી દેશે.બાળકો ને હંમેશા ફ્રાઇડ નાસ્તો બહુ પસંદ હોય છે.

પણ ફ્રાઇડ કઈ રીતે હેલ્ધી બનાવવા નું તે મમ્મીના હાથમાં હોય છે.બાળકો ને પૂરી પણ બહુ જ ભાવતી હોય છે.પૂરી પણ આવી રીતે કંઇક ટોપિંગ કરી સરસ મજાનું અલગ રીતે તેની ચાટ ના ફોર્મ માં અથવા તો પૂરી લો તો તેની પર તીખી ચટણી છે ગ્રીન ચટણી છે.મીઠી ચટણી છે.થોડા મમરા છે.અથવા તો તમે ચણા નું શાક બનાવ્યું હોય તો તે નાખી દો.

6- વિક માં એક વખત લગભગ કાળા ચણા બનતા જ હોય છે. ચણા ની ચાટ પણ ખવડાવી શકો છો.ખૂબ જ હેલ્ધી છે.અને ખૂબ જ સારું છે.એવી રીતે મગ પણ વિક માં એક વાર બનતા જ હોય છે.તો એવી રીતે મગ ની ચાટ બનાવી ને ખવડાવો.મગ બાળકો નઈ ખાય મગ નું શાક ખાવાનું આવે એટલે નાક નું ટેરવું ચડી જશે.પણ મગ ની ચાટ બનાવી ને આપશો તો ચોક્કસ થી ખાશે.તો તમને એવું થશે કે મારું મગ નું શાક નથી ખાતા ચણા નું શાક નથી ખાતા તેના માટે તો અલગ જ શાક બનાવુ પડે છે.તો આવું જ્યારે વિચારસો તો તેનું થોડું સ્વરૂપ બદલાવી ને આપશો તો ચોક્કસ થી બાળકો ખાસે.અને કંઇક નવું પણ મળશે.તો આ રીતે ઘણા બધા આઈડિયા છે.

7- હવે જમવા માં શું લેવાનું.આપણું જે જમણ છે તે ખરેખર બરાબર છે કે નહીં તે પરફેક્ટ છે.તેમાં કંઇ સુધારા વધારા કરવાની જરૂર છે કે શું?તેના માટે આપણે નેકસ્ટ વિક મળીશું.

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *