તમારી રસોઈ ને સરળ અને સ્વાદિષ્ટ બનાવે તેવી ખુબ જ ઉપયોગી કિચન ટિપ્સ

આજે આપણે જોઇશું રસોઈ ને સરળ અને સ્વાદિષ્ટ બનાવે તેવી ખૂબ ઉપયોગી કિચન ટિપ્સ.

1- હવે આપણે દાળ ઢોકળી બનાવતી વખતે લોટ માં થોડો ચણા નો લોટ મિક્સ કરવાનો.જેથી ઢોકળી ઉકડીયા પછી તૂટી નહીં જાય. જ્યારે તમે દાળ ઉકળતી હોવી જોઈએ.પછી જ ઉકળતી દાળ માં ઢોકળી નાખવાની.જેથી તમારી ઢોકળી એકબીજા સાથે ચોંટીયા વગર એકદમ છૂટી છૂટી રહેશે.તો હવે જ્યારે પણ દાળ ઢોકળી બનાવો ત્યારે આ ટિપ્સ ને ફોલો કરજો.

2- હવે કોબિઝ નું કે બીજા વેજીટેબલ નાખી ને મંચુરિયન બનાવો ત્યારે વેજીટેબલ ને સમારિયા પછી બધું પાણી નિતારી લેવાનું.જેથી લોટ ની અોછી જરૂર પડશે.


3- જ્યારે કોથમીર ફુદીના ની ચટણી બનાવો ત્યારે મિક્સર માં પીસતી વખતે સાથે બરફ ના ટુકડા નાખવાના.જેથી ચટણી લાંબા સમય સુધી કાળી નહિ પડે.અને તેનો કલર એકદમ સરસ ગ્રીન આવશે.તો જ્યારે પણ ચટણી બનાવો ત્યારે આ ટિપ્સ જરૂરથી ફોલો કરજો.

4- હવે પાવભાજી બનાવતી વખતે જ્યારે બધા શાકભાજી બાફતી વખતે સૌથી પહેલાં વઘાર કરી લેવાનો. તેમાં બીટ નાખવાનું જેથી તેનો કલર સરસ આવશે.તમારે ફૂડ કલર ની જરૂર નહી પડે.

5- જ્યારે તમે પુલાવ બનાવો કૂકર માં ત્યારે રાઈસ ને વીસ થી ત્રીસ મિનિટ ચોક્ક્સ થી પલાળી રાખવા.અને વેજીટેબલ કુક થયા પછી રાઈસ એડ કરો ત્યાર પછી હળવા હાથે રાઈસ ને મિક્સ કરી લેવાના.આ રીતે ઘી થી બધા રાઈસ કુક થઈ જશે.અને પુલાવ એકદમ છુટ્ટો બનશે.

6- હવે દહી વડા સોફ્ટ નથી બનતા તો તેના માટે દહી વડાની બેટર ને એક જ બાજુ ફેટી લેવાનું.આપણે દસ મિનિટ સુધી તેને ફેટી લઈશું.હવે તમારે ચેક કરવું છે કે બેટર માંથી વડા બનાવવા માટે તે તૈયાર છે કે નહીં તો આ રીતે પાણી લઇ થોડું બેટર એડ કરવાનું.અને બેટર ઉપર તરે તો આપણા વડા ફ્રાય કરવા માટે તૈયાર છે.આ ટિપ્સ ને ફોલો કરશો તો તમારા વડા એકદમ સોફ્ટ બનશે.

7- જ્યારે તમે ઘઉંના લોટની ડ્રાય કચોરી બનાવો ત્યારે લોટ માં ઘી નું જ મોવાણ નાખવાનું.અને મોવાણ મુઠી વરે તેવું હોવું જોઈએ. અને કચોરી ને ધીમા ગેસ પર ફ્રાય કરવાની.આ રીતે કરવાથી તમારી કચોરી એકદમ ખસ્તા બનશે.


8- જ્યારે તમે પાસ્તા બનાવો ત્યારે પાણી ને ઉકળવા દેવાનું.અને પછી તેમાં તેલ અને મીઠું નાખી ત્યાર પછી જ પાસ્તા નાખવાના.અને ચમચા થી તૂટે તેવા બોઇલ કરવાના.વધારે નથી કરવાના.અને બોઈલ થઈ ગયા પછી કાણાવાળા વાડકા માં કાઢી લઈશું.અને તેમાં તરત જ ઉપર ઠંડુ પાણી નાખી દેવાનું.એટલે કુકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય.અને એક ચમચી તેલ લેવાનું.અને તેને હલાવી લેવાનું.એટલે પાસ્તા એકદમ છુંટા રહેશે.

9- હવે પાલક પનીર કે પાલક ની કોઈ પણ રેસિપી બનાવો ત્યારે પાલક ને બોઈલ કરવા માટે પહેલા પાણી ગરમ કરવાનું. ત્યાર પછી તેમાં ધોઈએલી પાલક એડ કરવાની.અને બે થી ત્રણ મિનિટ બોઈલ કરવાની.ત્યાર બાદ બરફ વારા પાણી માં એડ કરી લઈશું.હવે તેમાં એક મિનિટ રહેવા દઇશું.ત્યાર પછી તેને મિક્સર જારમાં લઈ પીસી લઈશું.આ રીતે કરવાથી પાલક નો કલર એકદમ સરસ ગ્રીન જળવાઈ રહેશે.

10- જો તમારા મમરા લાંબા સમય સુધી ક્રિસ્પી નથી રેહતા તો મમરા ને વઘાર તા પેહલા કડાઈ ગરમ કરવાની.તેમાં મમરા નાખી ચાર મિનિટ ધીમા ગેસ પર ડ્રાય રોસ્ટ કરી લઈશું.આમ કરવાથી મમરા માં રહેલો બધો જ ભેજ નીકળી જશે.અને મમરા લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે.તો આ રીતે અલગ અલગ દસ ટિપ્સ જોઈ તો તેને જરૂર થી ફોલો કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *