બટેટાવડાં ભજીયાની એક નવી જ વેરાયટી – ચણાના લોટમાં નહિ પણ ઘઉંના લોટના બનાવો બટાટાવડા..

હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું અલ્કા સોરઠીયા આજે એક નવી જ રેસિપી લઈને આવી છું. આપણે બટેટાવડાં તો અવારનવાર બનાવતા જ હોઈએ છીએ, આ બટેટાવડાં આપણે ચણાના લોટના ખીરામાં ડીપ કરીને તળતા હોઈએ છીએ પરંતુ આજે આપણે ઘઉંના લોટનું ખીરું બનાવીને બટેટાવડાં બનાવીશું તો જે લોકોને ચણાનો લોટ માફક ના આવતો હોય તે પણ બટેટાવડાં બનાવીને ખાઈ શકે તેમજ મરચાને પણ કંઈક અલગ રીતે બનાવીશું તો ચાલો બતાવી દઉં ફૂલ રેસિપી

સામગ્રી:-

Ø 500 ગ્રામ બટેટા

Ø 250 ગ્રામ ચણા નો લોટ

Ø 100 ગ્રામ લીલા મરચા

Ø કોથમીર

Ø 1/2 ઇંચ આદુ

Ø 1/2 ઘઉં નો લોટ

Ø 3 ટેબલ સ્પૂન સુજી

Ø 1/2 ટેબલ સ્પૂન મીઠું

Ø ચપટી તજ પાવડર

Ø ચપટી ગરમ મસાલો

Ø ચપટી વરિયાળી

Ø ચપટી મરી

Ø ચપટી કૂકિંગ સોડા

Ø ચપટી હળદળ

Ø 1 & 1/2 ટેબલ સ્પૂન લીંબુ નો રસ

Ø તળવા માટે તેલ

તૈયારી:-

Ø મરી તેમજ વરિયાળીને પીસી લેવી તેમજ બટેટા બાફી લેવા.

Ø કોથમીરને બારીક સમારી લેવી તેમજ આદુ મરચાની પેસ્ટ તૈયાર કરવી.

રીત:-

1) સૌપ્રથમ બટેટાવડાં માટેનો મસાલો તૈયાર કરો તે માટે એક મોટા બાઉલમાં બાફેલા બટેટા, કોથમીર, આદુ મરચા ની પેસ્ટ, ધાણાજીરું, વરિયારી, નમક, ગરમ મસાલો, મરી, તજ પાવડર, હિંગ, તેમજ લીંબુ નો રસ નાખી બધું સારી રીતે મિક્સ કરી લો. બટેટાવડાનો મસાલો વઘારી ને પણ બનાવી શકાય પરંતુ આ રીત પણ મસાલો સ્વાદિષ્ટ જ બને છે.

2) મસાલો તૈયાર કર્યા બાદ મરચાને બે ભાગમાં ચીરી લો. હવે આ મરચાની ચીરીઓમાં બટેટાવડાનો મસાલો ભરી લો. આ રીતે મરચામાં બટેટાવડાંનો મસાલો ભરીને તળવાથી મરચા ખુબ જ ટેસ્ટી લાગે છે.

3) મરચા ભરાઈ ગયા બાદ જે મસાલો વધે તેના નાના નાના ગોળ ગોળ બોલ્સ બનાવી લો.

4) હવે ભજીયા તળવા માટે તેલ ગરમ મૂકી દો અને તેલ ગરમ થાય ત્યાંસુધીમાં લોટ ડોઈ તૈયાર લો. તે માટે એક બાઉલ માં ચણાનો લોટ લો ને તેમજ બીજા બાઉલ માં ઘઉં નો લોટ લો.બંને લોટમાં ચપટી ધાણાજીરું, મીઠું, રવો, કોથમીર તેમજ થોડી હળદળ નાંખી બધું બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરી મીડીયમ ઘટ્ટ ખીરું તૈયાર કરો. ખીરામાં ગઠ્ઠા બિલકુલ ન રહેવા દેવા, જરૂર પડે તો બીટરની મદદથી મિક્સ કરો.

5) ત્યારબાદ બંને ખીરામાં ચપટી કુકીંગ સોડા નાખી તેના પર થોડો લીંબુ નો રસ નાંખો અને મિક્સ કરી લો.

6) હવે ભરેલા મરચાને ચણાના લોટના ખીરામાં બોળીને તળી લો. કલર સહેજ ડાર્ક થાય એટલે પ્લેટમાં લઈ લો અને તે જ રીતે થોડા બટેટાવડાં પણ તળી લો.

7) થોડા બટેટાવડાંને ઘઉંના લોટમાંથી તૈયાર કરેલ ખીરામાં બોળીને તળી લો. ભરેલા મરચાને પણ ઘઉંના લોટના ખીરામાં બોળીને તળી શકાય.

8) તો મિત્રો છે ને સરસ વેરાયટી તો એકવાર આ રીતે બનાવી જોજો તમને પણ ભાવશે તેમજ એકવાર સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જરૂર જોઈ લેજો જેથી બનાવવામાં સરળતા રહે.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

રેસિપી વિડીયો :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *