ઓટ્સ ઉત્તપમ – આ એક એવી બ્રેકફાસ્ટ રેસિપી છે જે દરેક ઉંમરના વ્યક્તિને ભાવે

ઓટ્સ ઉત્તપમ એવી બ્રેકફાસ્ટ રેસિપી છે જે દરેક ઉંમરના વ્યક્તિને ભાવે. વિવિધ ચટણી અને સંભાર સાથે સર્વ કરવામાં આવે ત્યારે સ્વાદ બમણો થઈ જાય છે.

બ્રેકફાસ્ટ માટે ઓટ્સ સૌથી હેલ્ધી ઓપ્શન છે કારણકે આમાં ઝિંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનિઝ, કોપર જેવા પોષકતત્વો રહેલા છે. ઓટ્સમાં રહેલું ડાયેટરી ફાઈબર અને મિiનરલ્સ કોલેસ્ટ્રોલ અને બ્લડપ્રેશર કંટ્રોલ કરી હૃદયને સ્વસ્થ રાખે છે. સાથે જ હાઈપર ટેન્શન અને વજન ઘટાડવામાં મદદરૂપ છે.

તો આજે શીખીશું ઓટસ ઉત્તપમ …તો ચાલો તૈયાર છો …..

સામગ્રી :


– 1 કપ ઓટસ

– 1/2 કપ રવો

– 1 નાનું બટાકું છીણેલું (કાચું લીધું છે )

– 1 નંગ કાંદો છીણેલું

– 2 નંગ મરચાં કટ કરેલાં

– થોડી કોથમીર

– સ્વાદ મુજબ મીઠું

– 1/2 ચમચી મરચું પાવડર

– શેકવા માટે ઓઇલ

– જરુર મુજબ પાણી

રીત :


(1) એક બોવેલ માં 1 કપ ઓટસ લઈ તેમાં 1/2 કપ રવો ઉમેરી અને 1 નંગ છીણેલું બટેકુ ઉમેરી. ત્યારબાદ તેમાં મસાલો કરવો જેવો કે ::1 નંગ સમારેલો કાંદો ,ઝીણા સમારેલાં મરચા ,મરચું પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું .

(2) હવે ,આ મિશ્રણ માં જરૂર મુજબ પાણી ઉમેરી better તૈયાર કરવું. અને છેલ્લે સમારેલી કોથમીર ઉમેરી આ better ઉત્તપમ ઉતરે એટલું રાખવું .બોવ પાતળું ના કરવું .

(3) એક નોન – સ્ટીક પેન ને ગરમ કરવા મુકી .થોડું તેલ ઉમેરી ઉત્તપમ નું મિક્સરણ પેન માં પાથરવું. હવે ,પાછું તેલ આજુબાજુ ઉમેરી આગળ – પાછળ ઘીમાં flame પર ઉત્તપમ શેકી લેવું .અને સોસ સાથે સર્વ કરવું .

નોંધ :

તમે રવા ને બદલે ઘઉં નો જાડો લોટ પણ લઇ શકો છો .અને જો તમે પાણી ને બદલે છાસ નો પણ ઉપયોગ કરી શકો છો .


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *