ઓળો રોટલા બાઇટ્સ – ઓળો અને રોટલા તો બનાવતા જ હશો હવે તેમાંથી બનાવો આ નવીન વાનગી, બધાને પસંદ આવશે…

ફ્રેંડસ હમણાં ઠંડી ખૂબ જ સરસ પડી રહી છે. અને આપણે બધા ઓળો અને રોટલો ખાતા જ હોઈએ છે . પણ ઘણાયને રિંગણ ભાવતું નથી હોતુ .તો એમના માટે આ “ઓળો રોટલા બાઇટ્સ ” ઓપ્શન ખુબ સરસ છે ….

અને તમને ખબર છે આ બાઇટ્સ ખાસ મેં મારાં હસબન્ડ માટે બનાવ્યા છે .કેમ કે એમને રીંગણ બિલકુલ ભાવતું નથી . નાના નાના ઓળો રિંગણ બાઇટ્સ ખાવામાં ખૂબ જ સરસ લાગેછે .સ્ટાર્ટર અને પાર્ટી માટે તો એકદમ નાઉ જ ઈનોવેશન છે. તો ચોક્ક્સ થી try કરજો….

“ઓળો રોટલા બાઇટ્સ”

સામગ્રી :-

image source

રોટલા માટે –

  • બાજરી નો લોટ – ૨ કપ
  • કાળા અડદ નો લોટ – ૧/૪ કપ
  • મીઠું – સ્વાદ પ્રમાણે
  • તેલ – તળવા માટે
image source

ઓળા માટે ની સામગ્રી :-

  • મોટું રિંગણ – ૧ શેકીને
  • લીલા મરચા – ૩ શેકીને
  • લસણ ની કણી – ૪
  • કોથમરી – ૨ ચમચા

વઘાર માટે :-

  • જીરું – ૧/૨ ચમચી
  • અજમો – ૧/૪ ચમચી
  • સીંગદાણા – ૨ ચમચા શેકીને ટુકડા કરીને
  • લિલી ડુંગળી – ૪ ચમચા સમારેલી
  • તેલ – ૨ ચમચી
  • મીઠું સ્વાદપ્રમાને

રીત :-

શેકેલા રિંગણ ની છાલ અને દીઠું કાઢી નાખવું શેકેલા મરચા ,લસણ , કોથમરી જાડું ખાંડી લેવું. તેમાં રિંગણ ને પણ મિક્સ કરવું. હવે કઢઈ માં તેલ ગરમ રાખી તેમાં જીરું , અજમો , સીંગદાણા , લિલી ડુંગળી નાખી શેકી લેવું. હવે સ્મેશ કરેલું રીંગણ તેમાં નાખવું.

મીઠું નાખી ૫ મિનિટ ધીમા ગેસપેર ઢાકીને રાખવું. રોટલા માટે બજરીનો લોટ , કાળા અડદ નો લોટ , મીઠું બધું ભેગું કરી નવશેકા પાણીથી લોટ બાંધી લેવો.

હવે નાના નાના બોલ્સ બનાવી લેવા. એક balls લઈ તેને ગોળ આકાર આપવો. પુરી બનાવી તેમાં ચમચી થી ઓળો નાખી વ્યવસ્થિત બંદ કરી લેવું.

આવી રીતે બધા બાઇટ્સ બનાવી લો. કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકવું. ધીમા તાપે સોનેરી રંગના ઓળો રોટલા બાઇટ્સ તળી લેવા. દહીં સાથે સર્વે કરવા.

તો છેને …..મસ્ત મજાના ક્યારે પણ ટેસ્ટ નહી કર્યા હોય તેવા ઓળો રોટલા બાઇટ્સ…..

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *