ડાયરેક્ટ જીરા રાઈસ – ચોખાને ઓસાવીને બનાવેલ જીરા રાઈસ પણ પરફેક્ટ નથી બનતો તો આ રીતે બનાવો…

કેમ છો મિત્રો? જય જલારામ. આજે હું લાવી છું ડાયરેક્ટ જીરા રાઈસ બનાવવા માટેની સરળ અને એકદમ પરફેક્ટ એવી રેસિપી. જનરલી આપણે જીરા રાઈસ એ પહેલા બાસમતી ચોખાને ઉકળતા પાણીમાં ઉમેરીએ અને પછી તેને ઓસાવીને બનાવતા હોઈએ છીએ પણ આજે હું આપની માટે લાવી છું એક નવીન અને પરફેક્ટ રીતે જેમાં તમે ડાયરેક્ટ વઘારીને પણ જીરારાઇસ બનાવી શકશો. તો ચાલો ફટાફટ શીખી લઈએ આ સરળ ડાયરેક્ટ જીરા રાઈસ.

સામગ્રી

  • બાસમતી ચોખા – 2 કપ આશરે 200 ગ્રામ
  • મીઠું – સ્વાદ મુજબ
  • જીરું – એક થી દોઢ ચમચી
  • ઘી – ત્રણ ચમચી
  • તેલ – ત્રણ ચમચી
  • પાણી – 2 ગ્લાસ

ડાયરેક્ટ જીરા રાઈસ બનાવવા માટેની સરળ રેસિપી.

1. સૌથી પહેલા તો બાસમતી ચોખાને બે ત્રણ વાર પાણીથી ધોઈ લો અને પછી એ ચોખાને પાણીમાં પલાળી રાખો. 5 થી 10 મિનિટ જ પલાળવાના છે.

2. હવે એક જાડા તળિયાની કઢાઈમાં તેલ અને ઘી ગરમ કરવા મુકો.

3. હવે તેમાં જીરું ઉમેરો. જીરુંને બરાબર ફૂટવા દેવાનું છે.

4. હવે તેમાં આપણે ચોખાને ઉમેરીશું. ચોખાને પાણીમાંથી નિતારીને ઉમેરવા પાણી સાથે ઉમેરવાના નથી.

5. હવે પહેલા આપણે ચોખાને એ વઘારમાં બરાબર મિક્સ કરી લઈશું. જેથી બધા ચોખા બરાબર શેકાઈ જાય.

6. હવે બરાબર હલાવીને આપણે તેમાં પાણી ઉમેરીશું યાદ રાખો જો તમે બે કપ ચોખા લીધા છે તો બેગ્લાસ પાણી જ લેવું. વધારે પાણી ઉમેરવાથી તમારા જીરા રાઈસ છુટા નહિ પડે અને પછી લોચા જીરા ભાત ખાવો પડશે એટલે પાણી માપસર જ નાખવું.

7. હવે આમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને ચઢવા દેવાનું છે.

8. મીઠું ઉમેરીને બરાબર હલાવીને એક થાળી કે ડીશ ઢાંકી દો જેથી જીરારાઇસ ફટાફટ બની જાય.

બસ તો થોડી જ વારમાં તૈયાર છે તમારા જીરા રાઈસ જે તમે દાલફ્રય કે કોઈપણ પંજાબી મેનુ સાથે સેટ કરી શકશો. એકવાર કે બે વાર બનાવ્યા પછી તમને પરફેક્ટ માપની ખબર પડી જાય પછી તમે આ ડાયરેક્ટ જીરારાઇસ કૂકરમાં પણ બનાવી શકશો. કઢાઈમાં બાનવીએ અને જેટલું પાણી ઉમેરીએ તેનાથી ઓછું પાણી કૂકરમાં બનાવતા સમયે લેવાનું જેથી રાઈસ એકદમ છૂટો અને સાઈનિંગ વાળો બને..

તો મિત્રો તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળીશું આવી જ કોઈ નવીન અને પરફેક્ટ રેસિપી સાથે ત્યાં સુધી આવજો.

રસોઈની રાણી : પદમા ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *