ચટપટ્ટી કોનૅ ચાટ – તમારા ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવે એવી ટેસ્ટી અને ચટપટી વાનગી..

ચટપટ્ટી કોનૅ ચાટ – શું તમારે ડાયેટ કરવું છે અને ચટપટું ખાવાની ઈચ્છા થાય છે ? તો આ હેલ્ધી અને લો ફેટ વાનગી છે બેસ્ટ ઓપશન.

• મિત્રો હાલમાં બધાને વધુ વજન ની સમસ્યા ખૂબ જ સતાવતી હોય છે અને ઘણા બધા લોકો મોટાપો નો શિકાર બનેલા હોય છે તો આ બધા જ લોકોને વજન ઓછું કરવું તો છે જ પણ ટેસ્ટી અને ચટાકેદાર વાનગીઓ ખાવાની ઈચ્છા થાય છે તો આજે આપણે હેલ્ધી ટેસ્ટી , ચટાકેદાર લો ફેટ એટલે કે ડાયેટ માં લઇ શકાય એવી રેસિપી હું તમને બતાવવાની છું જે વજન ઘટાડવા માં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો વજન ઓછું કરવાની સાથે સાથે સ્વાસ્થ્યવધૅક આ કોનૅ ચાટ વિડિયો રેસિપી થી શીખો અને જરૂરથી ટ્રાય કરજો.

• તો ચાલો જોઈએ અને રેસીપી ગમે તો નવી નવી રેસિપી જોવા માટે Prisha Tube ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો .

• સામગ્રી :-

  • • ૧બાઉલ બાફેલી અમેરિકન મકાઈ
  • • ૧ ઝીણી સમારેલી ડુંગળી
  • • ૧ ઝીણું સમારેલું ટમેટું
  • • ૧/૨ ચમચી લાલ મરચું
  • • ૧/૨ ચમચી સંચળ
  • • સ્વાદ અનુસાર મીઠું
  • • ૧/૨ લીંબુનો રસ
  • • ૧/૨ ચમચી શેકેલું જીરું પાઉડર

રીત :-

સ્ટેપ ૧:- સૌપ્રથમ એક મોટા બાઉલમાં સમારેલી ડુંગળી, સમારેલું ટમેટું અને બાફેલી મકાઈ ના દાણા ઉમેરો.

સ્ટેપ ૨:- હવે તેમાં મરચું, સંચળ, મીઠું, લીંબુનો રસ અને શેકેલું જીરું ઉમેરીને બધું બરાબર મિક્સ કરો.

સ્ટેપ ૩:- તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી, હેલ્ધી અને લો ફેટ ચટાકેદાર ડાયેટ કોનૅ ચાટ.

આઈહોપ મિત્રો તમને મારી આ રેસિપી પસંદ આવી હશે. અને તમે પણ જો ડાયેટ કરતાં હોય તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો.

• નોંધ :-

  • • આ કોનૅ ચાટ માં પનીર,ચીઝ, કાકડી, કેપ્સીકમ, કોબીજ, વગેરે તમારા પસંદ ની સબ્જી ઉમેરી શકો છો.
  • • ચાટ મસાલો અને આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *