ઓટસ અને નાયલોન પૌઆ નો ચેવડો – સૂકા નાસ્તાની સૌથી બેસ્ટ વાનગી મહેમાનો ખુશ થઇ જશે..

દિવાળી આવી રહી છે એટલે બધા આ દિવાળી પર શું બનાવીશુ તેની તૈયારી માં લાગી ગયા હશે. તો આ વખતે તમારા સૂકા નાસ્તા ના લિસ્ટ માં એક હેલ્થી રેસીપી એડ કરી દો. આજે અપને જોઇશુ ઓટસ અને નાયલોન પૌઆ નો ચેવડો બનાવવાની રેસીપી. ખુબજ હેલ્થી એવી આ રેસીપી ચોક્કસ થી ટ્રાય કરજો મેહમાનો પણ ખુશ થઇ જશે. તો ચાલો રેસીપી જોઈ લઈએ.

સામગ્રી

૨ કપ ઓટસ

૨ કપ – નયલોન પૌઆ

અડધો કપ – દાળિયા

અડધો કપ – શીંગ દાણા

અડધો કપ – સૂકું ટોપરું પાતળું કાપેલું

૨-૩ ચમચી તેલ

મીઠો લીમડો

અડધી ચમચી હિંગ

અડધી ચમચી હળદર

૧ ચમચી મીઠું

૧ ચમચી દળેલી ખાંડ

૨ ચમચી આમચૂર પાઉડર

હવે સૌથી પેલા એક કડાઈ કે નોન સ્ટિક પેન માં ઓટસ ને શેકી લેવાના છે તેલ નાખ્યા વગર જ. ૨ મિનિટ સુધી શેકી લઇ અને ઓટસ ને નીકળી લેવાના છે. હવે તે જ કડાઈ માં નાયલોન પૌઆ ને ૧ મિનિટ માટે શેકી લઈશુ. પૌઆ પણ તેલ નાખ્યા વગર એમ જ શેકવાના છે.

હવે તેલ ગરમ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં શીંગદાણા અને સૂકા ટોપરા ને સાંતળી લેવાનું છે. ૧ મિનિટ જેવું સાંતળી લેવાનું છે, ટોપરા નો કલર પણ ચેન્જ થવા લાગશે હવે બને વસ્તુ એક બાઉલ માં નીકળી લો.

હવે તે જ ગરમ તેલ માં મીઠો લીમડો , હિંગ , અને હળદર નાખી દો અને તેમાં રોસ્ટ કરેલા ઓટસ અને પૌઆ બંને નાખી દો , સાથે દાળિયા નાખી દો અને બધું ધીમા હાથે મિક્સ કરી દો.

હવે આ બધું જ એક મોટા મિક્સિંગ બાઉલ માં લઇ લો તેમાં સાંતળેલા શીંગદાણા અને ટોપરું , મીઠું , દળેલી ખાંડ , આમચૂર પાઉડર આ બધું મિક્સ કરી લો. બસ હવે તૈયાર છે તમારો એકદમ હેલ્થી એવો ઓટસ અને નયલોન પૌવા નો ચેવડો. આ દિવાળી પાર ચોક્કસ થી ટ્રાય કરો અને તમારો ફીડબેક પણ જણાવો. ફરી મળીશુ નવી રેસીપી સાથે.


રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *