ઇન્સ્ટન્ટ પાન મુખવાસ – સાદો દાળ વરિયાળીનો મુખવાસ નહિ હવે બનાવો આ નવીન મુખવાસ…

મિત્રો ,દરેક ગુજરાતી ઘરોમાં જાતજાતના મુખવાસ હોય છે.મુખવાસ જુદી -જુદી રીતે બનાવવામાં આવે છે.આપણે ગુજરાતી ઘરોમાં મુખવાસ તો અચૂક હોય જ છે જે દરેક નાના-મોટા પ્રસંગોમાં કે પછી ઘરે કોઈ ગેસ્ટ આવે ત્યારે પીરસવામાં આવતો હોય છે. તો આજે હું તમારા માટે લઈને આવી છું,ગુલકંદ વાળો પાનનો મુખવાસ, જે ઇન્સ્ટન્ટ બનાવવામાં આવે છે.આ મુખવાસનો ટેસ્ટ બિલકુલ મીઠા પાન જેવો છે જેથી હરકોઈને ખુબજ પસંદ પડે છે.

પાનનો મુખવાસ બે રીતે બનાવામાં આવે છે. એક તો મુખવાસને તડકામાં સૂકવીને જેને તમે લાંબો સમય સ્ટોર કરી શકો છો અને બીજો ઇન્સ્ટન્ટ પાનનો ગુલકંદ વાળો મુખવાસ જે ને ફ્રીઝમાં સ્ટોર કરી છ મહિના સુધી ખાઈ શકાય. પાનનો સૂકવીને બનાવાતો ડ્રાય મુખવાસ બનાવવાની રેસિપી અગાઉ મેં શેર કરેલી છે તો હું ગુલકંદ વાળો મુખવાસ બનાવીશું.

સામગ્રી :

 • Ø 50 નંગ નાગરવેલનાં પાન
 • Ø 1/2 ટેબલ સ્પૂન ચૂનો
 • Ø 1/2 ટેબલ સ્પૂન કાથો
 • Ø 1/2ટેબલ સ્પૂન જેઠીમઘ
 • Ø 2-3 સળી મેન્થોલ ક્રિસ્ટલ
 • Ø 50 ગ્રામ સૂકા ચણોઠીના પાન
 • Ø 100 ગ્રામ મનપસંદ સોપારી
 • Ø 100 ગ્રામ સળી સોપારી
 • Ø 100 ગ્રામ નવરંગ સોપારી
 • Ø 20 ગ્રામ સ્નોપીક રસવા (લવલી પાઉડર )
 • Ø 100 ગ્રામ ગુલકંદ
 • Ø 50 ગ્રામ ટૂટીફ્રૂટી
 • Ø 100 ગ્રામ ખજૂર કતરી (ઓપશનલ )
 • Ø 100 ગ્રામ જેલી (ઓપશનલ )
 • Ø 200 ગ્રામ ચેરી (ઓપશનલ )
 • Ø 250 ગ્રામ વરિયાળી
 • Ø 250 ગ્રામ ધાણાદાળ

રીત :

1) આ મુખવાસ બનાવવા માટે નાગરવેલનાં પાન કે કલકત્તી પાન લઇ શકાય. પાનને સૌપ્રથમ સાફ પાણીથી ધોઈને કપડાથી લૂછી નાખો ત્યારપછી 2-3 પાનને ઉપરા -ઉપરી રાખીને તેની વચ્ચેની ડાંડલી કાઢી નાખો અને પછી તેને લાંબા અને પાતળા કાપી લો.

2) એક વાસણમાં 100 મિલી પાણી ગરમ કરો. પાણી ગરમ થઇ જાય ત્યારે તેમાં ચૂનાનું પાઉચ એટલે કે જે ચૂનાની ટોટી આવે છે.તેમાંથી 1/2 ચૂનો નાખવાનો છે.ચૂનાને પાણી સાથે મિક્સ કરી લો.

3) ચૂનો સારી રીતે મિક્સ થઇ જાય પછી તેમાં 1/2 ટેબલ સ્પૂન કાથાનો પાઉડર એડ કરો.પાઉડર અથવા કાથાની પેસ્ટ લઇ શકાય. તેને સારી રીતે મિક્સ કરી લો. પછી તેમાં 1/2 ટેબલ સ્પૂન જેઠીમધનો પાઉડર નાખો અને તેને સારી રીતે મિક્સ કરી લો.

4) પાણી થોડુંક ઠંડુ પડતા તેમાં મેન્થલ ક્રિસ્ટલ એડ કરી દો.મેન્થલ ક્રિસ્ટલની માત્રા સાવ ઓછી લેવાની છે. મેન્થલ ક્રિસ્ટલની સળી સારી રીતે ગળી જાય ત્યાં સુધી તેને મિક્સ કરી લો.

5) હવે એક મોટું અને પહોળું વાસણ લો. તેમાં કટ કરેલા નાગરવેલનાં પાન ,સૂકા ચણોઠીના પાન, વરિયાળી અને ધાણાદાળ એડ કરી સારી રીતે મિક્સ કરો.

6) આ મિશ્રણમાં હવે તૈયાર કરેલું પાણી એડ કરો. પાણી ઠડુ થઇ ગયા બાદ જ એડ કરવું આ બધાને ફરી થી હાથ વડે મિક્સ કરો.

7) મિક્સ કરી લીધા બાદ તેમાં 100 ગ્રામ મનપસંદ સોપારી ,100 ગ્રામ સળી સોપારી ,100 ગ્રામ નવરંગ સોપારી અને 20 ગ્રામ સ્નોપીક રસવા (લવલી પાઉડર )એડ કરો. બધાને બરાબર મિક્સ કરી દો.

8) હવે તેમાં 100 ગ્રામ ગુલકંદ એડ કરી મિક્સ કરો.

9) ગુલકંદ સારી રીતે મિક્સ થયા બાદ તેમાં 50 ગ્રામ ટૂટીફ્રૂટી, 100ગ્રામ ખજુરકતરી ,100 ગ્રામ જેલી અને 200ગ્રામ ચેરી એડ કરો.આ બધી જ વસ્તુ ટોટલી ઓપ્શનલ છે.આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરો.

10) આ મુકવાસને કાચની સાફ અને એરટાઈટ બોટલમાં ભરીને 6 મહિના સુધી ફ્રિજમાં સ્ટોરેજ કરી શકાય છે.જો આ મુખવાસને ચોકસાઈ પૂર્વક બનાવામાં આવે તો 6 મહિના સુધી બગડતો નથી.તો તૈયાર છે ,ગુલકંદ વાળો પાન નો મુખવાસ જે ઇન્સ્ટન્ટ અને ખુબજ સરળતાથી બનાવી શકાય છે.જે કોઈને મુખવાસ ચખાડશો તો અચૂક પૂછશે કે આ મુખવાસ કેવી રીતે બનાવ્યો છે. આ મુખવાસ સૌ કોઈને પસંદ આવશે તો તમે પણ બનાવજો અને તમારા મોંઘેરા મહેમાનોને પણ ખવડાવજો.

વિડીયો લિંક :


રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *