પકોડા ક્રિસ્પી નથી બનતા? – સુરભી વસાની આ ટિપ્સથી એકદમ પરફેક્ટ પકોડા બનાવી શકશો…

મસ્ત વરસાદ બાર વરસી રહ્યો છે.અને કંઇક તીખું તમતમતું ખાવાની ઈચ્છા થઈ જાય છે.કંઇક આજે તમારા માટે નવું લાવવાની ઈચ્છા હતી કે આજે કંઇક નવું બનાવવાનું અને કંઇક નવું લાવવું તું પણ વરસાદ જોઈ ને ભજીયા યાદ આવી ગયા.તમને પણ યાદ આવી જાય છે ભજીયા, પકોડા,દાળવડા આ હા મોડા માં પાણી આવી ગયું.તો હવે અત્યારે બનાવવા જ પડશે.પણ જ્યારે પકોડા બનાવતા હોય ને ત્યારે આપણને ત્રણ ચાર પ્રશ્નો હંમેશા મૂંઝવતો હોય છે.

પ્રશ્નો-

1- એક તો પકોડા ક્રિસ્પી નથી બનતા બીજું કે પકોડા તેલ બહુ પીવે છે.

2- દાળવડા નું ખીરું તો બારથી સરસ મળે એના જેવું ઘરે તો બનતું જ નથી.

3- આપણે જે ઘરે દાળવડા નું ખીરુ બનાવીએ અને એના પકોડા બનાવીએ તો પકોડા સરસ નથી બનતા. આવા બધા જ પ્રશ્નો તમને મૂંઝવે છે ને?

4- તો ચાલો આજે આપણે તેનું સોલ્યુશન લાવી દઈએ.

Tip-

1- સૌથી પહેલા આપણે દાળવડા નું ખીરું ઘરે બનાવતા હોઈએ. તો ખીરુ કેવી રીતે ઘરે બનાવવું.

2- આપણે હંમેશા મોટાભાગે બારથી ખીરું લાવતા હોઈએ છે. મગની ફોતરાવાળી દાળ નું ખીરું આપણે બાહર થી લાવતા હોય છે. અને એટલા સરસ પકોડા બને છે એમ થાય કે ઘરે આવા ન જ બને.પણ આજે હું તમને રીત આપીશ ને એના પ્રમાણે તમે બનાવશો તો બાર જેવા જ પકોડા બનશે.

3- સૌથી પહેલાં તમે જ્યારે મગની ફોતરાવાળી દાળ લેતા હોવ તો તેને પલાળી રાખવાની છે લગભગ તમે બેથી ત્રણ કલાક માટે પલાળી રાખો અને એને પછી તેના ફોતરા નથી કાઢવાના. અને તેને ક્રશ કરી લેવાની છે પણ ક્રશ કરતી વખતે જ ખાસ ધ્યાન રાખવાનું છે.

4- એક તો પાણી એકદમ નિતારી લેવાનું છે. જરા પણ પાણીના રહેવું જોઈએ. પછી તેને પિસો ને ત્યારે જસ્ટ ચાલુ બંધ ચાલુ બંધ એવી રીતે કરી ક્રશ કરી લેવાનું છે. એટલે કે અધકચરી ક્રશ કરવાની છે આખા દાણા પણ ના રહેવા જોઈએ. અને વધારે પીસાઈ પણ ના જવી જોઈએ. જો વધારે પીસાઈ જશે તો દાળવડા છે તે વધારે તેલ પીસે અને જો પાણી નું પ્રમાણ રહી જશે તો જ્યારે તમે તરસો ત્યારે પણ તેલ બહુ સારા એવા પ્રમાણમાં પીવા સે અને તમને એવું લાગશે કે પકોડા છે તે એકદમ હાર્ડ થઈ જાય છે.

5- જ્યારે તમે વધારે પ્રમાણમાં જે ખીરુ બનાવશો તે વધારે ઘટ્ટ થશે ને તો પણ દાળવડા સરસ નય બને.

6- આપણે ત્રણ વસ્તુ ની ખાસ ધ્યાન રાખવાની છે એક તો પાણી એકદમ સરસ નિતારી લેવાનું છે પછી તેને ક્રશ કરો ત્યારે એકદમ અધકચરી આ વાટવાની છે મિક્સર ને ચાલુ બંધ કરી અને વાટી લેવાની છે.એની અંદર તમે લીલા મરચા અને કોથમીર ઉમેરી શકો છો.મીઠું અને હીંગ પણ ઉમેરી શકો છો.

7-જ્યારે તમારે પકોડા ઉતારવા હોય ત્યારે દાળ પીસવાની છે પછી બહુ જ સરસ રીતે ફીણી લેવાની છે લગભગ પાંચથી દસ મિનિટ સુધી ફીણ સો હાથ થી ફીણો કે ચમચા થી ફીણો એટલું સરસ રીતે ફીણો દાળ એકદમ લાઈટ થઈ જશે અને જો આમાં તમારું પાણીનું પ્રમાણ વધારે હશે તો દાળ બહુ ઝડપથી લાઈટ થઇ જશે પણ જ્યારે તમે તરસો ને ત્યારે તેલ બહુ એવા સારા પ્રમાણમાં પીવા સે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો.

8- હવે તમે ઘરે જ્યારે પણ દાળવડા નું ખીરુ બનાવો ત્યારે આ ટિપ્સ ચોક્કસ અપનાવશો અને દાળવડા નું ખીરુ એકદમ સરસ રીતે બનશે. જેવી રીતે આપણે મગની ફોતરાવાળી દાળ ના દાળવડા બનાવીએ એવી જ રીતે ચણાની દાળના દાળવડા બને છે એ પણ બહુ જ ટેસ્ટી લાગે છે તે આ દાળવડા આજ રીતે પીસવાના છે. એનો ખીરુ પણ આ જ રીતે તૈયાર કરવાનું છે.જ્યારે ખીરું તૈયાર કરો ત્યારે તેની.

9- અંદર તમે કૂબી ઉમેરજો. બારીક સમારેલી કોબી તેમાં ઉમેરો તો બહુ જ સરસ લાગશે આ દાળવડા ને ગમે તો થોડા આખા ધાણા પણ ઉમેરી શકો છો. તો પણ બહુ જ સરસ લાગશે હા થઈ દાળવડા ની વાત.

10- હવે આપણે ભજીયા બનાવતા હોય ત્યારે પણ આવો પ્રશ્ન થતો હોય છે કે ભજીયા ઘણીવાર તેલ બહુ જ પી જાય છે.તેમાં સોડા એડ કરતા હોય છે. જ્યારે તમે ભજીયા મા સોડા એડ કરો ત્યારે બહુ ઓછા પ્રમાણમાં એટલે ધારો કે એક કપ લોટ લીધો હોય તો એક ચપટી સોડા ઉમેરો.અને એક ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે અને બહુ સરસ રીતે ફીણી લેવાનું છે આમ કરશો તો ભજીયા જે છે એ બહુ સરસ બનશે જરા પણ તેલ નય પીવે અને જ્યારે પણ ભજીયા તળતા હોય ત્યારે તેલ છે ને તે એટલું જ અગત્યનું છે કે ગરમ હોવું જોઈએ.

હા પણ એટલું પણ વધારે ગરમ પણ ના હોવું જોઈએ કે જેથી તમે ભજીયા જેવા તેલમાં મૂકો તેવા તરત જ લાલ થઈ જાય તો એવું થશે કે ઉપરથી ભજીયા ક્રિસ્પી લાગશે અને અંદરથી કાચા રહી જશે. એટલે તેલ પણ ગરમ એકદમ વધારે પ્રમાણમાં પણ નહીં એકદમ ઠંડુ પણ નહીં મીડીયમ હોવું જોઈએ. અને એક વખત જ્યારે તમે પકોડા ઉતારવાના ચાલુ કરો ત્યારે તમે પકોડા અંદર ઉમેરો ત્યારે ગેસ મીડીયમ રાખવાનો છે જેથી કરીને પકોડા બધા એકસરખા કલર ના થાય અને પકોડા સરસ ફૂલે એ પણ ખરા આ વાતનું ખાસ ધ્યાન રાખજો.

11- આપણે જ્યારે ખીરુ બનાવતા હોય ત્યારે એટલે કે ચણાના લોટનું જ્યારે ખીરુ બનાવતા હોય ને ત્યારે તેમાં બે ચમચી ચોખાનો લોટ ઉમેરવાનો છે એનાથી પણ પકોડા બહુ જ સરસ ક્રિસ્પી બનશે અને બીજું તમે ઠંડુ પાણી ઉમેર જો. એટલે કે એકદમ ઠંડુ પણ નહીં. જો તમે ઠંડું પાણી ઉમેરીને ખીરૂ બનાવશો તો તોપણ પકોડા ક્રિસ્પી બનશે. આ એક સીક્રેટ ટિપ્સ છે ચોક્કસ અનુસાર જો. એકદમ મસ્ત પકોડા તૈયાર થશે.

12- હવે આપણે અમદાવાદના પ્રખ્યાત મેથીના ગોટા તમે બધાએ ચાખ્યા જ હસે. અને તમારા બધાના ઘરમાં આવતા જ હશે અને અત્યારે આપણે બહુ જ મિસ કરી રહ્યા છે કે હવે આવા સંજોગોમાં બારથી કેવી રીતે લાવીએ. આજ મેથીના ગોટા ઘરે કેવી રીતે બનાવી શકો? જ્યારે તમારે એ જ મેથીના ગોટા ઘરે બનાવવા હોય ત્યારે એની આખી રીત જ અલગ છે.

13- હવે એ માટે પહેલા આપણે તેલ લેવાનું છે. એક ચમચી તેલ અને તેની સામે પાંચ ટેબલ સ્પૂન પાણી આ એક કપ ચણાના લોટ નું માપ છે. આ બધી વસ્તુને સૌથી પહેલા આપણે ફીણી લેવાની છે. અને પછી તેમાં મસાલા કરી લેવાના છે. મસાલામાં તમે અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર, આખા ધાણા અને મરી અધકચરા ક્રશ કરેલા તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો. અને અડધી ચમચી અજમો ઉમેરીશું. એની સાથે એક ચમચી ખાંડ ઉમેર જો. મીઠું સ્વાદ પ્રમાણે ઉમેર જો.

કારણ કે જ્યારે તમે ફરસાણ બનાવતાં હોય ત્યારે તેલમાં તળવાની હોય ત્યારે મીઠું છે તેનું પ્રમાણ થોડું ચઢિયાતું રાખવાનું કારણકે ફરસાણ જ્યારે ભજીયા તળાઈ જાય ને ત્યારે આપણને થોડું ઓછું મીઠું લાગશે.એટલે કે ખાસ એ વાતનું ધ્યાન રાખીશું પછી. તેની અંદર લીલા મરચાં ક્રશ કરીને ઉમેરશું. એ પણ એક મોટી ચમચી લઈશું અને અડધો કપ જેટલી મેથી ઉમેરવાની છે બારીક સમારીને ધોઈ ને અને એની અંદર ઉમેરવાની છે હવે બધા મિશ્રણને હાથ થી મિક્સ કરી લેવાની છે. અને પછી તેમાં ચણાનો લોટ ઉમેરવાનો છે.

હવે આ રીતે જો તમે ખીરું તૈયાર કરશો તો મીડીયમ ઘટ્ટ ખીરું તૈયાર થશે. એકદમ ઢીલું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં અને એકદમ ઘટ્ટ પણ નઈ આ રીતે ખીરું તૈયાર કરશો તો તમારા ગોટા જે છે તે એકદમ મસ્ત બનશે મેથીના ગોટા અમદાવાદમાં જે મળે છે જે મોઢામાં પાણી લાવે છે ને એ તમે ઘરે બનાવશો આ વાતનું ખાસ ધ્યાન રાખજો અને ચાલો હવે રાહ કોની જોઈ રહ્યા છો. તો ફટાફટ તાવડો મૂકો અને પકોડા બનાવવાનું શરૂ કરી દો ઘરના ને પણ ખવડાવો અને આ મસ્ત મજાની મોસમને એન્જોય કરો.

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *