હરાભરા પાલકના ચીલ્લાં (પુડલા) સાદા અને ગળ્યા ચીલ્લા તો ખાતા જ હશો એકવાર આ પ્રયત્ન કરી જુઓ…

હરાભરા પાલકના ચીલ્લાં

અમુક શાકભાજીને જોતાં જ આંખોને ઠંડક મળતી હોય છે . જેમકે પાલકને જોઈને જ આખા શરીરમાં લીલોતરી છવાઈ ગઈ હોય એવું લાગે છે. લીલો રંગ જ ટાઠક આપવાનું કામ કરે છે. આજે હું (શોભના શાહ) લાવી છું આવી જ ગુણકારી,અને જોતાં ની સાથે જ ગમી જાય એવી એક વાનગી.

હરાભરા પાલકના ચીલ્લાં.

સામગ્રી.

  • પાલક
  • લીલાં મરચાં
  • લષણ
  • લાલ મરચું પાવડર
  • મીઠું
  • ચાટ મસાલો
  • દંહી
  • ચણાનો લોટ.

બનાવવાની રીત….

સૌ પ્રથમ પાલકને ધોઈને સાફ કરી એને સાઈડમાં રાખો. હવે લીલાં મરચાં,લષણ,અને પાલક બધુ જ ભેગું મિક્સરમાં વાટી લો.

એક બાઉલમાં ચણાનો લોટ બે કપ લો.

હવે એમાં વાટેલી પ્યોરી ભેળવો.

જરુર મુજબ મીઠું નાંખો.

લાલ મરચું નાંખો.

ચાટ મસાલો નાંખો

બે ચમચી દંહી નાંખો.

આમ તમામ સામગ્રી ભેગી કરી બરાબર હલાવો.

જરુર પડે તો એમા થોડું થોડું કરીને પાણી ઉમેરો.

એકદમ લીસું થાય એ રીતે મિકસ કરવું.

હવે ગેસ પર તવી ગરમ કરો.

થોડું તૈયાર કરેલું ખીરું રેડી એને ઢોંસાની જેમ પાથરી દો.

કિનારી પર તેલ રેડો.

થોડીવાર બાદ એને ઉલટાવો. આમ વારાફરથી બધા ચીલ્લા ઉતારી લો .

ગરમા ગરમ પીરસો. બાળકોને ચીઝ ભભરાવીને આપી શકાય છે. આને સુપ સાથે પણ ખાઈ શકાય છે. સ્વાદમાં ખૂબજ સરસ લાગે છે.

ખાવ,ખવડાવો અને લીલાછમ રહો.😂

રસોઈની રાણી : શોભના શાહ.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *