વરિયાળીનું શરબત બનાવવા માટેનું પ્રિમીક્ષ બનાવીને સ્ટોર કરો એક વર્ષ માટે…

કેમ છો મિત્રો? ઉનાળાની શરૂઆત થઇ ગઈ હશે અને બપોરે તમને પણ વધુ ગરમી લાગતી જ હશે. તો ગરમીથી છુટાકરો પામવા અને ઠંડક મેળવવા આજે આપણે બનાવીશું વરિયાળી શરબત નું પ્રીમિક્સ બનાવી વર્ષ સુધી સ્ટોર કરી ની રીત જોઈશું. માત્ર એક જ મિનિટ બને તેની રીત જોઈશું. હવે આ પ્રિમીક્ષ રેડી હશે તો તમે પણ ગરમીથી બચવા માટે ફટાફટ શરબત બનાવી શકશો. તો ચાલો નાના નાના બાળકો સહીત ઘરના મોટાને પણ ખૂબ જ પસંદ આવતું એવું શરબતનું પ્રિમીક્ષ બનાવી લઈએ. તો તમે પણ આ રેસિપી જોઈ ને બનાવજો.તો ચાલો શરૂ કરીએ.

સામગ્રી

  • વરિયાળી
  • દળેલી સાકર
  • ખસખસ
  • મરી

રીત

1- સૌથી પહેલા એક કપ વરિયાળી લઈશું. તેને ધીમા ગેસ પર એક કે બે મિનિટ માટે શેકી લઈશું.જેથી વરિયાળી માં ભેજ હોય તે નીકળી જાય.હવે તેને એક ડિશ માં કાઢી લઈશું.

2- હવે તેને ઠંડી કરી લઈશું.ત્યારબાદ તેને ક્રશ કરી લઈશું.હવે તેમાં ખસખસ નાખી અને મરી નાખી ને ક્રશ કરી લઈશું.હવે આ પાવડર ને ચારી લઈશું.તો વરિયાળી નો પાવડર બની ને તૈયાર છે.

3- હવે તેમાં દળેલી સાકર મિક્સ કરી લઈશું.હવે બધું મિક્સ કરી લઈશું.હવે કાચ ની એર ટાઇટ બરણી માં ભરી લઈશું.આ મિક્સર ને આખું વર્ષ સ્ટોર કરી શકો છો.હવે તેમાંથી શરબત બનાવી લઈશું.

4- હવે બે ગ્લાસ લઈ લઈશું.હવે તેમાં એક એક ચમચી પ્રી મિક્સ ઉમેરિશું.ત્યારબાદ બરફ ના ટુકડા નાખીશું.ત્યારબાદ એક ગ્લાસ માં દોઢ ચમચી લીંબુનો રસ નાખીશું.હવે તેમાં ઠંડું પાણી નાખીશું.

5- હવે બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લઈશું.તો તમે જોયું ને એક મિનિટ માં જ પ્રીમિકસ માંથી શરબત બની ને તૈયાર થઈ ગયો.તો તમે પણ આ ઉનાળા માં પ્રીમિક્સ બનાવી લો.તો જ્યારે પણ શરબત પીવો હોય એકદમ શરબત તૈયાર થઈ જશે.તો તમે જરૂર થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *