કાઠિયાવાડી દહીં તિખારી – હવે કાઠિયાવાડી ભોજન સાથે આ દહીં જરૂર બનાવજો…

સૌરાષ્ટ્ર ની ઘણી બધી અવનવી દેશી વાનગીઓ પ્રખ્યાત છે , અને રોજ બરોજ ઘરે બનતી હોય છે આજે હું તમને એક એવી જ પ્રખ્યાત અને લગભગ દરેક સૌરાષ્ટ ના લોકો ને પસંદ છે તેવી એક આઈટમ દહીં તિખારી ની રેસીપી બતાવીશ. આ કાઠીયાવળી દહીં તિખારી કે વઘારેલું દહીં તરીકે ઓળખાય છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ.

સામગ્રી :

  • તેલ – ૩ ચમચી
  • દહીં – ૨ કપ દહીં
  • રાય – અડધી ચમચી
  • જીરું – અડધી ચમચી
  • લસણ – ૨ ચમચી પેસ્ટ
  • મીઠું – ૧ ચમચી
  • ખાંડ – ૧ ચમચી
  • કાશ્મીરી લાલ મરચું પાઉડર – ૨ ચમચી
  • હળદર – અડધી ચમચી
  • મીઠા લીમડાના પાન – ૮-૧૦
  • સૂકી મેથી પાઉડર – ૧ ચમચી
  • સૌથી પેલા એક પેન કે કડાઈ માં તેલ ગરમ કરવા મુકો ,

    તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાય નાખો , અડધી ચમચી જીરું નાખો , મીઠા લીમડાના પાન નાખી દો, લસણ ની પેસ્ટ નાખી દો, હળદર નાખી દો , એક ચમચી સૂકી મેથી નો પાઉડર નાખી દો , જો મેથી પાઉડર ન હોય તો મેથી ના કુરિયા ને ક્રશ કરી ને લઇ શકાય.

    હવે બધી વસ્તુ ને ૧૦-૧૫ સેકન્ડ સુધી સાંતળી લેવાનું છે. સંતળાઈ જાય એટલે કાશ્મીરી લાલ મરચું પાઉડર નાખી દો, ગેસ ધીમો રાખવો નઈ તો મરચું પાઉડર બળી જશે. બરાબર મિક્સ કરી લો અને ગેસ બંધ કરી લેવાનો છે.

    હવે તેમાં દહીં નાખી દો , અને દહીં નાખી ને તરત હલાવી લેવાનું છે , ચાલુ ગેસ પર દહીં ન નાખવું નઈ તો ફાટી જશે દહીં. હવે તેમાં મીઠું અને ખાંડ નાખી દો , બરાબર મિક્સ કરી લો.

    દહીં બને તો ખાટુ ન લેવું અને જો ખાટુ હોય તો મીઠું અને ખાંડ બંને થોડું વધારે નાખી દેવું જેથી ખટાસ ઓછી થઇ જશે. અને આ દહીં માં તેલ અને મસાલા થોડા વધુ પ્રમાણ માં હોય તો જ ટેસ્ટી લાગે છે.

    આ દહીં તિખારી ભાખરી , પરોઠા , થેપલા સાથે સરસ લાગે છે . તો જરૂર થી આ રીતે કાઠિયાવાડી દહીં તિખારી બનાવજો.

    વિડિઓ રેસિપી :


    રસોઈની રાણી : નિરાલી કોરાટ

    મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

    દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

    Leave a comment

    Your email address will not be published. Required fields are marked *