પનીર ભુર્જી – બહાર રેસ્ટોરન્ટમાં મળે છે એવી જ આ સબ્જી હવે બનશે તમારા રસોડે…

આજે આપણે બનાવીશું હોટલ જેવું પનીર ભુર્જી. આ શાક એકદમ ટેસ્ટી લાગશે.અને ઘર માં દરેક ને પસંદ આવશે.અને એક વાર ઘરે જરૂર થી ટ્રાય કરજો.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • ડુંગળી
  • ટામેટા
  • કસ્તુરી મેથી
  • બટર
  • ધાણાજીરું પાવડર
  • લાલ મરચું પાવડર
  • આદુ,લસણ અને લીલા મરચા ની પેસ્ટ
  • હળદર
  • મીઠું
  • પનીર
  • તેલ
  • ગરમ મસાલો
  • ઈલાયચી
  • તજ
  • તમાલપત્ર
  • ઘી

રીત

1- સૌથી પહેલા એક કડાઈ લઈ લઈશું. તેમાં બે ચમચી તેલ લઈશું. હવે તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં બે તમાલપત્ર એડ કરીશું.ત્યારબાદ બે તજ ના ટુકડા અને બે નાની ઈલાયચી એડ કરીશું. હવે તેમાં સાત ડુંગળી સમારી ને એડ કરીશું.

2- હવે બધું મિક્સ કરી લઈશું.હવે એક ચમચી મીઠું નાખીશું. હવે બધું મિક્સ કરી લઈશું. હવે ઢાંકણ ઢાકી ને કુક થવા દઈશું.હવે ચેક કરી લઈશું. હવે ડુંગળી નો કલર બદલાઈ ગયો છે. જે તમે વીડિયોમાં જોઈ શકો છો.

3- હવે તેમાં બે સમારેલા ટામેટા નાખીશું.હવે બહુ સરસ મિક્સ કરી લઈશું.હવે તેમાં બે ચમચી આદુ,લસણ અને લીલા મરચા ની પેસ્ટ નાખીશું.હવે ફરી થી મિક્સ કરી લઈશું.હવે ફરી થી તેને ઢાંકી ને કુક કરી લઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ટામેટા અને ડુંગળી સરસ કુક થઈ ગયું છે.

4- હવે ગેસ બંધ કરી દઈશું.ત્યારબાદ મિશ્રણ ઠંડુ થાય પછી તેને મિક્સર માં ક્રશ કરી લઈશું. હવે એક કડાઈ લઈ લઈશું. અને તેમાં ત્રણ ચમચી તેલ લઈશું.હવે તેમાં બે ચમચી ઘી એડ કરીશું.હવે એક ટેબલ સ્પૂન હળદર નાખીશું.હવે જે ડુંગળી અને ટામેટા ની પેસ્ટ બનાવી હતી તે એડ કરીશું.

5- તમારે ધ્યાન રાખવાનું છે કે તેમાં જે ખડા મસાલા નાખ્યા હતા તે કાઢી લઈશું.પછી જ પેસ્ટ બનાવવાની છે. હવે તેમાં બે ચમચી લાલ મરચું પાવડર નાખીશું. તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો.હવે બે ચમચી ધાણજીરૂ પાવડર નાખીશું.હવે એક ચમચી મીઠું નાખીશું. હવે બધું મિક્સ કરી લઈશું.

6- હવે તેને ઢાંકીને દસ મિનિટ રહેવા દઈશું. ગેસ ધીમો જ રાખીશું. હવે બે ચમચી જેટલું પાણી એડ કરીશું. ત્યારબાદ બે ચમચી ગરમ મસાલો નાખીશું. હવે બરાબર મિક્સ કરી લઈશું. હવે ૨૦૦ગ્રામ પનીર લઈશું. તેને છીણી લઈશું. હવે પનીર ને ગ્રેવી જોડે મિક્સ કરી લઈશું. હવે એક ચમચી બટર નાખીશું. ત્યારબાદ બે ચમચી કસ્તુરી મેથી લઈશું. તેને હાથ થી મસળી ને નાખીશું.

7- હવે બધું સરસ મિક્સ કરી લઈશું. હવે તૈયાર છે પનીર ભુર્જી.તો તમે વીડિયોમાં જોઈ શકો છો. તો આને તમે પરોઠા સાથે,રોટલી સાથે, નાન સાથે પણ ખાય શકો છો.તમે ચોક્ક્સ થી ઘરે ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *