મહાબળેશ્વર સ્ટાઈલ ફ્રેશ સ્ટ્રોબેરી ક્રશ – સ્ટ્રોબેરી મિલ્ક બનાવવા માટે હવે ઘરે જ બનાવો આ સ્ટ્રોબેરી ક્રશ…

આજે આપણે જોઈશું મહાબળેશ્વર સ્ટાઈલ ફ્રેશ સ્ટ્રોબેરી ક્રશ.આ હવે ઘરે પણ બની શકે છે. આ કોઈપણ પ્રીજવ વેટિવ વગર પણ બની જાય છે. આ તમે મિલ્ક માં ઉમેરશો તો સરસ સ્ટ્રોબેરી મિલ્ક બની જશે.અને આઈસ ક્રીમ માં ઉમેરશો તો સ્ટ્રોબેરી ક્રશ આઈસ ક્રીમ બની જશે.આના વિવિધ ઉપયોગ છે.આ ફ્રેશ સ્ટ્રોબેરી માંથી બનશે.અને ખૂબ જ ઓછી કિંમત માં ઘરે બનશે.તો ચાલો જોઈ લઈએ તેની રેસીપી.

સામગ્રી

  • સ્ટ્રોબેરી
  • ખાંડ

રીત-

1. સૌથી પહેલા ૩૦૦ ગ્રામ સ્ટ્રોબેરી લઈશું. તેને ધોઈ ને કોરી કરી લીધી છે. હવે આપણે તેના માટે ચાસણી બનાવવા મૂકી દઈશું. તેના માટે એક કપ ખાંડ લઈશું. અને તેમાં એક કપ પાણી ઉમેરી દઈશું.

2- સ્ટ્રોબેરી ક્રશ એટલો પાતળો હોય છે પણ જામ કરતા અને સીરપ થી ઘણો જાડો હોય છે. અને તેની અંદર સ્ટ્રોબેરી ના પિસીસ કે કણ હોય એ તમારા મોઢા માં પણ આવવાં જોઈએ.

3- હવે તેને મિક્સર માં ક્રશ કરી લઈશું. તેને વધારે સ્મુથ પેસ્ટ નથી બનાવવાની તે રીતે ક્રશ કર્યું છે. હવે જે ચાસણી છે તેને પાચ થી સાત મિનિટ થવા દીધી છે. આપણે અહીંયા બે તાર ની ચાસણી શરૂઆત થાય ત્યાં સુધી તેને થવા દઈશું.

4- અત્યારે તમે વીડિયોમાં જોઈ શકો છો કે એક તાર ની ચાસણી થાય છે. હવે આ વખતે જ આપણે જે સ્ટ્રોબેરી નો પલ્પ તૈયાર કર્યાં હતો તે એડ કરીશું. આપણે સ્ટ્રોબેરી ને પાણી યુઝ કર્યા વગર જ ક્રશ કરી લીધી છે.

5- હવે સ્ટ્રોબેરી ચાસણી માં એડ કરીશું તો તે પાતળું તો થશે જ અને તેને ઉકાળી શું તો તે ત્યારે ચાસણી પાકી પણ થઈ જશે. હવે તેને ઉકળતા રહીશું. હવે તેને દસ થી પંદર મિનિટ સુધી ઉકાળી લઈશું.

6- હવે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. જ્યાંસુધી તેનો કલર ના બદલાઈ ત્યાંસુધી અને જાડુ ના થાય.શરૂઆત માં થોડું ફીણ થશે. અને જેમ જેમ ઉકળવા લાગશે તેમ તેમ તેનું પાણી નો ભાગ ઉકડી જશે એમ તે જાડુ પણ થશે અને ફીણ પણ ઓછુ થશે.અને કલર પણ બદલાશે.

7- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે શરૂઆત માં થોડો કેસરી જેવો હતો અને અત્યારે ઘણો ડાર્ક કલર થઈ ગયો છે. આમાં કોઈ કલર નો આપણે ઉપયોગ નથી કરતા અને પ્રીજવ વેટિવ નો પણ ઉપયોગ નથી કરતાં. તમે વિડિયો માં જોઈ શકો છો કે સરસ જાડુ થઈ ગયું છે. અને આ ઠડું થશે પછી વધુ જાડુ થશે. એટલે આને તમે અહીંયા એટલે હવે ગેસ બંધ કરી શકો છો.

8- હવે તેને ઠંડુ થવા દઈશું. તો હવે આ સ્ટ્રોબેરી ક્રશ રેડી છે તો હવે જોઈ લઈશું.તેનો મિલ્ક માં ઉપયોગ કઈ રીતે કરવાનો છે. હવે આપણે એક ગ્લાસ લઇ લઈશું. તેમાં બે ચમચી સ્ટ્રોબેરી ક્રશ લઇ લઈશું. હવે તેમાં આપણે ઠંડુ દૂધ એડ કરી દઈશું.તમે વિડિયો માં જોઈ શકો છો કે સરસ દૂધ માં મિક્સ થઈ ગયું છે. આ ખૂબ જ ટેસ્ટી બને છે.

9- આ આઈસ્ ક્રીમ ઉપર પણ ઉમેરી ને ખાય શકો છો.તો બહાર મળે છે તેવો સ્ટ્રોબેરી ક્રશ રેડી છે. આપણે અહીંયા સીરપ નથી બનાવીયું.અંદર થોડા સ્ટ્રોબેરી ના કણ દેખાવા જોઈએ.

10- જો તમારે મહાબળેશ્વર નો સેમ જોઈતો હોય તો એ છે આ સ્ટ્રોબેરી ક્રશ.કે જેની અંદર આ રીતે સ્ટ્રોબેરી દેખાવી જોઈએ.તો છે ને એકદમ ટેસ્ટી અને કેટલી સરળતાથી બની ગયું છે.આ જ્યારે પણ મન થાય ત્યારે આ નાના બાળકો ને આપી શકો છો. તો તમે પણ ચોક્કસ થી બનાવજો.

વિડિઓ રેસિપી:

રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *