સુપર સોફ્ટ ભતુરે – પંજાબી ઢાબા અને નોર્થ ઈનડિયન રેસ્ટોરંટમાં મળતા ભટુરે હવે બનશે તમારા રસોડે…

સુપર સોફ્ટ ભતુરે :

પંજાબી ઢાબા અને નોર્થ ઈનડિયન રેસ્ટોરંટમાં અચૂક મળતા છોલે ભતુરે ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. ભતુરા આમતો પુરી છે પણ આ પુરી મેંદાનો લોટ, સોજી, સોલ્ટ અને લિવિંગ એજ્ન્ટના મિશ્રણથી બનાવવામાં આવે છે. જેથી તે સુપર સોફ્ટ બને છે. ખાસ કરીને સાઈઝમાં મોટા રાઉંડ કે લંબગોળ હોય છે. છોલે કરી સાથે સર્વ કરવાથી ભતુરે વધારે ટેસ્ટી લાગે છે. આમ કહીએ તો છોલે ભતુરે એક પોપ્યુલર કોમ્બો છે.

અહીં હું આપ સૌ માટે સુપર સોફ્ટ ભતુરેની રેસિપી આપી રહી છું. જે બધાને ખૂબજ પસંદ પડશે. આ અગાઉ મેં છોલે ચના મસાલાની રેસિપિ આપેલ છે. જે ભતુરે માટે સુપર કોમ્બો કહી શકાય. તો તમે બધા મારી આ બન્ને રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો.

સુપર સોફ્ટ ભતુરે બનાવવા માટેની સામગ્રી :

  • 2 કપ મેંદો
  • 2 ટેબલ સ્પુન જીણો રવો
  • 2 ટેબલ સ્પુન સુગર
  • ¼ ટી સ્પુન બેકિંગ સોડા
  • ½ ટી સ્પુન બેકિંગ પાવડર
  • ½ ટી સ્પુન સોલ્ટ
  • 2 ટી સ્પુન ઓઇલ
  • ½ ટી સ્પુન ઓઇલ લોટને ગ્રીસ કરવા માટે
  • ¼ કપ દહીં
  • ½ કપ પાણી + જરુર મુજબ
  • ડીપ ફ્રાય કરવા માટે ઓઇલ

સુપર સોફ્ટ ભતુરે બનાવવાની રીત :

એક મિક્ષિંગ બાઉલમાં 2 કપ મેંદો અને 2 ટેબલ સ્પુન જીણો રવો ઉમેરો. હવે તેમાં 2 ટેબલ સ્પુન સુગર, ¼ ટી સ્પુન બેકિંગ સોડા, ½ ટી સ્પુન બેકિંગ પાવડર, ½ ટી સ્પુન સોલ્ટ અને

2 ટી સ્પુન ઓઇલ ઉમેરો. ત્યારબાદ તેમાં ¼ કપ દહીં ઉમેરી બધું સરસથી મિક્ષ કરી લ્યો.

હવે તેમાં થોડું થોડું કરીને ½ કપ પાણી ઉમેરી સોફ્ટ લોટ બાંધો. જરુર પડે તો થોડું જ વધારે પાણી ઉમેરીને હલકા હાથે સોફ્ટ – નોન સ્ટીકી લોટ બાંધો. બાંધેલો લોટ સોફ્ટ હશે તો જ ભતુરા એકદમ સરસ ફુલીને બલુન જેવા થશે.

હવે બાંધેલા લોટને ફરતેથી ઓઇલથી ગ્રીસ કરીને એક બાઉલમાં મૂકો. ત્યારબાદ ત્યારબાદ ક્લીન ફિલ્મથી કવર કરીને 2 કલાક રેસ્ટ આપો. 2 કલાક બાદ ક્લીન ફીલ્મને રીમુવ કરીને લોટને હલકા હાથે જરા મસળી લ્યો.

તેમાંથી પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે બોલ્સ – લુવા બનાવો. જરા પણ ક્રેક ના રહે એ રીતે બે હથેળી વચ્ચે રાખી રોલ કરી તમારી મન પસંદ સાઇઝના બોલ્સ બનાવો.

પાટલી પર એક બોલ મૂકી રાઉંડ કે લંબગોળ, થોડા જાડા ભતુરા વણી લ્યો. એકદમ પાતળા ભતુરા વણવાથી ફુલશે નહી.

હવે એક પેનમાં ભતુરા ડીપ ફ્રાય કરવા માટે ઓઇલ ગરમ મૂકો. ઓઇલ એકદમ ગરમ થઈ જાય ત્યારબાદ ફ્લૈમ મિડિયમ કરી લ્યો. ત્યારબાદ તેમાં ભતુરે ડીપ ફ્રાય કરવા માટે મૂકો.

જારા વડે હલકા હાથે ભતુરાને પ્રેસ કરતા જઈ, ગોળ ગોળ ફેરવતા જઈ સરસ બલુન જેવો ફુલીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફેરવીને બન્ને બાજુ ડીપ ફ્રાય કરો. આ પ્રમાણે બધા ભતુરે ડીપ ફ્રાય કરી લ્યો.

હવે ગરમા ગરમ, બલુન જેવા ફુલેલા સોફ્ટ ભતુરા છોલે ચના મસાલા સાથે સર્વ કરવા માટે રેડી છે. નાના મોટા બધા લોકોને આ ડીશ ખૂબજ પસંદ પડશે. ડીનરમાં કે નાની – નાની પાર્ટીમાં છોલે ભતુરે કોમ્બો હોટ ફેવરીટ રહેશે. તો તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી ટ્રાય કરજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *