નાયલોન પૌવા નો ક્રિસ્પી ચેવડો – ચા અને કોફી સાથે આનંદથી ખાઈ શકશો આ નાસ્તો…

આજે આપણે નાયલોન પૌવા નો ક્રિસ્પી ચેવડો બનાવવાની રેસિપી જોઈશું.આ એકદમ ટેસ્ટી લાગે છે આ તમે બ્રેકફાસ્ટ માં ખાઈ શકો છો.અને ઘર માં દરેક ને પસંદ આવશે.તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે. રેસિપીના અંતમાં વિડિઓ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની લિંક આપી છે. ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડિઓ જોવાના કોઈ પૈસા નથી.

સામગ્રી:

  • નાયલોન પૌવા
  • લીલા મરચા
  • મીઠા લીમડાના પાન
  • કાજુ
  • દ્રાક્ષ
  • મીઠું
  • લાલ મરચું પાવડર
  • હળદર
  • ખાંડ
  • સીંગદાણા
  • તેલ

રીત

1- સૌથી પહેલા આપણે પૌવાને ડ્રાય રોસ્ટ કરવાના છે આપણે ગેસ ધીમો રાખીશું.અને તેને નોર્મલ રોસ્ટ કરી લઈશું.આમ કરવાથી પૌવા એકદમ ક્રિસ્પી થશે.બળી ના જાય તેનું ધ્યાન રાખવાનું અને તેને હલાવતા રહીશું.

2- પૌવા રોસ્ટ થઈ ગયા તે કઈ રીતે ખબર પડે તો તે મોઢા માં મૂકતા જ ક્રન્ચીનેસ આવે અને તરત જ તૂટી જાય એટલે સમજવું કે પૌવા સરસ રોસ્ટ થઈ ગયા છે.હવે ગેસ બંધ કરી દઈશું,હવે આપણે વઘાર માટે તેલ મુકીશું.

3- એક કડાઈ માં એક મોટી ચમચી તેલ લઇ લઈશું.તેલ ને ગરમ થવા દઈશું.હવે તેમાં આપણે સીંગદાણા એડ કરીશું.સીંગદાણા ને સરસ રોસ્ટ થવા દઈશું.

4- હવે આપણે ત્રણ લીલા મરચા મોટા સમારેલા એડ કરીશું.જેથી નાના બાળકો આને બહાર કાઢી શકે.આપણે મરચા ને સરસ ક્રિસ્પી થવા દઈશું.હવે આમાં મીઠા લીમડાના પાન એડ કરીશું.

5- આમાં મીઠા લીમડાના પાન ખૂબ જ સરસ લાગે છે એટલે થોડા વધારે એડ કરીશું.હવે આ બધું સરસ રોસ્ટ થવા દઈશું,જેથી આપણા પૌવા હવાઈ ના જાય અને એકદમ સરસ ક્રિસ્પી રહે.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે એકદમ બધું સરસ ક્રિસ્પી થઈ ગયું છે અને તેનો અવાજ પણ આવે છે.

6- હવે તેમાં કાજુ એડ કરીશું.હવે તેને સરસ મિક્સ કરી લઈશું.અને થોડી દ્રાક્ષ પણ એડ કરીશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે દ્રાક્ષ સરસ ફૂલી ગઈ છે.હવે આમાં આપણે હળદર એડ કરીશું.હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું.

7- હવે તેમાં રોસ્ટ કરેલા પૌવા એડ કરીશું.હવે આને બરાબર મિક્સ કરી લઈશું,જ્યારે તમને કઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે આ તમે ખાઈ શકો છો.આ તમે બપોર ના નાસ્તા માં પણ ખાઈ શકો છો.

8- હવે એક ચમચી ખાંડ એડ કરીશું. ખાંડ તમે નાખવી હોય તો તમે નાખી શકો છો.હવે અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું.તમે વીડિયોમાં જોઇ શકો છો કે સરસ કલર આવી ગયો છે આપણા પૌવા તૈયાર છે તો તેને સર્વે કરી લઈશું.

9- તો તૈયાર છે નાયલોન પૌવા નો ચેવડો આ તમે એર ટાઈટ બરણી માં ભરી શકો છો.જેથી લાંબા સમય સુધી આવો ને આવો જ રહેશે.જેથી ખાવા ની મજા આવશે આને તમે સ્નેક્સ માટે આ એક ઓપ્શન છે.તો જરૂર થી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *