ક્રિસ્પી પાવભાજી ઢોસાનું ખીરું – ક્યારેય નહિ ખાધા હોય આવા ટેસ્ટી પાવભાજી ઢોસા

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “એકદમ નવી સ્ટાઇલથી પાવભાજી ઢોસા” આ એક ફ્યુઝન ફૂડ છે.બોઉં જ સરસ બને છે.અને આની અંદર આપણે ઢોસાનું ખીરું કઈ રીતે બને છે એ પણ જોવાના છીએ.નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જઈ અને ખાધા પછી પણ જેનો સ્વાદ ક્યારેય ના ભૂલાય એવા ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને સોફ્ટ તેમજ મસાલેદાર બનશે.

લાઈફમાં ક્યારેય નહિ ખાધા હોય આવા ઢોસા એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈને બોઉં જ ભાવશે.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

ખીરું બનાવવા માટે :

  • ૩ વાટકી ઈડલી ના ચોખા
  • ૧ વાટકી અડદ ની દાળ
  • ૧ ટેબલ સ્પૂન મેથી
  • ૨ ટેબલ સ્પૂન પૌવા

પાવભાજી ઢોસા માટે :

  • ડુંગળી ઝીણી સમારેલી
  • ટામેટા ઝીણા સમારેલા
  • કોબીચ ઝીણું સમારેલું
  • બાફેલા બટેટા વટાણા
  • કોથમીર ઝીણી સમારેલી
  • ખમણેલું ચીઝ
  • લસણ ની ચટણી
  • બટર
  • તેલ
  • મીઠું સ્વાદ અનુસાર

રીત :

૧. ખીરા માટે ની બધી સામગ્રી અલગ અલગ ધોઈ લેવી.

૨. હવે એક વાસણ માં ચોખા પલાળી દેવા અને બીજા વાસણ માં દાળ, મેથી અને પૌવા પલાળી દેવા.

૩. એક રાત પલાળી ને સવારે અલગ અલગ પીસી ને પછી એક મોટા તપેલા માં મિક્સ કરી ને આથો આપી દેવો.

૪. આથો આવે એટલે એમાં મીઠું ઉમેરો અને જરુર મુજબ પાણી ઉમેરી ને ખીરું તૈયાર કરો.

૫. હવે પાવભાજી ઢોસા બનાવવા માટે એક તવા ઉપર ઢોસા પાથરી ને ઉપર થી બધી જ સામગ્રી ચમચી ચમચી ભભરાવી ને પાવભાજી મેશર થી એકરસ કરી લેવું.

૬. ધીમા તાપે ઢોસા ચઢવા દેવો અને કડક થાય એટલે વાળી ને કાપી ને ચટણી સાથે પીરસવો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *