પેંડા– નાના મોટા દરેકને પસંદ આવે એવા આ પેંડા હવે ઘરે જ બાનવો…

પેંડા– નાના મોટા દરેકને પસંદ આવે એવા આ પેંડા હવે ઘરે જ બાનવો…

નાના મોટાને બધાને ખૂબજ ભાવતી સ્વીટ એટલે પેંડા. પેંડા એ એક એવી મીઠાઈ જે વારતહેવારે આપણે બજાર માંથી લાવતા જ હોઈએ છીએ. અને ભગવાનની પ્રસાદી તરીકે પણ બીજી બધી મીઠાઈ કરતાં પેંડા ને ઠોડું વધારે મહત્વ આપીએ છીએ. માર્કેટમાં મળતાં પેંડા નો ટેસ્ટ તો બધાએ કર્યો જ હશે. પણ ઘરે બનાવેલા પેંડા નો ટેસ્ટ તો કંઈક ઓર જ છે. ઓછો સમય અને ઓછી સામગ્રીમાંથી આ પેંડા બને છે. આપ સૌ માટે હું અહીં ખુબજ સ્વાદિષ્ટ રેસિપિ આપી રહી છું તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. નાના મોટા બધાને ખૂબજ ભાવશે. અને મિત્રો આવી અવનવી રેસિપી જોવા માટે Prisha Tube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો…

સામગ્રી:-

  • • 200 ગ્રામ/મોટો બાઉલ મિલ્ક પાવડર
  • • 1 બાઉલ દળેલી ખાંડ
  • • 1 કપ દૂધ
  • • ½ ચમચી ઈલાયચી પાવડર
  • • ગાનિઁશ માટે
  • • બદામ

રીત:-

સ્ટેપ 1:-

એક નોનસ્ટિક પેન લઈને એમાં મિલ્ક પાવડર અને દૂધ ઉમેરીશું. હવે મિલ્ક પાવડર અને દૂધને બરાબર મિક્સ કરવાનું છે જેથી એમાં ગાઠા ના પડે.

સ્ટેપ 2:-

સારી રીતે મિક્સ થઈ જાય પછી જ ગેસ ચાલુ કરીશું. અને સતત હલાવતા જ રહેવાનું છે અને ગેસને ધીમા આંચ પર જ રાખીશું.

સ્ટેપ 3:-

તો આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે હલાવતા રહેશું.અને વાસણને ચોંટે નહિ ત્યાં સુધી હલાવીશું.

સ્ટેપ 4:-

તો હવે પેંડા નો માવો ઘટ્ટ થઈ ગયો છે. એલાયચી પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ગેસ બંધ કરીને ઠંડો થવા મુકી દો.

સ્ટેપ 5:-

પેંડા નો માવો ઠંડો થઈ જાય ત્યારે પેંડા ને ગોળ વાળી લો અને ઉપરથી થોડું અંગુઠા થી દબાવી લો અને બદામ કટ કરીને લગાવી લેવી.

તો મિત્રો ખૂબ જ ઓછા સમય માં સસ્તા અને ઓછી સામગ્રી થી આ પેંડા બની જાય છે તો તમે પણ અચૂક થી ટ્રાય કરજો.

નોંધ:-

  • • માવો ઠંડો થાય ત્યારે જ એના પેંડા વાળવા.
  • • માવાને રૂમ ટેમ્પરેચર પર જ ઠંડું કરવા મુંકવું
  • • એલાયચી પાવડર ઓપ્શનલ છે.
  • • નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરવો નહીં તો નીચે ચોંટશે
  • • પેંડા વાળો ત્યારે હથેળી પર ઘી લગાવીને જ વાળવા જેથી હાથ પર ચોંટે નહિ.

રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *