પોટેટો વેજીસ વીથ બોટલ ગાર્ડ સુપ – વરસતા વરસાદમાં ગરમાગરમ આરોગજો મોજ આવી જશે…

પોટેટો વેજીસ વીથ બોટલ ગાર્ડ સુપ.

ચોમાસું આવે એટલે ચટપટી વાનગી ખાવાનું મન થતું હોય છે. હેને???

આજે શોભના શાહ નાના મોટા સૌ ને ભાવે એવી ડીશ લઈને આવ્યાં છે.

બોટલ ગાર્ડ સુપ

સામગ્રી.

*  અડધી દુધી

*   ફુદીનો

*   સરગવો

*   મીઠુ

*   ખાંડ

*   લીંબુ રસ


સૌથી પહેલાં દુધી, ફુદીનો અને સરગવો કુકરમાં બાફી લો. પછી ઠંડું થાય એટલે એમાં મીઠું મરી ખાંડ અને લીંબુ નો રસ નાંખીને ક્રશ કરી લો. પછી ગાળી લો. હવે મન પસંદ ગ્લાસમાં સર્વ કરો.

*    પોટેટો વેજીસ.

*     સામગ્રી

*    2 નંગ બટાકા

*   ઓરેગાના

*   ચીલી ફ્લેક્સ

*   મેંદો

*   તળવા તેલ

*   મરી પાવડર

*   મીઠુ

*  ગાર્લિક પાઉડર

સૌ પ્રથમ ઉકળતા પાણીમાં બટાકાને ચોરસ પીસ કરીને 5 મિનિટ સુધી રાખો.

ત્યારબાદ એને બહાર કાઢી, પાણી નીતારી લો.


હવે બેટર તૈયાર કરીએ.

એક વાડકીમાં 4 ચમચી મેંદો લઈ એમા જરૃરી પાણી એડ કરી ડીપ તૈયાર કરો.

બીજી બાજુ તૈયાર ગાર્લિક પાઉડર આવે છે તે 3 ચમચી, મીઠુ, મરી પાઉડર, ઓરેગાના, ચીલી ફ્લેક્સ ઉમેરી કોરો મસાલો તૈયાર કરો.

હવે તળવા માટે તેલ તૈયાર કરો.

એક બટાકું લઈ એને સૌ પ્રથમ મેંદાના ડીપમા બોળી તરત જ સુકા મસાલામાં રગદોળી તરત તેલમાં નાખો. એક પછી એક બધા જ બટાટા ને આ રીતે તળી લો.

ગરમ દુધીના સુપ સાથે સ્ટારટર તરીકે પોટેટો વેજીસ ખૂબ સરસ લાગે છે.


રસોઈની રાણી : શોભના શાહ.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *