રાજસ્થાની ગટા નું શાક – બાળકો અને પરિવારજનોને ખુશ કરી દો તમારા હાથના બનેલા આ રાજસ્થાની શાકથી…

આ એક રાજસ્થાની વાનગી છે જે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ વાનગીમાં સ્વાદ સાથે ગુણવતા પણ સમાયેલ છે. એને બધા લોકો ખૂબ પસંદ કરે છે આવો જાણીએ કેવી રીતે બને છે ગટા નું શાક .

આ વાનગી જ્યારે રજા હોય , ઘરે મેહમાન આવ્યા હોય કે કોઈને કઈક ખાસ ખવડાવું હોય અથવા લીલાં શાક નો પ્રોબ્લેમ હોય તો આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. આ વાનગી તમે રોટલી ,પરાઠા અથવા ભાત સાથે લઇ શકો છો .

સામગ્રી :

  • – 1/2 કપ બેસન
  • – 2 ચમચી જીરૂ
  • – 2 ચમચી લાલ મરચું પાવડર
  • – 1/2 ચમચી હળદર પાઉડર
  • – 1/2 ચમચી રાઈ
  • – 1/2 ચમચી હિંગ
  • – ૨ ચમચી ધાણાજીરું પાવડર
  • – અડધો કપ દહી
  • – 2 ચમચી મીઠું
  • – 2 ચમચી બેસન ગ્રેવી માટે
  • – 4 tbsp oil
  • – 5-7 લીમડાના પાન
  • – 2 લીલા મરચાં
  • – 1 ચમચી લસણ પેસ્ટ
  • – 1 બોવેલ કાંદા અને ટામેટાં ની પ્યૂરી

રીત :

સ્ટેપ :1

ગટા બનાવ માટે :

(1)હવે બેસનમાં બે ટેબલ સ્પૂન તેલ એક ચમચી જીરૂ,અડધી ચમચી હળદર,એક ચમચી લાલ મરચું પાઉડર અને એક ચમચી મીઠું નાખીને થોડું પાણી નાખી લોટ બાંધવો પછી તેના લાંબા લૂઆ કરીને એક કડાઈમાં પાણી નાખીને બાફવા મૂકવું. ગટ્ટા બરોબર બફાઈ જાય પછી તેને પાણીમાંથી કાઢીને એક પ્લેટમાં મૂકી દેવાના અને તેના પીસ કરી લેવાના

સ્ટેપ :2

ગ્રેવી માટે :

(2)હવે એક મોટા વાટકામાં દહીં લેવાનું એમાં બે ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાઉડર એક ચમચી હળદર પાવડર અને મીઠું નાખી બે ચમચી બેસન નાખવાનું અને હેન્ડ મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું.હવે કડાઈમાં બે ચમચી તેલ નાખીને વઘાર કરી લેવાનું અને વઘારમાં રાઈ જીરુ હિંગ લીમડો અને લીલું મરચું અને લસણ નાખીને સાંતળવા દઈ .સંતળાય જાય પછી કાંદા અને ટોમેટો પ્યૂરી ઉમેરવી .એ પણ સંતળાય જાય અને તેલ છૂટેશે .

(3) પછી તરતજ થોડું પાણી નાખી ઉકળવા દેવું અને પછી ગટ્ટા પીસ કરીને નાખી દેવા. ધીમા તાપે દસ મિનિટ માટે ચઢવા દેવું.

(4)દસ મિનિટ પછી ગેસ પરથી નીચે ઉતારી લેવું અને એક વાટકામાં સર્વ કરવું ઉપર થી લીલા ધાણા થી ગાર્નીશ કરવું.

નોંધ :

– ગટા બાફતી વખતે એ વસ્તુ નું ધ્યાન રાખવું કે એ બફાય જશે એટલે પાણી ઉપર ગટા આવી જશે એટલે બફાય ગયાં એવું સમજવું.


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *