ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ – બહાર મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી ફ્રાઈડ રાઈસ બનશે હવે તમારા રસોડે.

આજે ફરી એક વખત અમે તમારી માટે ચાઈનીઝ પણ ભારતીય ટેસ્ટમાં હોય તેવી વાનગીની રેસિપી લઈને આવી છું . સામાન્ય રીતે રાત્રે મોસમમાં ગરમા-ગરમ ચાઈનીજ વાનગી ખાવાની મજા પડી જાય. એમાંય જો તેજ અને તીખો સૂપ પી લઈએ તો ભુખ ઉઘડી જાય. બસ તો આજે આવી જ સરળ અને સ્વાદિષ્ટ ભાત ની વાનગીની રેસિપી લઈને હું તમારી માટે લઇ ને આવી છું . તો ડિનરમાં માણો આ સ્પેશિયલ ચાઈનીઝ મેનુ ની ડીશ અને પરિવારને કરી દો ખુશ. ફ્રાઈડ રાઈસ …

Ingredients

  • – ૩ વાટકી રાંધેલા ભાત (થોડા કડક રાખવા),
  • – એક વાટકી કાંદા લાંબા સમારેલાં ,
  • – એક વાટકી કેપ્સીકમ લાંબા સમારેલાં ,
  • – એક વાટકી લાંબા ગાજર સુધારેલી ,
  • – ૧ ટી સ્પૂન વિનેગર
  • – ૩ ટી સ્પૂન સોયાસોસ,ચીલી સોસ ,મરી પાવડર
  • – બે લીલાં મરચાં અને 1 ચમચી પીસેલું લસણ અને વઘાર માટે તેલ.
  • – લાંબી સુધારેલી કોબીજ 1 કપ ,
  • -1 ચમચી લાલ મરચું પાવડર ,

રીત :

Step 1

# એક પેન માં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે લાંબા સુધરેલા લીલાં મરચાં ઉમેરો .અને લસણ ની પેસ્ટ સાંતળો .અથવા પીસેલાં પણ લઇ શકો છો .

Step 2

# ત્યારપછી તેમાં સામગ્રી માં આપેલા પ્રમાણે લાંબા સુધારેલા શાક ભાજી એક પછી એક ઉમેરતાં જઈ શાકભાજી ને સાતડો .સૌ પ્રથમ કાંદા ઉમેરો તે પછી ફણસી ,કોબીજ અને કેપ્સિકમ ઉમેરો .

Step 3

# આ શાક ભાજી અધકચરાં રાખવા .અને સાંતળતી વખતે થોડું મીઠું ઉમેરવું જેથી કરી શાક નો કલર જળવાય રહે .ત્યારબાદ રાંધેલા ભાત ની અંદર સાતડેલા શાકભાજી મિક્ષ કરો.

Step 4

# તેપછી ચાઇનીસ સીઝનિંગ કરવું જેવાં keતેમાં સોયા સોંસ,ચીલી સોસ (રેડ અને ગ્રીન ),મરી પાવડર ને ભેળવો.અને બરાબર ટૉસ કરી મિક્સ કરી લો .

Step 5

# તૈયાર છે તમારા ચાઇનીસ રાઈસ.

નોંધ :

# ભાત રાંધતી વખતે થોડું મીઠું અને એક ચમચી તેલ અથવા લીંબુ ના રસ ના 3-4 ટીપાં ઉમેર વા થી છૂટો રહેશે .અને થોડો અધકચરો બાફવાનો.


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *