રજવાડી મોરૈયો – ઉપવાસ વગર પણ બનાવવા નું મન થાય એવો મજેદાર સ્વાદ

આજે આપણે રજવાડી મોરૈયો ઉપવાસ વગર પણ બનાવવાનું મન થાય એવો મજેદાર સ્વાદ આવે તે જોઈશું. ઉપવાસ માં મોરૈયા નો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે ઉપવાસ વગર પણ આ મોરૈયો બનાવી શકાય છે.તો તેની રેસિપી જોઈશું અને આ સાંજના નાસ્તા માં તમે બ્રેક ફાસ્ટ માં નાખી શકશો.આ મોરૈયો તમે એકલો ખાસો તો પણ ટેસ્ટી લાગશે.આની સાથે દહી કે કઢી ની જરૂર નહી પડે કારણકે આ છે જ એટલો ટેસ્ટી છે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.


સામગ્રી

  • મોરૈયો
  • શક્કરિયા
  • બટેકા
  • ગાજર
  • તજ
  • મરી
  • લવિંગ
  • લીલા મરચાં
  • સીંગદાણા
  • કાજુ
  • મીઠો લીમડો
  • કીસમીસ
  • મીઠું
  • દહી

રીત

1- હવે એક મોટા પેન માં એક ચમચી ઘી લઈશું.આ રજવાડી મોરૈયો છે એટલે તેને ઘી માં જ વઘારી શું આનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. હવે તેમાં દોઢ ચમચી જીરૂ એડ કરીશું, ત્યારબાદ તેમાં મીઠા લીમડાના પાન એડ કરીશું.

2- હવે તેમાં એક તજ નો ટુકડો એડ કરીશું અને હવે તેમાં આખા મરી એડ કરીશું. ત્યારબાદ બે કે ત્રણ લવિંગ એડ કરીશું હવે તેમાં એક ચમચી સીંગદાણા એડ કરીશું.હવે તેમાં જે લીલા મરચા ઝીણા સમારીને લીધા છે તે એડ કરીશું.

3- હવે તેમાં પા કપ કાજુ એડ કરીશું હવે તેમાં શક્કરિયા સમારી ને લીધા છે એડ કરીશું.આ મોરૈયા ની ખાસિયત એ છે કે તેમાં વિવિધ શાકભાજી નો ઉપયોગ કર્યા છે.આમાં જે એડ કરીશું તે ઉપવાસ ને લગતું જ એડ કરીશું.

4- હવે આપણા શક્કરિયા સરસ સાંભરાય ગયા છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો.હવે તેમાં એક ગાજર ને છીણી ને એડ કરીશું.હવે તેમાં બે નાના બટેકા ને છીણી ને એડ કરીશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેનો કલર બહુ સરસ આવ્યો છે.

5- આપણે ગેસ ને ધીમો જ રાખ્યો છે જેથી શાક નીચે ચોંટે નહી.હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું જો ઉપવાસ માટે બનાવો તો ફરાળી મીઠું એડ કરી શકો છો અને જો એમનેમ બનાવતા હોય તો સાદું મીઠું એડ કરી શકો છો. હવે આપણે અડધો કપ મોરૈયા ને ધોઈ લીધો છે તે હવે એડ કરીશું.


6- હવે આપણે તેને સરસ મિક્સ કરી લઈશું, હવે તેમાં બે કપ પાણી એડ કરીશું.મોરૈયા ને ચડવા પાણી વધારે જ જોઈએ છે હવે તેને સરસ હલાવી લઈશું અને તેમાં એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું.

7- હવે તેને આપણે હલાવી લઈશું અને અત્યારે આમાં વધારે પાણી એડ નથી કરતા હવે તેને ઢાંકીને અત્યારે આપણે ધીમા તાપે દસ મિનિટ જેવું તેને કુક કરી લઈશું. હવે તેને ખોલી ને ચેક કરી લઈશું કે જેથી પાણી બળી ગયું હોય તો થોડું એડ કરી શકીએ, જો મોરૈયો કાચો લાગે તો તેમાં આપણે પાણી ઉમેરિસું.

8- હવે તેમાં અડધો કપ દહી એડ કરીશું.હવે બધું મિક્સ કરી લઈશું હજુ મોરૈયો પૂરો ચડિયો નથી હવે આપણે દહી વારા કપ માં જ પાણી એડ કરીશું હવે તેને મિક્સ કરી લઈશું.હવે આપણે અંદર નું શાક ચડિયું છે કે નહિ તે પણ ચેક કરી લઈશું.

9- હજુ થોડી કચાસ છે એટલે હલાવી ને થોડું વધુ પાણી એડ કરી ને આને ઢાંકી ને પાછું ચડવા દઈશું.હવે ફરી થોડું પાણી એડ કરીશું.હવે આપણો મોરૈયો ચડી ગયો છે હવે તેમાં આપણે ગળપણ એડ કરીશું.તેમાં એક ચમચી ગોળ એડ કરીશું.

10- તમને ના ફાવે તો સ્કીપ કરી શકો છો.હવે ગોળ ઓગળે ત્યાં સુધી તેને ફરી ઢાંકીને ને રહેવા દઈશું.મોરૈયો જેમ પડી રહે તેમાં કઠણ થતો જાય છે. જેથી આપણે ઢીલો જ રાખ્યો છે કારણકે આને આપણે એકલો ખાવાનો છે એટલે વધુ સારું.હવે ફરી થી ઢાંકી ને 5 મિનિટ માટે રહેવા દઈશું.

11- જેથી મોરૈયો સરસ સિઝી જાય. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો મોરૈયો સરસ ઢીલો અને રેડી થઇ ગયો છે હવે તે પીરસવા માટે પણ તૈયાર છે હવે આપણે ઉપર થી થોડી કોથમીર ભભરાવી લઈશું.હવે તેમાં શેકેલી શીંગ એડ કરીશું તેના થી વધારે ક્રન્ચી ટેસ્ટ આવે છે.તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *