રવા – કોપરા fusion મીઠાઈ – નવીન મીઠાઈ ખાવી અને બનાવવી પસંદ છે તો એકવાર આ જરૂર ટ્રાય કરજો..

રવા – કોપરા fusion મીઠાઈ

ચોમાસાની સીજનમાં તીખું, મસાલેદાર ખાધા પછી કઈક મીઠું ખાવાનું મન થાય છે. કહેવત છે કે “ખાને કે બાદ કુછ મીઠા હો જાયે.” આ મીઠાઈ એકદમ નવીન છે .તહેવાર અને લગ્ન પ્રસંગ માં પણ બનાવી શકીયે છે. રવા અને કોપરા નું કોમ્બિનેશન હોય અને ઉપરથી મલાઈ હોય તો નાના બાળકો થી માંડી ને મોટાઓ ને ભાવશે . તો આવો જાણીએ રેસીપી.

સામગ્રી :

– 1 કપ સૂકા કોપરાનું ખમણ

– ૧/૪ કપ મિલ્ક

– 1 કપ રવો

– 1/2 કપ ખાંડ

– દસથી બાર કેસરના તાંતણા

– ૧/૪ કપ ઘરની મલાઈ

– 1 ચમચી ખાંડ

– 1 ડ્રોપ રેડ ફૂડ

રીત :

સ્ટેપ :1

સૌપ્રથમ એક પેનમાં રવો અને કોપરાનું ખમણ લઈ ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ સાંતળવી.અને આ મિશ્રણ લાઈટ ગુલાબી રંગ નું થવું જોઈએ .

સ્ટેપ :2

હવે તેમાં ખાંડ અને દૂધ ઉમેરી મિક્સ કરવું, તેની સાથે જ ધીમા તાપે સતત હલાવતા રહેવું.

હવે ,આ મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દેવો, મિશ્રણને ઠંડું કરવું, હવે મિશ્રણને બે ભાગમાં વહેંચી લેવું. હવે તેમાં એક મિશ્રણ માં નારંગી રંગ એડ કરી મિક્સ કરવું.એક ગ્રીસ કરેલી પ્લેટમાં પ્લેન સ્ટફિન્ગ પાથરી તેના ઉપર નારંગી સ્ટફિંગ નું સ્ટફિન્ગ પાથરી ફ્રીઝ માં 5-10 મિનટ માટે સેટ કરી .તમારા મનગમતાં શેપ માં કટ કરી લેવું.

સ્ટેપ :3

હવે ક્રીમ ને બરાબર ફેંટી લઈ, તેમાં એક ચમચી ખાંડ ઉમેરો, કેસરના તાંતણા વાળું મિલ્ક એડ કરી બરાબર મિક્સ કરી લો, હવે તૈયાર કરેલ કોપરાના મિશ્રણના લેયર કરી ક્રીમ રેડી કિશમિશ લગાવી સર્વ કરો.

બસ તૈયાર છે એકદમ જોરદાર રસીપી.

નોંધ :

તમે રવા અને કોપરા ના મિશ્રણ માં ખાંડ ની બે તાર ની ચાશણી કરી ને પણ ઉમેરી શકો છો.

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *