રેસ્ટોરેન્ટ સ્ટાઇલ રેડ ગ્રેવી – સ્ટોર કરી ને બનાવો વિવિધ રેસ્ટોરેન્ટ સ્ટાઇલ સબ્જી

આજે આપણે રેસ્ટોરેન્ટ સ્ટાઈલ રેડ ગ્રેવી બનાવીશું અને તેને સ્ટોર કરીને વિવિધ રેસ્ટોરન્ટ સ્ટાઈલ સબ્જી બનાવીશું જેમકે પનીર મખનવાલા પનીર બટર મસાલા,પનીર ટિક્કા મસાલા કે પછી મિક્સ વેજ આવી વિવિધ રેસિપી તમે આરામ થી બનાવી શકશો આને સ્ટોર પણ કરી ને રખાય છે અને આ ખૂબ જ ટેસ્ટી લાગે છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ રેડ ગ્રેવી ની રેસિપી જોઈ લઈશું.

સામગ્રી

  • તમાલપત્ર
  • તેલ
  • ખસખસ
  • લસણ
  • ડુંગળી
  • જીરું
  • કાજુ
  • ધાણાજીરું પાવડર
  • હળદર
  • ટામેટા
  • ખાંડ
  • મીઠું
  • કસ્તુરી મેથી
  • કાશ્મીરી લાલ મરચું
  • ગરમ મસાલો
  • ફ્રેશ ક્રીમ
  • બટર

રીત

1- હવે એક કડાઈમાં એક ચમચી જેટલું તેલ લઈશું હવે તેમાં બે તમાલપત્ર એડ કરીશું હવે તેમાં એક ચમચી જીરૂ નાખીશું અને એક મોટી ડુંગળી સમારી ને એડ કરીશું હવે આને ધીમા તાપે સાતળી લઈશું.

2- હવે ડુંગળી નો કલર બદલાઈ ત્યાં સુધી તેને સાંતળી લઈશું હવે તેમાં પાચ મોટી કડી લસણ એડ કરીશું હવે તેમાં અડધો કપ કાજુ એડ કરીશું હવે તેમાં એક ટેબલ સ્પૂન ખસખસ એડ કરીશું આને કઈ પલાળવાની જરૂર નથી એમ જ એડ કરવાનું છે.

3- હવે બધું ફરી થી મિક્સ કરી લઈશું હવે તેમાં ટામેટા એડ કરીશું અહીંયા આપણે પાચ મોટી સાઇઝ ના ટામેટા લીધા છે કારણકે પછી બધું મિક્સર માં ક્રશ કરવાનું છે હવે આને સરસ મિક્સ કરી લઈશું.

4- હવે તેમાં મીઠું એડ કરીશું હવે તેમાં અડધી ચમચી હળદર એડ કરીશું હવે તેમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું.આ તીખાશ નઈ આપે પણ જે ગ્રેવી નો કલર છે તે સરસ આવે બહાર ની ગ્રેવી માં કલર નો ઉપયોગ થાય છે જેથી ગ્રેવી લાલ દેખાય છે હવે તેમાં એક ટી સ્પૂન ધાણજીરુ પાવડર એડ કરીશું.

5- હવે તેમાં એક ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું જેથી ટામેટા ની ખટાશ છે તે બેલેન્સ થઈ જશે હવે તેમાં અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી આ ગ્રેવી છે તે સરસ પલપી થઈ ગઈ છે ટામેટા નું પાણી જે છે તે પણ છૂટી ગયું છે.

6- હવે આપણી ગ્રેવી સરસ સંતળાય ગઈ છે હવે જે આપણે તમાલપત્ર એડ કર્યા હતા તેને કાઢી લઈશું હવે તેને થોડું ઠંડું થવા દઈશું તેને બીજા બાઉલ માં કાઢી લઈશું ત્યારબાદ તેની સ્મૂથ પેસ્ટ બનાવી દઈશું હવે એક કડાઈમાં થોડું બટર મુકીશું.

7- હવે જે પેસ્ટ બનાવી હતી તે એડ કરીશું હવે પેસ્ટ એડ કર્યા પછી અડધો કપ પાણી એડ કરીશું આ ગ્રેવી ને વધારે બનાવી ને રાખવી જેથી કરી ને તમારે કોઈપણ પંજાબી શાક બનાવવમાં ઈઝી રહે હવે આ ઢાંકી ને ઉકળવા દઈશું નહી તો બધે ઉડશે.

8- તેને દસ મિનિટ સાંતળવા દઈશું જ્યાંસુધી પાણી બળી ના જાય ત્યાં સુધી જો તમારે હજુ ગ્રેવી નો કલર લાલ જોઈતો હોય તો હજુ એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી શકો છો.તેના થી તીખાશ નઈ વધે પણ કલર સરસ આવશે.

9- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આ ગ્રેવી સરસ થઈ ગઈ છે જાડી પણ થઈ ગઈ છે અને કલર પણ સરસ આવ્યો છે તેમાં એક સરસ સાઈન આવી ગઈ છે હવે તેમાં એક મોટી ચમચી કસ્તુરી મેથી એડ કરીશું જેથી તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે.

10- હવે હલાવી લઈશું તો હવે આ ગ્રેવી તૈયાર છે જેમ જેમ ઠંડી થશે તેમ જાડી થશે હવે ઠંડી કરવા મૂકી દઈશું ઠંડી કર્યા પછી તેને ફ્રીઝ માં રાખી શકો છો.જો તમારે સબ્જી બનાવવી હોય તો તેમાં બીજી બધી સામગ્રી એડ કરવી પડશે તમે એમાં ક્રીમ પણ એડ કરી શકો છો જો તમે તેને તરતજ યુઝ ના કરવા ના હોય તો તમે ક્રીમ એડ ના કરશો નઈ તો તમે સ્ટોર નઈ કરી શકો છો તો તમારે એમાં પનીર એડ કરવું હોય અથવા સબ્જી ફ્રાય કરી ને એડ કરવા હોય તો ફટાફટ શાક બની ને તૈયાર થઈ જશે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *