કંસાર અને લાપસી બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની ખૂબ જ ઉપયોગી ટિપ્સ -Surbhi Vasa

આજે આપણે કંસાર અને લાપસી બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની ખૂબ જ ઉપયોગી ટીપ્સ જોઈશું.લાપસી, શીરો અને કંસાર મોઢા માં પાણી આવી ગયું ને? આજે આપણે મીઠાઈ બનાવીશું તહેવારો ની મોસમ પણ ચાલુ થઈ ગઈ છે એટલે મીઠાઈ ની વાતો તો કરવી જ પડે ને આ બધી મીઠાઈ આપણા ઘર માં ચોક્કસથી બને છે આ કોણ બનાવે છે દાદી,મમ્મી અને નાની આપણે નથી બનાવતા હોતા શા માટે કારણકે ડર લાગે છે કંસાર ની વાત આવે તો એમ થાય કે કઈ રીતે બનાવાનો કંસાર ડ્રાય થઇ જશે તો મારા થી તો ક્યારેય સરસ નથી બનતો તો બસ આજે આપણે નાની નાની ટિપ્સ ની વાત કરીશું અને કંસાર અને લાપસી કઈ રીતે સરસ બને તે જોઇશું.

1- લાપસી અને કંસાર માં શું તફાવત છે તો ઘણા લોકો કંસાર ને લાપસી કહે છે આ બન્ને વચ્ચે નો તફાવત લોટ નો છે જ્યારે આપણે કંસાર બનાવીએ ત્યારે ભાખરી નો જાડો લોટ લેવામાં આવે છે અને જે લાપસી નો દાણો આવે તેને ફાડા તરીકે ઓળખીએ છે તેને ઇગ્લીન્સ માં આપણે બલઘર કહીએ છીએ.

2- આપણે નવી વાનગી માં તેનો ઉપયોગ કરીએ છીએ આ બધી મીઠાઈ ખૂબ જ હેલ્ધી છે કંસાર ને પણ લાપસી તરીકે પણ ઓળખવામાં આવે છે કંસાર બનાવીએ ત્યારે તેનું માપ એ છે કે એક કપ ભાખરી નો લોટ લઈએ છીએ તે લેવાનો અને તેની સામે એક કપ પાણી લેવાનું લોટ ને મોઈ લેવાનો છે ઘણા તેલ થી મોવે અને ઘણા લોકો ઘી થી મોવે છે.

3- જો ઘી થી મોસો તો કંસાર બહુ જ સરસ બનશે પહેલા ઘી થી મોઇ લેવાનો છે કંસાર ને.પછી તેને રહેવા દેવાનો છે પછી આપણે પાણી ગરમ કરવા મુકવાનુ છે હવે તેની સામે એક કપ પાણી લઈશું અને પા કપ ગોળ ઉમેરી શું.પાણી ગરમ થઇ જાય એટલે તેમાં લોટ એડ કરવાનો છે લોટ ઉમેરતા પહેલા પાણી માં એક ચમચી ઘી ફરી થી એડ કરવાનું છે આ એક સરસ મજાની ટિપ્સ છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો કારણકે આના થી કંસાર એકદમ છૂટો થશે અને તેનો દાણો છે તે સરસ રીતે ચડી જાય છે હવે વેલણ થી સરસ રીતે હલાવી લઈશું.

4- હવે તે પાણી સાથે લોટ છે તે સોસાઈ જશે હજુ તમને એમ લાગે કે લોટ વધારે ડ્રાય છે અને બહુ જ કોરો લાગે છે તો પા કપ પાણી ગરમ કરી ને ઉમેરજો.તો જ કંસાર છે તે ગરમ બનશે તેમાં ઠંડુ પાણી નથી ઉમેરવાનું આ વાત નું ખાસ ધ્યાન રાખજો.હવે આ કંસાર છે તેને બે રીતે બનાવવા માં આવે છે એક કે કૂકર માં અને બહાર પણ જો બહાર કુક કરશો તો તવી ને ગરમ કરી લેવાની છે એ ગરમ તવી પર કંસાર ની તપેલી છે તે મૂકી દેવાની છે તેને લગભગ ઢાંકી ને દસ મિનિટ માટે કુક કરી લઈશું.

5- ગેસ આપણે ધીમો જ રાખીશું અથવા તમે કૂકર માં પણ મૂકી શકો છો કૂકર માંથી સીટી કાઢી લેવાની છે અને જે મિશ્રણ તૈયાર કર્યું હતું તે મૂકી ને લગભગ દસ થી બાર મિનિટ માટે ધીમા ગેસ પર થવા દેવાનું છે તો બહાર લેશો તો લોટ સરસ ચડી ગયો હશે આમ તો જે ભાખરી નો લોટ છે તેને ચડતા વાર નથી લાગતી પણ સરસ રીતે તેમાં ઘી અને ગોળ બહુ સરસ મિક્સ થઈ જાય છે અને જે મિશ્રણ છે તે બહુ સરસ તૈયાર થઈ જાય છે અમુક ને કંસાર છૂટો જોઈતો હોય છે આ જે મિશ્રણ તૈયાર થયું એમાં થોડું ઘી લગભગ બે ચમચી જેટલું ઉમેરી લો અને બે ચમચી જેટલી બૂરું ખાંડ ઉમેરી લો અને હાથ થી સરસ મિક્સ કરી લો એટલે કંસાર તૈયાર થઈ ગયો છે ને કેટલું ઈઝી તો તેમ ચોક્કસથી બનાવજો.

6- જો તમારે લસલસ તો જોઈતો હોય તો શું કરવાનું છે કે જે ઘી છે બે ને બદલે ત્રણ ચમચી ઉમેરવાનું છે અને બૂરું ખાંડ બે ચમચી એડ કરવાની. બધા ના ઘરે કંસાર તો બનતો જ હોય છે પણ અલગ અલગ રીત થી બનતો હોય છે અને આ બધી નાની નાની ટિપ્સ ને ચોક્કસથી યાદ રાખજો. હવે ફાડા લાપસી નો વારો તે પણ બધા બનાવતા જ હોય છે પણ આમ છતાં કે ફાડા લાપસી ચીકણી થઈ ગઈ છે દાણો સરસ ચડીયો નથી ચવડ લાગે છે એવું કેમ થાય છે સૌથી પહેલા ફાડા લાપસી માટે દાણો કેવો લેવાનો એટલે જે ફાડા લો એ કેવા લેવાના બજાર માંથી તમે તૈયાર ફાડા લાવતા હોય તો તે કેવા લાવવાના એ થોડા મોટા હોય છે તેને મિક્સર માં બે વાર ક્રશ કરી લેવાના છે એટલે તમને મીડિયમ દાણો મળી જશે.

7- ફાડા લાપસી નો દાણો જો મીડીયમ હશે તો બહુ જ ટેસ્ટી લાગશે.અને એકદમ સરસ છૂટી બનશે અને આ જે દાણો તૈયાર થયો તેને શેકી લેવાનો છે એક કપ તમે ફાડા લો તેની સામે અઢી થી ત્રણ ઘણું પાણી લેવાનું છે અને ખાંડ છે તે એક કપ લઈશું એટલે ખાંડ અને દાણા નું પ્રમાણ સરખું રાખવાનું છે. અને પાણી નું પ્રમાણ વધારે રાખવાનું છે અને ઘી લગભગ પોણો કપ જેટલું લેવાનું અને જો ઘી લાપસી માં હશે ને તો જ લાપસી સરસ બનશે પહેલા તો ઘી માં જ ફાડા ને શેકી લેવાના ગુલાબી થાય ત્યાં સુધી તેને શેકી લઈશું અને બાજુ માં ગરમ પાણી કરવા મૂકી દેવાનું છે અને શેકાય એટલે તેમાં ગરમ પાણી એડ કરવાનું છે.

8- હવે ઢાંકી ને પંદર મિનિટ માટે કુક કરી લઈશું જો તમે આ રીતે બનાવશો તો દાણો બહુ સરસ ચડી જશે.અને દાણો ચડી જાય પછી જ તેમાં ખાંડ એડ કરવાની છે જો તમે પહેલા ખાંડ એડ કરશો ને તો દાણા ને ચડતા વાર લાગે ઘણા લોકો એવું પણ કરતા હોય છે કે ખાંડ નું પાણી બનાવી લે અને તે જ પાણી દાણા માં એડ કરી લેતા હોય છે પછી જે તૈયાર થાય તેમાં ખાંડ એડ કરવાની છે.

9- હવે ઉપર થી થોડું ઘી એડ કરીશું આ કૂકર માં પણ થઈ શકે છે આ આટલું મિશ્રણ તૈયાર થાય એટલે તેને આઠ થી દસ મિનિટ માટે કૂકર માં મૂકી દેવાનું સીટી કાઢી ને અને એકદમ સરસ રીતે સીઝવા દેવાનું જો તમે તેને સીઝવા દેશો ને તો તમારી લાપસી બહુ સરસ બની જશે અને બીજું કે તમે ગેસ પર જ તવી પર પંદર થી વીસ મિનિટ ઢાંકી ને મૂકી રાખવાનું છે હવે તમને એવું લાગે કે હવે લાપસી સરસ તૈયાર થઈ ગઈ છે દાણો સરસ ચડી ગયો છે ઉપર થી પાછું બે ચમચી ઘી ઉમેરી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે.

10- હવે તેમાં ઈલાયચી પાવડર,બદામ, કીસમીસ આ ખાસ ઉમરજો તેના થી લાપસી બહુ સરસ લાગે છે અને આ બધું મિક્સ કરી ઘણા કોપરું પણ એડ કરતા હોય છે અને વરિયાળી નો સ્વાદ બહુ સરસ લાગે છે તમે જ્યારે ખાંડ એડ કરો ત્યારે જોડે વરિયાળી એડ કરો તો તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે.આ રીતે લાપસી તૈયાર થતી હોય છે આ બહુ ઈઝી છે તો તમે એક વાર જરૂર થી ટ્રાય કરજો અને આ બધી ટિપ્સ ને અનુસરજો અને ચોક્કસથી કંસાર અને લાપસી ઘરે બનાવજો.

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *