રેડ પિઝા સોસ એન્ડ વ્હાઇટ સોસ વિથ પિઝા – હેલ્થી અને શુદ્ધ એવો આ સોસ હવે બહારથી લાવવાની જરૂરત નથી..

રેડ પિઝા સોસ એન્ડ વ્હાઇટ સોસ વિથ પિઝા :

ઇટાલિયન રેસિપિ હોવા છતાં ઇંડિયામાં પણ બધાના ખૂબજ ફેવરીટ એવા પિઝા- ચીઝ, રેડ પિઝા સોસ, સાથે ઘણી વાર વ્હાઇટ ક્રીમી સોસ અને કેપ્સિકમ, કોર્ન, ઓલિવ્સ જેવા ટોપિંગ્સ, હર્બ્સ જેવા સ્પાયસીસથી બનાવવામાં આવતા હોય છે. તેને નાસ્તા તરીકે કે લંચ અને ડીનરમાં પણ લઈ શકાય છે. તેના પર સ્પ્રેડ કરવામાં આવતા પિઝા સોસ અને ક્રીમી વ્હાઈટ સોસ માર્કેટમાં રેડી પણ મળતા હોય છે.

પરન્તુ ઓર્ગેનિક પિઝા સોસનો ઉપયોગ કરવા માંગતા હોવ તો ફ્રેશ ટમેટાની પુરી બનાવીને તેની પેસ્ટ બનાવી, ફ્રેશ અને ખૂબજ સ્વાદીષ્ટ પિઝા સોસ તમે ઘરે જ બનાવી શકો છો. તેમાં પ્રીઝર્વેટીવ્સનો ઉપયોગ થતો ના હોવાથી સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે. પિઝાના સ્વાદનો આધાર તમે બનાવેલા પિઝા સોસ પર છે.

ફ્રેશ ટમેટાની ખટાશ અને તેની સાથે બોઇલ કરવામાં આવેલા ઓનિયન ,ગાર્લીક અને અન્ય સ્પાયસીસ પિઝા સોસને ડીલિશ્યસ ટેસ્ટ આપે છે. સ્વાદિષ્ટ રેડ પિઝા સોસ અને ક્રીમી વ્હાઈટ સોસ વગર પિઝા અધુરા જ લાગે છે.

હું અહિં આપ સૌ માટે રેડ પિઝા સોસ, વ્હાઇટ ક્રીમ સોસ અને પિઝા પર ટોપીંગ્સ એસેમ્બલ કરવાની રીત આપી રહી છું. અહીં આપેલ પિઝા સોસના લસણ અને ઓનિયનના થોડા તીખા અને ટમેટાના ખટામીઠા ટેસ્ટને કારણે તમે આ પિઝા સોસને પિઝા સાથે સાઇડ ડીપ તરીકે પણ લઈ શકો છો. સાથે ઉમેરેલ સ્પાયસીસ તેના સ્વાદને ખૂબજ યમ્મી બનાવે છે. આ બન્ને પિઝા સોસ પિઝા બેઈઝ પર લગાડવાથી પિઝાનો ડેલીશ્યસ ટેસ્ટ ક્રીએટ થાય છે. તો તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને આ બન્ને સોસ બનાવજો અને પિઝા બેઈઝ પર સ્પ્રેડ કરી બાકીના ટોપિંગ્સ કરજો. ખૂબજ ટેસ્ટી બનશે.

રેડ પિઝા સોસ બનાવવા માટેની સામગ્રી :

(આ સામગ્રીમાંથી મોટી સાઇઝના 2 નંગ પિઝા બનશે).

  • 3 મોટા ટમેટા
  • 1 મોટી ઓનિયનના પીસ
  • 1 ઇંચ આદુનો ટુકડો – કાપેલો
  • 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર
  • ½ કપ પાણી
  • ½ ટી સ્પુન સોલ્ટ

*

  • 1 ટેબલ સ્પુન બટર
  • 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર
  • ½ ટી સ્પુન પિઝા મિક્ષ (અથવા મિક્ષ હર્બ + ચિલિ ફ્લેક્ષ + લસણ પાવડર મિક્ષ કરો)
  • 1 ટેબલ સ્પુન ટોમેટો કેચપ કે સોસ
  • 1 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ
  • ½ ટી સ્પુન મિક્ષ હર્બ્સ ( ઇટાલિયન હર્બ્સ)

રીત:

એક પેનમાં 3 મોટા ટમેટા, 1 મોટી ઓનિયનના પીસ, 1 ઇંચ આદુનો ટુકડો – કાપેલો, 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર, ½ કપ પાણી અને ½ ટી સ્પુન સોલ્ટ ઉમેરી મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકો. ત્યારબાદ તેને પાણી બળી જાય ત્યાં સુધી કૂક થવા દ્યો.

ટમેટા કૂક થઈને મેશી થવા લાગે એટલે ફ્લૈમ બંધ કરી થોડું ઠરવા દ્યો.

ત્યારબાદ આ ટમેટા – ઓનિયનના આ મિશ્રણને ગ્રાઇંડર જારમાં ભરી પેસ્ટ બનાવી લ્યો. એક બાજુ રાખો.

હવે એક પેન લઈ તેમાં 1 ટેબલ સ્પુન બટર ઉમેરો.

સ્લો ફ્લૈમ પર બટર જરા ગરમ થાય એટલે તેમાં 1 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર અને ½ ટી સ્પુન પિઝા મિક્ષ (અથવા મિક્ષ હર્બ + ચિલિ ફ્લેક્ષ + લસણ પાવડર મિક્ષ કરો ) ઉમેરો આ પિઝા મિક્ષથી સોસની ફ્લેવર સરસ એનહાંસ થાય છે.

જરા સાંતળો. ત્યારબાદ તરત જ તેમાં ટમેટા –ઓનિયનની ગ્રાઇંડ કરેલી પેસ્ટ ઉમેરી મિક્ષ કરી લ્યો. એકાદ મિનિટ કૂક થાય એટલે તેમાં 1 ટેબલ સ્પુન ટોમેટો કેચપ કે સોસ, 1 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ અને ½ ટી સ્પુન મિક્ષ હર્બ્સ ઉમેરો. મિક્ષ કરી લ્યો.

( જો તમે ટોમેટો કેચપ ના ઉમેરવાના હોવ તો આ મિશ્રણમાં 1 ટી સ્પુન સુગર ઉમેરી મિક્ષ કરો. પિઝા પર લગાવી શકાય તેવવો આ રેડ સોસ ઘટ્ટ થાય એટલે ફ્લૈમ બંધ કરી તેને એક બાજુ રાખો.

રેડ પિઝા સોસ હવે પિઝા પર સ્પ્રેડ કરવા માટે રેડી છે.

વ્હાઇટ ક્રીમી સોસ :

  • 1 ટેબલ સ્પુન મેંદો
  • 1 ટેબલ સ્પુન બટર
  • ½ કપ મિલ્ક
  • ½ ટી સ્પુન સોલ્ટ

રીત:

એક પેનમાં 1 ટેબલ સ્પુન બટર લ્યો. એકદમ સ્લો ફ્લૈમ પર મૂકી તેમાં 1 ટેબલ સ્પુન મેંદો ઉમેરો. કલર ચેંજ ના થાય અને સરસ ફુલીને શેકાઇ જાય ત્યાં સુધી શેકો. હવે તેમાં ½ કપ મિલ્ક ઉમેરી લમ્સ ના રહે અએ રીતે ક્રીમી પેસ્ટ બને ત્યાં સુધી કૂક કરી લ્યો. હવે તેને ફ્લૈમ પરથી નીચે ઉતારી ઠંડો પડવા દ્યો.

પિઝા પર સ્પ્રેડ કરવા માટે વ્હાઇટ ક્રીમી સોસ રેડી છે.

પીઝા બેઇઝ એસેમ્બલ કરવા માટેની સામગ્રી:

  • બનાવેલો રેડ પિઝા સોસ
  • બનાવેલો વ્હાઇટ પિઝા સોસ
  • ½ કેપ્સીકમની પાતળી સ્લાઈઝ
  • ½ ટમેટાની પાતળી સ્લાઇઝ
  • ½ ઓનિયનની પાતળી સ્લાઈઝ
  • ¼ કપ ગાજરના નાના પીસ
  • 1 ટી સ્પુન ચીલી ફ્લેક્સ
  • 1 ટી સ્પુન મિક્ષ હર્બ્સ
  • જરુર મુજબ ચીઝ

રીત:

હવે એક રેડી પિઝા બેઇઝ લઈ પહેલા તેના નીચેના ભાગ પર થોડું બટર લગાવી દ્યો.

હવે તેને બેકિંગ ટ્રેમાં મૂકો. ઉપરના ભાગમાં પણ થોડું બટર લગાવી દ્યો. (ઓપ્શનલ).

પિઝાના ઉપરના ભાગ પર ઓલ ઓવર રેડી કરેલ પિઝા સોસ લગાવી દ્યો( પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે). તેના પર ક્રીમી વ્હાઇટ સોસનું લેયર કરો.

ત્યારબાદ તેના પર રાઉંડમાં કેપ્સીકમ અને ટમેટાની પાતળી સ્લાઇઝ ગોઠવી દ્યો. ત્યારબાદ ઓનિયનની પાતળી સ્લાઇઝ ગોઠવો. થોડા ગાજરના નાના પીસ મૂકો.

તેના પર તમારા સ્વાદ મુજબ ચીઝ ખમણી લ્યો. ચીઝ પર ચિલિ ફ્લેક્સ અને મિક્ષ હર્બ્સ સ્પ્રિંકલ કરો.

હવ રેડ પિઝા સોસ અને ક્રીમી વ્હાઇટ સોસ વાળા પિઝા બેક કરવા માટે રેડી છે.

10 મિનિટ માટે 15૦* સેંટી ગ્રેડ પર પ્રી હીટ કરેલા ઓ ટી જી ઓવનમાં પિઝા બેક થવા મૂકો.

10-12 મિનિટમાં ચીઝ મેલ્ટ થઈ પિઝા રેડી થઈ જશે. આ પીઝા તમે બનાવેલા રેડ પિઝા સોસ માં પણ ડીપ કરી ખાઇ શકો છો. વધારે ટેસ્ટી અને ડીલિશ્યશ લાગશે. બધાને ખૂબજ ભાવશે.

તો તમે પણ તમારા ઘરના રસોડે એકવાર જરુરથી ટ્રાય કરજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *