રીંગણના પલેટા – ઓછી મહેનત થી બનતી મજેદાર વાનગી હવે બનશે તમારે રસોડે…

આજે આપણે રીંગણ ના પલેટા ઓછી મહેનત થી બનતી મજેદાર વાનગી જોઈશું.બંગાળ માં આને બેંગન ભાજા ના નામે ઓળખાય છે.આ ખૂબ જ ટેસ્ટી ડીસ છે આ ખૂબ જ જલ્દી બની જાય છે અને ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ છે કે બાળકો થી વડીલો ને બધા ને ભાવશે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી:

  • રીંગણ
  • લાલ મરચું પાવડર
  • મીઠું
  • હળદર
  • ચાટ મસાલો
  • ચણા નો લોટ
  • ધાણાજીરું પાવડર
  • કોથમીર
  • ગરમ મસાલો
  • તેલ

રીત

1- સૌથી પહેલા આપણે એક બાઉલ માં બે ચમચી ચણા નો લોટ લઈશું.આ ફકત પાંચ જ મિનિટ માં બની જાય છે હવે આમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું.ત્યારબાદ એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર નાખીશું.

2- હવે તેમાં એક ટી સ્પૂન ધાણાજીરુ એડ કરીશું.ત્યારબાદ અડધી ટી સ્પૂન હળદર એડ કરીશું.હવે તેમાં અડધી ટી સ્પૂન ચાટ મસાલો એડ કરીશું અથવા તમે આમચૂર પાઉડર પણ એડ કરી શકો છો.ત્યારબાદ એક ટી સ્પૂન ગરમ મસાલા પાવડર એડ કરીશું.

3- હવે તેમાં એક ચમચી કોથમીર એડ કરીશું.આપણે કોથમીર કોરી જ લીધી છે જેથી લોટ આપણો ભીનો ના થઈ જાય.હવે બધું મિક્સ કરી લઈશું.આમાં આપણે કોરા જ મસાલા કરવાના છે.અને લોટ પણ કોરો જ રહેવા દઈશું. જેથી રીંગણ નું કોટિંગ કરીએ તે સરસ કોટ થઈ જાય.

4- જો તમને લસણ ભાવતું હોય તો લસણ પણ એડ કરી શકો છો.હવે એક મોટું રીંગણ લઈ લઈશું જેમાં બીયા ના હોય,હવે તેના મોટા મોટા પતીકા કરી લઈશું.આને બહું પાતળી નથી કરવાની જો પાતળી કરશો તો ગળી જશે.તમે વીડિયોમાં જોઈ શકો છો કે થોડી જાળી રાખવાની છે.

5- હવે રીંગણ ના પતિકા માં થોડા થોડા કટ આપી દઈશું બન્ને સાઈડ કટ કરીશું. આપણે એક બાજુ ઊભો કટ કરીશું તો બીજી બાજુ આડો કટ કરીશું,હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે જે સૂકો લોટ છે તેની અંદર રીંગણ ને કોટ કરી લઈશું.

6- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે બધા રીંગણ સરસ કોટ થઈ ગયા છે. હવે તેને પંદર મિનિટ રાખ્યા પછી રીંગણ ની જે ભીનાશ હોય તેનાથી બધો લોટ ચોંટી જશે.હવે નોનસ્ટિક પેન માં તેલ મૂકી દઈશું.ત્રણ થી ચાર ચમચી તેલ લઈશું.હવે બધા પતીકા ને શેકવા મૂકી દઈશું.ગેસ આપણે ધીમો જ રાખીશું.જેથી નીચે થી બળી ના જાય.

7- હવે તેને ત્રણ થી ચાર મિનિટ સુધી શેકાવા દઈશું.જેથી તે નીચે થી ક્રિસ્પી અને બ્રાઉન થઈ જાય.હવે તેને પલટાવી લઈશું જે તમે વીડિયોમાં જોઈ શકો છો.નીચે થી સરસ ક્રિસ્પી થઈ ગયું છે અને બ્રાઉન પણ થઈ ગયું છે.હવે આપણે બધા પતીકા ને પલટાવી લઈશું.

8- હવે તેને બીજી બાજુ પણ ધીમા તાપે થવા દઈશું.હવે ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે તમે વીડિયોમાં જોઈ શકો છો.આમાં બહુ સરસ સુગંધ આવે છે હવે આપણા પલેટા રેડી છે હવે એક સર્વિંગ પ્લેટ માં બધા પલેટા કાઢી લઈશું.હવે તેને એક એક કરી ને કાઢી લઈશું.

9- તો આપણા ટેસ્ટી ને સ્વાદિષ્ટ રીંગણ ના પલેટા તૈયાર છે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ખૂબ જ સરસ દેખાય છે.હવે ઉપર થી ચાટ મસાલો ભભરાવી લઈશું.જેથી કરી ને તેનો ટેસ્ટ વધારે વધી જાય છે તમે તેની ઉપર કોથમીર પણ ભભરાવી શકો છો.આને તેને ગરમા ગરમ ખાઈ શકો છો તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *