કેરી – ફળોનો રાજા સ્પર્ધા – મેંગો સ્ટફ કુલ્ફી નોર્મલ કુલ્ફી તો તમે બનાવતા જ હશો પણ હવે બનાવો આ નવીન કેરી સ્ટફ કુલ્ફી…

“કેરી- ફળોનો રાજા”

🍋મેંગો સ્ટફ કુલ્ફી 🍋

🌹સામગ્રી:

૨ નંગ કેરી

૧/૨ લીટર દૂધ

૨ ચમચી મલાઈ

૧/૨ચમચી એલચી પાવડર

૨ ચમચી ખાંડ

૧/૨ ચમચી કસ્ટર્ડ પાવડર

૧ ચમચી બદામ પિસ્તાની કતરણ

🌹રીત:


🌷સ્ટેપ ૧- સૌપ્રથમ ૨ કેરી લો. ત્યારબાદ તેમાં ઉપરથી થોડું કાપીને અંદરથી ગોટલો ધીરે ધીરે કાઢી લેવો. ધ્યાન રાખવું કે કેરી બહારથી ફાટી ન જાય નહિતર તેમાં કુલ્ફી સેટ નહી થાય હવે ગોટલો નીકળ્યા પછી થોડીવાર કેરીને ફ્રિઝરમાં રાખી દેવી.

🌷સ્ટેપ ૨- હવે એક પેનમાં દૂધ ગરમ કરવા મૂકવું. અને સતત હલાવતા રહેવું જેથી દૂધ નીચે પેન માં ચોટી ના જાય.


ત્યારબાદ એક વાટકી માં અડધી ચમચી કસ્ટર પાવડર લઇ તેમાં થોડું દૂધ ઉમેરી મિશ્રણ બનાવીને પછી તેને દૂધમાં નાખી દેવું હવે તેમાં બે ચમચી ખાંડ અને ઈલાયચી પાવડર નાખો. હવે દૂધ થોડું ઘટ્ટ થવા લાગે એટલે તેમાં ૨ ચમચી મલાઈ નાખી દો. અને બદામ પીસ્તાની કતરણ પર નાખો.


આપણે કુલ્ફી તૈયાર છે તેને થોડી વાર ઠંડી થવા રાખી દઈએ.

હવે ફ્રિઝરમાંથી કેરી ને કાઢી લઈએ ઠંડી થયેલી કુલ્ફી નું સ્ટફિંગ કેરીમાં ભરી દઈએ અને ફ્રીઝરમાં 7 થી 8 કલાક માટે સેટ થવા રાખી દઈએ. હવે સેટ થઈ ગયા પછી કેરીને ફ્રીઝરમાંથી કાઢી ને ઉપરથી છાલ ઉતારી લઈએ.


પછી તેને ગોળ શેપમાં કાપી લઈએ હવે કુલ્ફી સજાવવા માટે તૈયાર છે એક પ્લેટમાં મેંગો સ્ટફ કુલ્ફીના એક એક પીસ ગોઠવી એના પર બદામ પીસ્તાની કતરણ થી સજાવીએ.

🌿નોંધ:બની શકે ત્યાં સુધી ગરમ કેરીનો ઉપયોગ ન કરવો કડક કેરી હોય તો ગોટલો કાઢવા ની મજા આવે.🌿

સ્પર્ધક : Kala Ramoliya (સુરત)

તમને આ રેસીપી કેવી લાગી તેનો અભિપ્રાય જરૂરથી આપજો, રસોઈની રાણીની આ ખાસ સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *